Book Title: Swarup Mantra
Author(s): Pannalal J Gandhi
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 20
________________ નકો મંત્ર, નવિ યંત્ર, નવિ તંત્ર મોટો, જિ નામ તારો સમામૃત લોટો, પ્રભુ નામ તુજ મુજ અક્ષય નિધાન, ધરું ચિત્ત સંસાર તારક પ્રધાન. આ પંકિતનું પરમ રહસ્ય શું છે? મનુષ્ય યોનિમાં જન્મેલો જીવ ચાહે તે જાતિ, જ્ઞાતિ કે ક્ષેત્રનો હોય પરંતુ તે વિશ્વના કોઈપણ પદાર્થના અર્થ કે ભાવની જન્મતાની સાથે જાણતો કે સમજતો નથી. પરંતુ બીજાના શબ્દોચ્ચાર વડે સાંભળીને, પહેલાં તો તે ઉચ્ચારાયેલ શબ્દને જ પકડે છે-ગ્રહણ કરે છે. ત્યારબાદ અવસ્થાની પરિપકવતાએ ધારણામાં રાખેલ તે શબ્દના અર્થ અને ભાવને પામે છે. તે પ્રમાણે આપણે પણ, આપણા સ્વરૂપમંત્ર રૂપ આ નવ પદોનાં નામોની ખૂબ રટણપૂર્વક જપ કિયા કરવી જોઈએ જેથી આપણે તેના અર્થ અને ભાવને પામી શકીએ. આમ પંચપરમેષ્ઠિના શબ્દોચ્ચાર રૂપ, નામ સ્મરણ અને તેના જપનું કેટલું મહત્ત્વ છે, તે જીવનના અનુભવથી સહુ કોઈ સહજ સમજી શકે છે. આથી જ ચાર નિક્ષેપમાં નામ નિક્ષેપને પ્રથમ કમાકે સ્થાન આપ્યું છે. વિશ્વમાં ગમે તે ધર્મમાં, ગમે તે ભાષામાં, ગમે તેટલા મંત્રો હોય, પરંતુ બધાય મંત્રોનું મૂળ આ પાંચ શબ્દો હોવાથી આ પાંચ પદોનું સ્મરણ કરીને જો બીજા મંત્રોની સાધના કરે તો જ તે મંત્રોને બળ મળે અને તેનું ફળ મળે. કારણ કે તેના પંચપરમેષ્ઠિ શબ્દ રૂ૫ મંત્ર સ્વરૂપ છે. જ્યારે બીજા બધાં મંત્રો તેનાં અંશરૂપ-દેશરૂપ છે. જેમ જ્ઞાન સ્વરૂપ કહેવાય અને કિયા દેશરૂપ કહેવાય એવું આ મંત્રનું છે. જ્ઞાન પરમાર્થથી અવિનાશી છે, જ્યારે ક્રિયા વિનાશી છે. અવિનાશી સ્વયંભૂ હોય જ્યારે વિનાશી એ અવિનાશીનો આધાર લઈને જ ઉત્પન્ન થાય અને વ્યય થાય ત્યારે તેમાં જ લય પામે. પંચપરમેષ્ઠિ મંત્રની સ્તુતિ નીચેના શ્લોથી કરવામાં આવે છે. અહંન્તો ભગવન્ત ઈન્દ્ર મહિતા સિદ્ધાશ્ચ સિદ્ધિસ્થિતા આચાર્યા જિનશાસનોન્નિતકરા પૂજ્યા ઉપાધ્યાયકા | શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા રત્નત્રયા આરાધના પંચતે પરમેષ્ઠિન: પ્રતિદિન કુર્વજુવો મંગલમ્ | સ્વર મંત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25