Book Title: Swarup Mantra
Author(s): Pannalal J Gandhi
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 11
________________ संतोषेणापि संपूर्णो प्रतिहार्याष्टकेन च। ज्ञात्वा पुण्यम् च पापम् च नकारस्तेन उच्यते॥ ન” નો લક્ષ્ય અર્થ નિષેધ છે. પરનો નિષેધ અને સ્વનો અનુરોધ. એટલે કે ઈચ્છાનિરોધ અર્થાત તલ૫ (ઈચ્છા-તલસાટ) ઉપર તપ ક્રિયા દ્વારા વિજય અને અંતે પૂર્ણકામ તૃતદશા જે તપ છે. સંસારમાં રાગી આત્માને કામી કહેવાય છે જે બાધક ભાવ છે. વૈરાગી આત્માને નિષ્કામ કહેવાય છે જે સાધક ભાવ છે અને વીતરાગીને પૂર્ણકામ કહેવાય છે જે સિદ્ધિ છે. નકારાત્મકવૃત્તિ જે શુભાશુભ પુણ્યપાપના ઉદયને અસદ્ (નાશવંત) ગાગવારૂપ વૃત્તિ છે તે તપ છે અને તેમાંથી ઉદ્ભવતી તૃપ્તિ છે તે નિરિતિભાવ છે. જે નિર્વિકલ્પ ભાવ છે. એટલે કે પોતાના આત્માના પ્રદેશથી અભેદ એવા ચાર આઘાતી કર્મ, દારિક શરીર અને બાકીના ક્ષેત્રભેદથી સર્વ બાહ્ય પદાર્થોના એકસરખા જ્ઞાતા દ્રષ્ટા છે. અર્થાત તેમાં કોઈ રાગ-દ્વેષ, હેતુ, કે પ્રયોજન છે નહિ તે તેમનો પૂર્ણ જ્ઞાતાદ્રષ્ટા ભાવ છે. આ પ્રમાણે “ગરદન’ શબ્દનું અદ્ભુત આયોજન રહસ્ય કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ભગવંતે મહાદેવ વીતરાગ સ્તોત્ર દ્વારા સમજાવ્યું છે કે “મરદન’ શબ્દમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ સંકલિત થયેલ છે કે જે પાછા આત્માના સ્વરૂપગુણ છે. અરિહંત અર્થાત અહમ્ ત્રૈલોકય પૂજ્ય હોવાથી ‘ઈ’ તરીકે પણ ઓળખાય છે. સંસ્કૃત ભાષામાં અહં ધાતુનો અર્થ પૂજવાને યોગ્ય છે. આ અહં શબ્દનું આયોજન પણ ખૂબ સુંદર અને રહસ્યમય છે. અર્ધ શબ્દમાં રામ (આત્મા) શબ્દનો સમાવેશ થઈ જવા ઉપરાંત વધારામાં ‘હ' અક્ષર જોડાયેલ છે તે મહાપ્રાણ છે, જે હૃદયમાંથી ઉઠે છે, (ઉચ્ચારાય છે), અને સ્વર અને વ્યંજનનો સત્તાધીશ છે. ઉપરાંત અ જેમ બારાખડી વર્ણમાળાનો આદ્યાક્ષર છે તેમ “હએ અંત્યાક્ષર છે. આમ આઘાંતાભ્યામ્ ન્યાયે, આદિ અને અંત આવી ગયા હોય એટલે સર્વ મધ્યના અક્ષરો એમાં સમન્વિત થઈ ગયા છે એમ કહેવાય એટલે જ ઋષિમંડલ સ્તોત્રનો શ્લોક છે કે... આદંતાક્ષર સંલક્ષ્ય-મક્ષરં વ્યાપ્ય યતસ્થિતમ, અગ્નિ જુવાલાસમ નાદ, બિંદુ રેખા સમન્વિતમ્ | એટલું જ નહિ પણ “” જેમ વાયુતત્ત્વ છે. “” જેમ જલતત્ત્વ છે “” જેમ પૃથ્વીતત્ત્વ છે, તેમ ' એ આકાશતત્ત્વ છે અને ‘’ એ અગ્નિ તત્વ છે. “અ” અને “હ” ની વચ્ચે “ર” અક્ષર જે અગ્નિ તત્વ છે તેને ગોઠવવાથી “અ” અને “હ” અક્ષરના માથે મ ચઢી જે અહં શબ્દ બન્યો છે તે અહંને ભસ્મીભૂત (બાળી નાખવાના) કરવાના સૂચનરૂપ છે. આવી રહસ્યમય અહં શબ્દની પણ વ્યુત્પત્તિ છે. ૮૮ શ્રી વિજયાનંદસરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jaineliઉry.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25