Book Title: Swarup Mantra Author(s): Pannalal J Gandhi Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf View full book textPage 6
________________ કરાવડાવી, જગત સુધારવા શકિતમાન બને છે. પરમાત્મતત્ત્વ, નિર્મોહી-વીતરાગ દેહાતીત તત્વ છે અને તેથી જો આત્મા એવા વીતરાગ પરમાત્મતત્વ સાથે પોતાના મતિજ્ઞાનના ઉપયોગથી ભળે તો, આત્મા સ્વયં પરમાત્મા-સિદ્ધાત્મા બની શકે છે. પરમાત્મ તત્ત્વ એ સર્વ ગુણની ખાણ છે. એ તને જેટલું લઢીએ અને જેટલું રટીએ, તેટલાં તેટલાં આત્માના ગુણ ખીલતા જાય. સર્વ સત્યનું સત્ય, સર્વના સર્વ, સર્વ સુખના સુખરૂપ, સર્વ સમાં સત્ સ્વરૂપ, બ્રહ્માંડમાં કોઈ હોય તો તે અરિહંત પરમાત્મા અને સિદ્ધ પરમાત્મા છે. આમ સમગ્ર વિશ્વમાં સર્વે સર્વા કોઈ હોય તો તે સર્વેશ્વરા એવાં અરિહંતેશ્વરા, સિદ્ધેશ્વરા જ છે. પરમાત્મા કેવલજ્ઞાનના ઉપયોગથી વિશ્વમૂર્તિ છે, કેમકે કેવલજ્ઞાનમાં સમગ્ર વિશ્વ પ્રતિબિંબિત થાય છે.) તો આખા વિશ્વને પરમાત્માની મૂર્તિમાં જોતાં શીખવું જોઈએ. પરમાત્મા બનવા અહિં ટાળવું જોઈએ, જે પરમાત્મા પ્રત્યે દાસત્વ ભાવના સ્વીકારવાથી ટળે છે. અહં ટાળવાથી અર્વ એટલે કે ત્રિલોકપૂજ્ય બનાય છે. નવકારમંત્રમાં રહેલ પંચપરમેષ્ટિ ભગવંત, વિશ્વના સર્વસાત્વિક ભાવના સમૂહરૂપ છે. અરિહંત સિદ્ધ પરમાત્માનું કેવલજ્ઞાન મહાસાગરરૂપ છે. જ્યારે આચાર્યો, ઉપાધ્યાય, સાધુભગવંતો અધ્યવસાય સ્થાનકરૂપી શ્રુતનદીઓ છે. શ્રુતજ્ઞાન સરિતા છે જે મહાસાગરમાંથી નીકળે છે અને મહાસાગરમાં ભળે છે. સુંદર ભાવ અધ્યવસાયરૂપ નદીઓ છે. અરિહંત સિદ્ધ પદ એ નિર્વિકલ્પ દશા, નિર્વિકલ્પ બોધ છે, જે નિરપેક્ષ શુદ્ધ સ્વરૂપ સજાવસ્થા છે. સંકલ્પ-વિકલ્પ રહિત એવી નિર્વિકલ્પ સહજાત્મ સ્વરૂપ આનંદાવસ્થા એટલે અરિહંત અને સિદ્ધની અવસ્થા. એ સાધકનું સાધ્ય છે. ધ્યેય છે, સાધ્યની અવસ્થા છે, સાધ્યનું સ્વરૂપ છે, જ્યારે આચાર્યઉપાધ્યાય-સાધુપદ એ સાધ્યના લક્ષ્ય સાધકની સાધકાવસ્થા છે. સાધ્યના સ્વરૂપને, સાધનામાં ઉતારી, તે મુજબ જીવવું તે જ સાધકની સાધના છે. માટે જ જેટલું નિર્વિકલ્પદશામાં અર્થાત્ સ્વભાવ દશામાં જીવી શકાય તેટલું નિશ્ચયથી સાધુપણું છે. બાહ્ય ચારિત્ર પાલનનો આ જ મહત્ત્વનો ભેદ ભવિ અને અભવિ વચ્ચે છે. પંચમરમેષ્ઠિનું સ્વરૂપ એ પ્રત્યેક જીવનું સ્વ સ્વરૂપ છે એટલે કે સ્વગુણપર્યાય છે. જ્યારે પંચપરમેષ્ઠિ વ્યકિત એ સજાતિય પર દ્રવ્ય છે. પંચપરમેષ્ઠિનો શબ્દાર્થ એ જ જગતમાં સત્યજીવન છે. વિરોધી પદાર્થના સંયોગનો નાશ કરવો અથવા પુદ્ગલસંગી (દેહરૂપી પુદ્ગલાવરણને ન ધારણ કરવા) ન બનવું તેનું નામ સિદ્ધ. સિદ્ધ જ સાચા દિગંબર છે કેમકે એમને દેહાંબર પણ નથી. અર્થાત અહી અંતિમ સિદ્ધિને કાર્યસિદ્ધિ કહેવાય. સિદ્ધ પરમાત્માને સિદ્ધ એટલા માટે કહેલ છે કે ત્યાં આત્યંતિક એવી અંતિમ સિદ્ધિ છે. જે થયા પછી કાંઈ થવાપણું, કરવાપણું, કે બનવાપણું આગળ સ્વરૂ૫ મંત્ર Jain Education International ૮૩ www.jainelibrary.org For Private & Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25