Book Title: Swarup Mantra
Author(s): Pannalal J Gandhi
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 7
________________ રહેતું જ નથી. સિદ્ધાવસ્થામાં જતન (જાળવણી-સાચવણી રક્ષણ) પતન (વિકૃતિ-અવનતિ) કે ઉત્થાન સંસ્કૃતિ (ઉત્કર્ષ-ઉન્નતિ) હોતાં નથી. જતનમાં પરાધીનતા છે વિકૃતિમાં-પતનમાં મલિનતા છે. અને સંસ્કૃતિ ઉત્થાનમાં ઊણપ અભાવ અપૂર્ણતા છે. આમાનું સિદ્ધને કશુંય હોતું નથી. અરિહંત' અને સિદ્ધ પદ સાથે આપણું સ્વરૂપ ઐક્ય છે, તેમજ જાતિ ઐકય છે. જાતિથી અરિહંત, સિધ્ધ અને આપણે સહુ જીવ જાતિના-ચૈતન્ય જાતિના છીએ. પુદ્ગલ જડ જાતિનું છે. તેમ આપણે ચૈતન્ય જાતિના છીએ. વળી સ્વરૂપથી આપણે પરમાત્મ સ્વરૂપી છીએ. અરિહંત અને સિદ્ધ અવસ્થાને પામેલ વ્યક્તિનું પરમાત્મસ્વરૂપ પ્રગટ છે. જ્યારે આપણું પરમાત્મ સ્વરૂપ સત્તામાં છે પણ વેદનમાં નથી. જે આપણે આવરણ હટાવી, કર્મના પડળો દૂર કરી પ્રગટાવવાનું છે. અનુભવમાં વેદનમાં લાવવાનું છે. તે માટે અરિહંત અને સિદ્ધ પદને, નમસ્કાર કરી ને આપણે પણ તે સ્વરૂપે પરિણમવાનું છે. તરૂપ થવાનું છે. પંચપરમેષ્ટિ ભગવંતોને આનંદ સ્વયંના આત્મામાં છે. તેઓ સ્વરૂપ નિષ્ઠાવંત છે. તેથી તેઓનો પ્રેમ સમસ્ત વિશ્વ ઉપર, જીવ-અજીવ સચરાચર સમગ્ર બ્રહ્માંડ ઉપર છે. તેઓનો પ્રેમ અસીમ છે. તેઓ જ્ઞાની છે અને તેથી સ્વરૂપને વેદે છે. જ્યારે આપણા વેદનનો આધાર અજ્ઞાનવશ આપણે પર પદાર્થને બનાવ્યો છે. પરપદાર્થ નિમિત્તિક આપણે વેદન કરીએ છીએ. તેથી પરપદાર્થમાંથી વેદન મળે છે એવું માનીએ છીએ અને તેમ સમજીએ છીએ, જેથી પર પદાર્થને આપણે સર્વરૂપ સમજીએ છીએ. પરિણામે તે પર પદાર્થ પૂરતો જ આપણા પ્રેમને સીમિત સાંકડો અને રાંકડો બનાવીએ છીએ. એટલે જ આનંદસ્વરૂપી એવાં આપણે દુ ખી થઈએ છીએ. આનું કારણ આત્માનું અર્થાત્ સ્વ સ્વરૂપનું અજ્ઞાન છે. પોતાના આત્માના સાચા શુદ્ધ સ્વરૂપથી આત્મા અભાન છે, તેથી બેભાન બની, બેફામ બની ભમે છે. ચારે ગતિમાં ફંગોળાયા કરે છે. આ અજ્ઞાનને કારણે આત્મા દોષનું સેવન કરે છે. તેથી પાપ બંધાય છે અને પરિણામે દુઃખી થાય છે. ભૌતિક ભોગના સાધનો કરતાં ભોકતા એવા જીવની કિંમત વધારે છે. જીવ કરતાં સાપેક્ષ સત્યની કિંમત વધારે છે અને સાપેક્ષ સત્ય કરતાં નિરપેક્ષ પરમ સત્ય એવાં પરમાત્મ તત્વની કિંમત વધારે છે. પરમાત્મ તત્ત્વની એના નામ સ્થાપના દિવ્ય ભાવ એમ ચારેય સ્વરૂપમાં રક્ષા કરતાં ભૌતિક દુન્યવી સાધને, જીવ સ્વયંનો અને સાપેક્ષ સત્યનો ભોગ આપવાની તૈયારી રાખવી જોઈએ. પરમ પંચ પરમેષ્ટિમાં, પરમેશ્વર ભગવંત ચાર નિક્ષેપે, ધ્યાઈએ નમો નમો શ્રી જિનભાગ. ચારે નિક્ષેપથી ભગવાનને ભજવાં, જેથી મતિજ્ઞાનમાં તેની વિસ્મૃતિ ન થાય અને સ્મૃતિ કાયમ બની રહે. એ ચાર ભેદ નીચે પ્રમાણે છે. નામ નિક્ષેપથી નામસ્મરણ, સ્થાપના નિક્ષેપથી દર્શન સ્મરણ, દ્રવ્ય નિક્ષેપથી પરમાત્મ જીવનકથાશ્રવણ, સ્મરણ અને ભાવ નિક્ષેપથી, કર્મક્ષય (આઠ ૮૪ શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25