Book Title: Swarup Mantra
Author(s): Pannalal J Gandhi
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 2
________________ બીજી બાજુ ચિત્તની ચંચળતા દૂર થવાની સાથે, જ્ઞાન ઉપરનું ઘોર આવરણ (અજ્ઞાન) ટળી જાય છે, અર્થાત્ દૂર થાય છે. અઘાતિકર્મની પાપપ્રકૃતિના ઉદયને પુણ્યપ્રકૃતિમાં ફેરવી આપે છે, એ નમસ્કાર મહામંત્રનો પ્રભાવ છે. જ્યારે પરંપરાએ ઘાતિકર્મના ક્ષયપૂર્વક પાપવૃત્તિ અને પાપપ્રવૃત્તિ રહિત થવાય છે તે નમસ્કાર મહામંત્રનો સ્વભાવ છે. નમસ્કાર મહામંત્રના પ્રભાવથી વિઘ્નો દૂર થાય છે. જ્યારે નમસ્કાર મહામંત્રના સ્વભાવથી વ્યક્તિ સ્વયં કેવલજ્ઞાની, અરિહંત પરમાત્મા બની જાય છે. પ્રભાવ એ ચમત્કાર છે, મહિમા છે, અતિશય છે. જ્યારે સ્વભાવ એ સ્વરૂપ પરિણમન છે. પ્રભાવ સ્થૂલ કારણ-કાર્ય ભાવની બુદ્ધિને કુંઠિત કરી નાંખે છે. શંખેશ્વર પાર્શ્વનાથ કે અંતરીક્ષ પાર્શ્વનાથ શબ્દમાં શંખેશ્વર અને અંતરીક્ષ એ બનાવરૂપ પ્રભાવ છે. જ્યારે લોકોગ્રે શિખરારુઢ પાર્શ્વનાથ પરમાત્મતત્વ એ સ્વભાવ છે. તીર્થકર ભગવંતના પ્રાતિહાર્યો અને અતિશય એ એમનો પ્રભાવ છે. જ્યારે કેવલજ્ઞાન એ સ્વભાવ છે. અહંકાર કરનાર વ્યકિત પોતે તો ડૂબે છે પરંતુ અન્યને ડૂબવામાં નિમિત્ત બને છે. જ્યારે નમસ્કાર કરનાર વ્યક્તિ પરંપરાએ નમસ્કારના પ્રભાવે સ્વયં નમસ્કાર્ય બની જાય છે અને અન્ય સંપર્કમાં આવનારના ઉત્કર્ષમાં નિમિત્ત બને છે. અહંકારને ઓગાળનાર, મામ (મારાપણા) ને ગાળનાર પ્રથમ મંગળરૂપ નમસ્કાર વિષયક મહાપ્રભાવક નમસ્કાર મહામંત્ર-સ્વરૂપમંત્ર નીચે પ્રમાણે છે જે પ્રાકૃત ભાષામાં છે. ‘ગમો અરિહંતાણં ણમો સિદ્ધાણં સ્વર૫ મંત્ર ણમો આયરિયાણં Jain Education International ણમો ઉવજઝાયાણં ણમો લોએ સવ્વસાહૂણં એસો પંચ નમુક્કારો સવ્ય પાવપ્પણાસણો એના નવ પદ હોવાથી તે નવકારમંત્ર તરીકે પણ પ્રસિદ્ધ છે. એની વિશિષ્ટતા એ છે કે એમાં જે નમસ્કાર કરવામાં આવેલ છે. તે પદને-ગુણને નમસ્કાર કરવામાં આવ્યો છે. કોઈ વ્યક્તિવિશેષનો નમસ્કાર નથી અને તેથી જ આ મહામંત્રને સ્વરૂપમંત્ર કહેલ છે. માટે જ તે મંત્ર સાંપ્રદાયિક નથી. જીવમાત્રના મૂળ સત્ય સ્વરૂપને કહેનાર શબ્દરૂપ કલ્પવૃક્ષ છે, જે સહુ કોઈને લક્ષ્ય કરવા યોગ્ય છે. મંગલાણં ચ સન્થેસિં For Private & Personal Use Only પઢમં હવઈ મંગલ. ૭૯ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 25