Book Title: Suvarna Chandraka Samarambha Prasange
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 4
________________ સુવર્ણચન્દ્રક સમારંભ પ્રસંગે [ ર૭૫ લંબી ડીક વિસ્તરેલી, તેણે ધાર્મિક માન્યતા વિષયક કેટલાક સટ સંસ્કારે મન ઉપર નાખેલા, જેમાંથી ત્રણેકનો નિર્દેશ કરવો અનિવાર્ય બને છે. મૂર્તિની માન્યતા બિલકુલ ધર્મ વિરુદ્ધ છે અને તે જીવનને પાડનાર છે એ એક સંસ્કાર, મોઢે મુહપતિ બાંધ્યા વિના ધર્મની પૂર્ણાહુતિ નથી થતી એ બીજે સંસ્કાર, અને બત્રીશ આગમ બહાર બીજું કાંઈ શાસ્ત્રીય જ્ઞાન રહેતું જ નથી. ભગવાન મહાવીર આદિ સર્વજ્ઞ પુરુષોએ જે કાંઈ કહ્યું છે તે બધું બત્રીસ આગમમાં જ આવી જાય છે અને તે આગમે અક્ષરે અક્ષર તેમણે જ ઉચ્ચારેલ છે એ ત્રીજો સંસ્કાર. કાશીમાં સંસ્કૃત શિક્ષણ તે યથાસાધન ચાલતું જ હતું, પણ હવે આ નવશિક્ષણની વેલીને બીજા પંથની વાડને અવલંબી વિસ્તરવા અને વિકસવાનું હતું. એ બીજે પંથ એટલે શ્વેતાંબર મૂર્તિ પૂજક પરંપરા. આ પરંપરાની ધાર્મિક માન્યતાઓ ઉપરના ત્રણે સંસ્કારોથી સાવ જુદી અને વિરુદ્ધ, તેથી કાશીના વાતાવરણમાં મારા મને ભારે મંથન અનુભવ્યું અને તે એટલે સુધી કે પહેલાંના જન્મસિદ્ધ બળવાન સંસ્કાર અને આ નવ સંસ્કાર વચ્ચે શું સત્ય છે અને શું અસત્ય છે એનો નિર્ણય ન થવાથી હું તદ્દન અસ્વસ્થ થઈ જતો અને મારી વેદના કોઈની સમક્ષ કહેતે પણ નહીં. બહારથી હું પણ પૂર્ણપણે કાશી યશવિજય પાઠશાળાના શ્વેતાંબર મૂર્તિપૂજક વાતાવરણને અનુસર, છતાં મનમાં એ વિષે પૂરી બુદ્ધિપુરઃસર ખાતરી થઈ ન હતી પણ મન તે સત્યશોધનની દિશામાં જ ગતિ કરતું. તે માટે વાંચવું જોઈએ તે વાંચ, વિચારવું જોઈએ તે વિચારતો અને કયારેક ક્યારેક વિશ્વત મિત્રો સાથે ભીરુ મનથી, અપ્રકટ ચર્ચા પણ કરતો, પરંતુ પરસ્પર વિરોધી એવા ઉપર સૂચિત ત્રણે સંસ્કારમાંથી સત્ય તારવવા જેટલે શાસ્ત્રીય જ્ઞાનને પરિપાક પણ નહીં થયેલ અને સ્વતંત્રપણે નિર્ણય બાંધવા જેટલે માનસિક વિકાસ પણ નહીં થયેલે; કદાચ એમ પણ કહી શકાય કે એ માનસિક વિકાસ થયેલ, પણ જન્મથી પડેલ અને બીજા દ્વારા સચેટપણે પિવાયેલ “પરપ્ર ને બુદ્ધિના સંસ્કારે જ એ વિકાસને મેગ્ય દિશામાં જતા રેકતા. ગમે તેમ છે પણ આ મંથનકાળ બે-ત્રણ વર્ષથી વધારે ન ચાલ્યો. મને એટલી તો પ્રતીતિ થઈ ગઈ કે જે ત્રણ સંસ્કારો જન્મથી પડેલા છે તે બહુ બ્રાન્ત છે, નિરાધાર છે અને એક અથવા બીજી ભૂલમાંથી જ પિષણ પામતા જાય છે. મને ધીરે ધીરે કોઈની બાહ્ય પ્રેરણું વિના સ્વક્રિય ચિંતન અને શાસ્ત્રીય વાચનથી સાધારણપણે એમ સમજાતું ગયું કે મૂર્તિની માન્યતાને જીવનના ઉત્કાતિક્રમમાં અમુક સ્થાન છે જ અને એ પણ સમજાયું કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14