Book Title: Suvarna Chandraka Samarambha Prasange
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 7
________________ ર૭૮] દર્શન અને ચિંતન નથી લાગતું, ઊલટું ધન્યતા અનુભવું છું. એમ ધારીને કે હું જાણી જોઈને લેભ, લાલચ, દબાણ કે અનુસરણને વશ થઈ અવિદ્યા કે અસત્યને રસ્તે ન ગમે એ કાંઈ ના સૂને લાભ છે ? મારી જીવનદષ્ટિ ઘડવામાં અને સત્યશોધનની રુચિ તીવ્ર બનાવવામાં શાસ્ત્રીય વ્યાસંગ ઉપરાંત બીજાં પણ કેટલાંક બળોએ કામ કર્યું છે. એ બળો એટલે સંતમહાત્માને સીધે સમાગમ. જ્યારથી ગાંધીજી હિન્દુસ્તાનમાં આવી સ્થિર થયા ત્યારથી જ તેમને મળવામાં, તેમની સાથે ચર્ચા કરવામાં અને બને ત્યારે શેડે પણ તેમને સહવાસ કરવામાં મને પૂરે રસ હતે. તેને લીધે ઘણા પૂર્વગ્રહ બદલાયા અને ઘણા પૂર્વગ્રહ વધારે સંશોધિત થયા. શ્રધેય મશરુવાલાના જાતસમાગમ અને પ્રત્યક્ષ ચર્ચા તેમ જ તેમનાં લખાણના વાચને પણ વિચારનું નવું પ્રસ્થાન પૂરું પાડ્યું. પૂજ્ય નાથજી જેવા સમર્થ ગાભ્યાસી સાથેની પ્રત્યક્ષ વાતચીત અને ચર્ચાઓએ પણ ભ્રમનાં ઘણાં જાળાં તોડ્યાં. આ રીતે શાસ્ત્રીય વાચન, ચિંતન, સત્યજિજ્ઞાસાની નિષ્ઠામાં પરિણમ્યું. અલબત્ત, મારે કબૂલ કરવું જોઈએ કે મારી આ નિષ્ઠા હજી અનુભવમાં ઊતરી નથી. માત્ર વિચાર અને નિર્ણય પૂરતી જ છે. અને તેથી તે પરોક્ષ છે એમ જ કહી શકાય. પણ જ્યારે હું જોઉં છું કે સત્યસંશોધનની પરેલ નિષ્ઠા પણ માણસના મનને કેટલું અજવાળે છે અને તેને કેટલું બળ આપે છે, ત્યારે અંધકારનું મારું વિશ્વ જુદું રૂપ ધારણ કરે છે. ઘણાં વર્ષો પહેલેથી મારા નિકટના ગંભીર વિદ્વાનો મને હમેશાં એમ જ કહેતા આવ્યા છે કે તમે જૈન શાસ્ત્રના અનુવાદ, વિવેચન અને સંદર્ભે પાછળ શા માટે પડ્યા છે ? છેવટે તો જૈન સમાજ ખાબોચિયા જેટલે, તેમાંય સમજનાર અને કદરદાન કટલે ? વળી તેઓ એમ પણ કહેતા રહ્યા છે કે જે તમે વૈદિક પરંપરાનાં વિવિધ દર્શન અને બૌદ્ધ દર્શનને જિજ્ઞાસુભાવે પ્રામાણિક અભ્યાસ કર્યો છે તે એ દર્શને વિષે મુખ્યપણે કામ કેમ નથી કરતા ? એક તો એનું ક્ષેત્ર વિશાળ અને બીજું તમારે શ્રમ પણ વધારે સાર્થક બને. મિત્રની એ વાત તદ્દન સાચી છે એમ હું પહેલેથી જ જાણું છું. વૈદિક દર્શન અને બદ્ધ દર્શન વિષે હું શાસ્ત્રીયકામ કરું તે કાર્ય પ્રદેશ વિસ્તારવા ઉપરાંત યશકીર્તિ અને અર્થલાભ પણ વધવાને એ વિષે મને કદી સંદેહ ન હતો અને હજી પણ નથી; છતાં મને હમેશાં એમ જ થયા કર્યું છે કે હું જે પરંપરામાં જન્મ્યો છું તેમાં કામ કરવાની મારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14