Book Title: Suvarna Chandraka Samarambha Prasange
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 11
________________ ર૮૨] દર્શન અને ચિંતન છે. એ વિશેષતા એટલે નાના કે મોટા ગમે તે મુદ્દા પરત્વે મતભેદ હોય ત્યાં બીજાનું ખંડન અને પિતાનું મંડન કરવાની શૈલી. આ શૈલી માત્ર વાદરૂપ ન રહેતાં વિવાદમાં પરિણામ પામી છે. એક તે જૈન સમાજ નાને, તેમાં ત્યાગી કે પંડિતવર્ગ તેથીયે નાને, તેમાં અનેક ફિરકા અને ગભેદે વચ્ચે અરસપરસ નજીવા મતભેદમાંથી મોટી તકરારે અને વિવાદ ઊભા થાય એટલે એ પ્રસંગે શિક્ષણ વખતે વારસામાં મળેલ ખંડમંડનની શૈલી ઉગ્ર વિવાદરૂપે અને ઘણીવાર મૂખની સૂચક ચચરૂપે બહાર આવે છે. જૈન પંડિતો અને જેન ત્યાગીઓને બહુધા અંદરોઅંદર જ વાદવિવાદમાં ઊતરવું પડે છે. બીજા બળવાન સપ્રદાય કે દર્શનના વિદ્વાન સમક્ષ તેઓ ભલે ચૂપકીદી પકડે, છતાં ઘણીવાર તેઓ અંદરોઅંદર આખડે છે. એવે વખતે વારસામાં મળેલ અનેકાન્તને પ્રાણભૂત સમન્વય સિદ્ધાંત બાજુએ રહી જાય છે અને સામસામી છાવણીઓ રચાય છે. સ્થાનકવાસી અને મૂર્તિપૂજક, દિગંબર અને શ્વેતાંબર, તેરાપંથી અને સ્થાનકવાસી એ જ પક્ષે અંદરઅંદર આખડતા હોય તોય બહુ ન હતું, પણ હવે તે આ રોગ એટલે સુધી વધ્યો છે કે એક જ ફિરકાના અને એક જ ગચ્છના બે જુદા જુદા ગુરુ ધરાવનાર પક્ષે પણ તિથિભેદ જેવી નજીવી બાબતમાં મહાયુદ્ધના મોરચા માંડે છે, અને સમાજમાં અલ્પાંશે જીવતું રહેલ સૌમનસ્ય અને ઐક્ય ધર્મરક્ષાને બહાને વેડફી નાખે છે. માત્ર પંડિતે કે માત્ર સાધુઓ અંદરઅંદર લડી મરતા હતા તે બહુ કહેવાપણું પણ ન રહેત. અહીં બને. પક્ષકારે શ્રાવકગણને પણ સંડે છે. શ્રાવકે પણ એટલા બધા શાણું અને ઉદાર છે કે પિતાનું સમગ્ર શાણપણ અને ઔદાર્ય હિટલર તેમ જ ટેલિનને ચરણે ધરી દે છે. મને તો એ જ નથી સમજાતું કે જેઓ મહાવ્રતી અને મહાશાસ્ત્રધાર કે મહાવક્તા હોય તેઓને તેમને અહિંસા અને સ્વાદ વાદ સિદ્ધાંત આવા વિષમ પ્રસંગે સૂઝને કેમ નહિ હોય? અગર તેમને સહાયક થતા કેમ નહિ હોય? જે ભગવાનના અહિંસા અને અનેકાન્તના સિદ્ધાંતનું સામાજિક જીવનમાં આવું દેવાળું જ કાઢવાનું હોય તો આપણે બીજા સમક્ષ કયે મોટે તેનું મહત્વ બતાવી શકીશું! એ જરા વિચારે અને જો આપણે આ રીતે વૈમનસ્ય અને તકરારનું વિષપાન કરતા રહ્યા તેમ જ એવી તકરારના મોવડીઓને માન આપતા રહ્યા તે શું આપણે એવી આશા રાખી શકીએ કે ક્યારેક પણ જૈન સમાજના જુદા જુદા ફિરકાઓ સર્વમાન્ય સામાન્ય સિદ્ધાંત ઉપર ખરા દિલથી એક તખતા ઉપર એકત્ર થવાના ? આજ લગી ગમે તેમ ચાલ્યું અને નળ્યું હોય, પણ હવે આ સ્થિતિ એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14