________________
અવષ્ણુ ચન્દ્રક સમારભ પ્રસંગે
[ ૨૮૩
ક્ષણ નભાવી લેવા જેવી નથી. મને આવા ક્ષુદ્ર મતભેદની મહા તકરાશનુ મૂળ કારણુ વિચારતાં એ લાગ્યું છે કે ધક્ષેત્રને કુરુક્ષેત્ર બનાવનાર પતિ અને ત્યાગીઓની સામે કાઈ મહાન રચનાત્મક આદશ નથી, એટલે તેમની ફાજલ પડેલી શક્તિએ વારસામાં મળેલ ખડનરોલીના આશ્રય લઈ ભીન્ન સામે બાથ ભીડવાની અશક્તિને લીધે અદરાઅંદર અફળાય છે અને સમાજને છિન્નભિન્ન કરી નાખે છે. આના નિવારણના ઉપાય એ જ છે કે તેવા વિદ્વાન ગણાતા પચિંતા અને ત્યાગીએ સાહિત્ય, સમાજ કે રાષ્ટ્રના કાઈ પણ નવપ્રદેશમાં પેાતાના રચનાત્મક કાળા આપે. જ્યારે તે પણ નવસર્જન કરવા પ્રેરાયા હશે ત્યારે તેમને નકામા ખેલવા, લખવા કે તકરાર કરવા જેટલી ફુરસદ જ નહિ રહે. જો સમયસર કાઈ નહિ ચેતે તે થોડા જ વખતમાં તેવા વા અને તે વર્ગના આશ્રયભૂત થાઅનેા કાઈ સમજદાર ભાવ પણ નહિ પૂછે.
કાંઈ
ઉપરની ચર્ચા સાંભળનાર એક પ્રશ્ન જરૂર કરી શકે કે સમાજને નવસર્જનને યાગ્ય નવા ફાળા આપ્યાની સર્વમાન્ય કસોટી શી?
મારા ઉત્તર એ છે કે શાસ્ત્ર, શિક્ષણ, સમાજ કે રાષ્ટ્ર વગેરે કાઈ પણ ક્ષેત્રમાં કરાયેલ સ કપ્રયત્નનું મૂલ્ય જો જૈનેતર સમાજમાં કાય અને જૈનેતર લૉકા માટે પણ અનુકરણીય અને તેા જરૂર સમજવું કે જૈનોનું એ નવસર્જન સમાજને યુગાનુરૂપ ફાળા છે.
મેં પ્રારંભમાં જ કહ્યું છે કે આ ચંદ્રક--અપ ણ વૈયક્તિક નથી. જો એના પ્રેરકહેતુ શાસ્ત્ર ઉપાસના અને સત્યસંશોધનત્તિ હોય તે તે ચંદ્રક પણ છેવટે તેને જ ફાળે જવા જોઈએ. હું અત્યારે વ્યક્તિગત રીતે સ્વીકારું" તોય તે પચે તા એવા પ્રેરક હેતુને જ, તેથી આ ચંદ્રક હું જૈન સંસ્કૃતિસ'શોધક મડળને ભેટ આપું છું, કેમકે એ મડળ પહેલેથી જ તેવા સત્યસંશોધન વૃત્તિના આધાર ઉપર રચાયું છે અને તે જ દિશામાં નિષ્કામપણે. કામ કરી રહ્યું છે, જેને હું સાક્ષી છું. એ મડળ કરતાં વધારે નિભ યપણે અને વધારે નિષ્ઠા સાથે કાઈ ખીજી સંસ્થા જૈન સમાજમાં કાંય કામ કરી રહી હોય તો તે હું નથી જાણતા. વળી ઉકત મંડળનો હું એક વિનમ્ર સભ્ય છું અને તેને સક્રિય કાર્યકર્તા પણુ છું, તેથી જે નિષ્ઠાને લીધે આ ચંદ્રક આપવામાં આવે છે તે જ નિષ્ઠા સેવનાર જૈન મુળને આ ચંદ્રક એની ઈચ્છા પ્રમાણે ઉપયોગ કરવા માટે સોંપી દઉં તે હું ધારું છું કે તમે. અધા પ્રસન્ન થશે જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org