Page #1
--------------------------------------------------------------------------
________________
સુવર્ણચન્દ્રક સમારંભ પ્રસંગે [ ૪ ]
આ ચક-અપ ણુના વિધિ વૈયક્તિક છે એમ હું નથી સમજતે. અમુક વ્યક્તિ બીજી કાઈ ખાસ વ્યક્તિને જ્યારે આવું કાંઈ અર્પણ કરે ત્યારે તે વિધિ વૈયક્તિક બને છે, પણ હું તે આવા વિધિને માત્ર શાસ્ત્રીય જ્ઞાન તેમ જ સત્યશોધક વૃત્તિની મૂલવણીની વિધિ સમજું છું, તેથી આવા વિધિ પ્રસંગે મારે કાઈ ને! આભાર માનવાપણું રહેતું જ નથી. આવી અપ વિધિમાં એક અથવા ખીજી રીતે ભાગ લેનાર બધા જ શાસ્ત્ર, જ્ઞાન તેમ જ સત્યસાધક વૃત્તિના એકસરખા પૂજારી છે. જ્યાં પૂજા એક જ ઢાય અને તે એક જ ગુણની ત્યાં એમાં ભાગ લેનાર ગમે તેટલા હોય છતાં ક્રાણુ કાના આભાર માને
કુળમા થી જુદા પડવાનું કારણ
સ્વાભાવિક રીતે જ અહીં ઉપસ્થિત હોય એવા બધાને કુતૂહલ થયા વિના ન રહે, કે મારા જેવા લાચાર સ્થિતિમાં પડેલ માણસ છેવટે સત્યસંશોધનને ભાગે કેવી રીતે વળ્યો? તેથી હું મારા જીવનને લગતા એટલા જ ભાગની ટૂંકમાં કથા કહું તો તે કેટલેક અંશે બણાખરાને પોતાની જીવનકથા સાથે મળતી દેખાશે અને એમાંથી અચરજ કે અદ્ભુતતાનું તત્ત્વ આપેા—આપ ઓછું થઈ જશે, જેથી જીવનની સહેજ સપાટીને વિચાર પણ કરી શકાય.
જે કુળ કે વશમાં શાસ્ત્રીય જ્ઞાનના ભાગ્યે જ વારસા ચાલ્યેા આવત હોય તેવા માત્ર વ્યાપારજીવી કુળમાં જન્મવા અને ઉછેર પામવા છતાં હું કુલમાથી જુદે રસ્તે ગયા તેનું મુખ્યત્વે એકમાત્ર કારણ જિજીવિષા છે.
જીવનની ઈચ્છા બળવતી હાય ત્યારે તે પોતાની સિદ્ધિ માટે કાઈ તે કાઈ રસ્તે કાંકાં મારે છે. એમાંથી કયારેક સામાન્ય રીતે કહ્યું ન હેાય તેવું પરિણામ પણ આવે છે સોળેક વર્ષની ઉંમરે મારુ નેત્રાદ્વૈતનું વિશ્વ અલેપ થયું અને અધકારાતૢતનું વિશ્વ આવિર્ભાવ પામ્યું. શ્રવણેન્દ્રિય કુંઠિત થાય ત્યારે અગર નાસિન્દ્રિય કામ કરતી બંધ પડે ત્યારે મુશ્કેલી અવશ્ય અનુભવાય છે. છતાં બીજી ક્રાઈપણ ઈન્દ્રિયના વધ કરતાં નેત્રને વધુ વધારે
Page #2
--------------------------------------------------------------------------
________________
સુવર્ણચન્દ્રક સમારંભ પ્રસંગે મુશ્કેલી ઉભી કરે છે. એ વખતે જીવન વધારેમાં વધારે ગૂંગળામણ અનુભવે છે. મૃત્યુને કિનારે લઈ જાય એવી જીવનમૂંગળામણ અને બળવતી જિજીવિધા એ બન્ને વચ્ચે અકચ્છ દન્દ્ર ઊભું થાય છે. મારે માટે આ % એક કાળે મહા જલજમરમાં સપડાયેલ પણ ક્ષેમપૂર્વક નીકળવા મથતી નૌકાના દ્વન્દ જેવું હતું. એમ લાગે છે કે, ગૂંગળામણના બળ કરતાં જિજીવિષાનું બળ વધારે હોવું જોઈએ, તેથી જ એણે પિતાની સિદ્ધિ અર્થે અનેકવિધ ફાં ભાવાં શરૂ કર્યો. એમાંથી એને એક ત્રાણુ–માર્ગ લાગે, જે વસ્તુ સામાન્ય અને સહજ હતી તેમ જ જે ઘરઆંગણે હતી તે અત્યાર લગી નકામી ભાસતી, પણ હવે તે ઉપયોગી સિદ્ધ થઈ. આ વસ્તુ એટલે કુળપરંપરાગત ધર્મસંસ્થાનો આશ્રય. અત્યારે હું આવી ધર્મસંસ્થામાં સામાન્ય રીતે ત્રણ બાબતનો સમાવેશ કરે છું ગુસ્વર્ગ, શાસ્ત્રજ્ઞાન અને સાંપ્રદાયિક આચાર. કુળધર્મ સ્થાનકવાસી હોવાથી મને સહેજે આ ત્રણ બાબતો પ્રાપ્ત હતી. જિજીવિષાએ જિજ્ઞાસાને સતેજ કરી, અને તેણે સંકલ્પ તેમ જ પ્રયત્ન બળ અપ્યું. મારી જિજ્ઞાસા કુળધર્મનાં ઉપર સૂચવેલ ત્રણ અંગેની આસપાસ સંતોષાતી. એ ત્રણ અંગોનું વર્તલ જેટલું સાંકડું તેથી પણ વધુ સાંકડું મારી સમજણનું વર્તુલ; એટલે સ્વાભાવિક રીતે જ હું જે કઈ ગુરુને મળતો કે તેની પાસેથી જે કાંઈ શ્રવણ કરતો, અગર જે કાંઈ મુળાચાર આચરતો તે જ મારે માટે તે વખતે અંતિમ સત્ય હતું. અલબત્ત, ઉત્તરોત્તર આગળ વધવાની અને ઊંડા ઊતરવાની ઈચ્છા જાગ્રત રહેતી. પણ એને પૂર્ણપણે સંતોષવાનાં કેઈપણ સાધન સામે ન હોવાથી તેને વેગ મળતો નહીં. આને લીધે મારા મન ઉપર છાપ એક જ પડેલી કે ધર્મ સાચે હોય તો તે જૈન ધર્મ. મારી જૈન ધર્મની તે વખતની પરિભાષા ઉપર સૂચવેલ સ્થાનકવાસી પરમ્પરાનાં ત્રણ અંગોમાં જ સીમિત હતી. આ બહારને બીજો કોઈ ધર્મ અગર જૈન ધર્મને બીજો કોઈ ફોટો એ મારે મન મિથ્યાધર્મ જે હતો.
પણ આ સ્થિતિ કાયમ બને તે પહેલાં જિજ્ઞાસાએ પલટે ખાધે. જે કાંઈ સાધનહીન ગામડામાં સાધુસાધ્વીના મુખથી કે તેમના સંસર્ગથી શીખેલે તે સાવ અપૂર્ણ જણાવા લાગ્યું. અહીંથી પહેલી સીમા પૂરી થઈ અને નવી સીમા શરૂ થઈ. સંસ્કૃત જ્ઞાન વિના જેન શાસ્ત્રનું જ્ઞાન સાવ અધુરું અને પાંગળું જ હોઈ શકે એવી પ્રતીતિ થતાં સંસ્કૃત શીખવાની ઉત્કટ તમન્ના જાગી. જે બે-ચાર સચ્ચરિત્ર સ્થાનકવાસી સંસ્કૃતજ્ઞ સાધુઓ
Page #3
--------------------------------------------------------------------------
________________
૨૭૪ ]
દર્શન અને ચિંતન પરિચયમાં આવ્યા તેમની પરિચર્ચ અને સહાનુભૂતિથી હું સંસ્કૃત શીખવાના પથે તે પડ્યો પણ મને એ પંથ પૂરતે ન લાગે. વધારે શુદ્ધ અને વધારે સમર્થ એવા સંસ્કૃત જ્ઞાનની ભૂખે મને વ્યાકુળ કરી મૂક્યો. એણે ઊંધ ઉડાડી, સ્વપ્ન સજાવ્યાં, સ્વપ્ન એવાં કે જાણે હું અવારનવાર આકાશમાં ઊડતો હોઉં. મને એમ લાગેલું કે આકાશમાં ઉડવાનાં આ સ્વતે માત્ર માનસિક અસ્વસ્થતામાંથી પેદા થયેલ વાતવ્યાધિનું પરિણામ હાવાં જોઈએ. છેવટે મને સંસ્કૃતજ્ઞાન મેળવવાની સમર્થ ભૂમિકા મળી ગઈ
આવી સમર્થ ભૂમિકા પૂરી પાડનાર સ્વર્ગવાસી શાસ્ત્રવિશારદ વિજય ધર્મસૂરીશ્વર. અહીં અત્યારે જે હાજર છે તે શ્રીયુત છોટાલાલભાઈ વકીલ તે વખતે કાશી યશવિજય પાઠશાળાના બે પૈકી એક મંત્રી. બીજા મંત્રી તેમના જ શિક્ષક શ્રીયુત રત્નચંદ માસ્તર હતા. શ્રીયુત છોટાલાલભાઈ તો તે વખતે હજી વકીલાતનો અભ્યાસ જ કરતા. તેમને પ્રમાણિકપણે એમ લાગેલું કે સુખલાલ કાશી જશે તો તેને વધારે મુશ્કેલી પડશે તેથી તે બને મંત્રીઓ શરૂઆતમાં મને કાશી મોકલતાં ખંચકાયા. પણ જ્યારે વિજયધર્મસૂરીશ્વરને તેમના ઉપર મને તત્કાળ રવાના કરવાને તાર આવ્યો ત્યારે તેઓ મને મોકલવામાં સંમત થયા અને મને પણ નિરાંત વળી. એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય કે હજી લગી હું પત્રવ્યવહાર, ઉપરાંત વિજયધર્મસૂરીને કોઈ પણ રીતે જાણતો નહીં. મેં મારી અંધકારાત વિશ્વની સ્થિતિ તો તેમને જણાવેલી જ. કળ્યાં ઝાલાવાડ અને ક્યાં સ્વતંત્રતાસાધ્ય સંસ્કૃતનું શિક્ષણ તેમ છતાં વિજયધર્મસૂરીશ્વરને મને કાશી લાવવા માટે નિર્ણય કરવામાં એક પણ ક્ષણની વાર ન લાગી. એને દેવયાગ કહે કે ઉત્કટ જિજ્ઞાસાનું પરિણામ કહો પણ મારે માટે અહીંથી અભ્યાસની નવી સીમાને પ્રારંભ થશે.
અભ્યાસ તો કર હતો સંસ્કૃત ભાષા અને તેમાં લખાયેલ વિવિધ શાને, જેનું મને કાંઈ વિશેષ ભાન ન હતું. પણ આ ભાષા અને એમાં લખાયેલ શાસે એ બધું સંપ્રદાયાધીન હોવાથી એનું શિક્ષણ લેવા અને આપવામાં અનેક ભયસ્થાને રહેલાં છે, તેમ જ અનેક વિરોધી બળે મનને મૂંઝવી પણ નાખે છે. આ સ્થિતિનું ભાન હવે સવિશેષપણે થવા લાગ્યું, ને ઈષ્ટ શિક્ષણ લેવા છતાં અનેક જાતનાં હદયને હચમચાવી નાખે એવાં મંથને પણ શરૂ થયાં.
મારા પ્રાથમિક શિક્ષણની વેલ જે સ્થાનકવાસી પંથની વાડને અવ
Page #4
--------------------------------------------------------------------------
________________
સુવર્ણચન્દ્રક સમારંભ પ્રસંગે
[ ર૭૫ લંબી ડીક વિસ્તરેલી, તેણે ધાર્મિક માન્યતા વિષયક કેટલાક સટ સંસ્કારે મન ઉપર નાખેલા, જેમાંથી ત્રણેકનો નિર્દેશ કરવો અનિવાર્ય બને છે. મૂર્તિની માન્યતા બિલકુલ ધર્મ વિરુદ્ધ છે અને તે જીવનને પાડનાર છે એ એક સંસ્કાર, મોઢે મુહપતિ બાંધ્યા વિના ધર્મની પૂર્ણાહુતિ નથી થતી એ બીજે સંસ્કાર, અને બત્રીશ આગમ બહાર બીજું કાંઈ શાસ્ત્રીય જ્ઞાન રહેતું જ નથી. ભગવાન મહાવીર આદિ સર્વજ્ઞ પુરુષોએ જે કાંઈ કહ્યું છે તે બધું બત્રીસ આગમમાં જ આવી જાય છે અને તે આગમે અક્ષરે અક્ષર તેમણે જ ઉચ્ચારેલ છે એ ત્રીજો સંસ્કાર. કાશીમાં સંસ્કૃત શિક્ષણ તે યથાસાધન ચાલતું જ હતું, પણ હવે આ નવશિક્ષણની વેલીને બીજા પંથની વાડને અવલંબી વિસ્તરવા અને વિકસવાનું હતું. એ બીજે પંથ એટલે શ્વેતાંબર મૂર્તિ પૂજક પરંપરા. આ પરંપરાની ધાર્મિક માન્યતાઓ ઉપરના ત્રણે સંસ્કારોથી સાવ જુદી અને વિરુદ્ધ, તેથી કાશીના વાતાવરણમાં મારા મને ભારે મંથન અનુભવ્યું અને તે એટલે સુધી કે પહેલાંના જન્મસિદ્ધ બળવાન સંસ્કાર અને આ નવ સંસ્કાર વચ્ચે શું સત્ય છે અને શું અસત્ય છે એનો નિર્ણય ન થવાથી હું તદ્દન અસ્વસ્થ થઈ જતો અને મારી વેદના કોઈની સમક્ષ કહેતે પણ નહીં. બહારથી હું પણ પૂર્ણપણે કાશી યશવિજય પાઠશાળાના શ્વેતાંબર મૂર્તિપૂજક વાતાવરણને અનુસર, છતાં મનમાં એ વિષે પૂરી બુદ્ધિપુરઃસર ખાતરી થઈ ન હતી પણ મન તે સત્યશોધનની દિશામાં જ ગતિ કરતું. તે માટે વાંચવું જોઈએ તે વાંચ, વિચારવું જોઈએ તે વિચારતો અને કયારેક ક્યારેક વિશ્વત મિત્રો સાથે ભીરુ મનથી, અપ્રકટ ચર્ચા પણ કરતો, પરંતુ પરસ્પર વિરોધી એવા ઉપર સૂચિત ત્રણે સંસ્કારમાંથી સત્ય તારવવા જેટલે શાસ્ત્રીય જ્ઞાનને પરિપાક પણ નહીં થયેલ અને સ્વતંત્રપણે નિર્ણય બાંધવા જેટલે માનસિક વિકાસ પણ નહીં થયેલે; કદાચ એમ પણ કહી શકાય કે એ માનસિક વિકાસ થયેલ, પણ જન્મથી પડેલ અને બીજા દ્વારા સચેટપણે પિવાયેલ “પરપ્ર
ને બુદ્ધિના સંસ્કારે જ એ વિકાસને મેગ્ય દિશામાં જતા રેકતા. ગમે તેમ છે પણ આ મંથનકાળ બે-ત્રણ વર્ષથી વધારે ન ચાલ્યો. મને એટલી તો પ્રતીતિ થઈ ગઈ કે જે ત્રણ સંસ્કારો જન્મથી પડેલા છે તે બહુ બ્રાન્ત છે, નિરાધાર છે અને એક અથવા બીજી ભૂલમાંથી જ પિષણ પામતા જાય છે. મને ધીરે ધીરે કોઈની બાહ્ય પ્રેરણું વિના સ્વક્રિય ચિંતન અને શાસ્ત્રીય વાચનથી સાધારણપણે એમ સમજાતું ગયું કે મૂર્તિની માન્યતાને જીવનના ઉત્કાતિક્રમમાં અમુક સ્થાન છે જ અને એ પણ સમજાયું કે
Page #5
--------------------------------------------------------------------------
________________
૨૭૬]
દાન અને ચિંતન
માટે મુહપત્તિના ધનની માન્યતા એ માત્ર અકાન્તિક અને હાધમ છે. એ પણ દીવા જેવું ભાસ્યું કે જૈન શાસ્ત્ર માત્ર ખત્રીશ આગભમાં જ સમાઈ જાય છે તે વસ્તુ તદ્દન અજ્ઞાન અને ભ્રમનું પરિણામ છે.
એકવાર કયારેક મંદિરમાં નવપદની પૂજા ભણાવાતી. શરૂઆતમાં તે હું પણ દેખાદેખીથીગતાનુગતિક્તાને અનુસરીને ત્યાં બેઠેલે, પણ એ ભણાવાતી પૂજાનાં અચિંતન અને તેમાં થયેલ ચિનિમજ્જનને પરિણામે મારા મન ઉપર એક નવા ચમકારા થયે! અને મારું કઠિન હૃદય પણ ભક્તિજન્ય અશ્રુપ્રવાહને ખાળી ન શક્યું. આ વખતે મને ઉપાસ્ય સ્થુલ આલંબનની અમુક ભૂમિકામાં સાંકતા અનુભવસિદ્ધ થઈ. ચે!ડાં ધણાં શાસ્ત્રો તા સાંભળ્યાં અને વાંચ્યાં જ, પણ અચાનક અનેલી મીજી એક ઘટનાએ ઉપાધ્યાય યશોવિજયજીના પ્રતિમાશતક નામના ગ્રંથને અવલોકવા મને પ્રેર્યાં. એનાં શાસ્ત્રીય સચોટ પૂરાવાઓને બાજુએ મૂકું' તેાય તેમાંની એક પ્રાળ યુક્તિએ મૂર્તિ માન્યતા વિરુદ્ધના મારા જન્મસિદ્ધ પુષ્ટ સસ્કારને ભાંગી ભૂકા કરી નાખ્યા, પણ મારી સંસ્કારપરિવર્તન પ્રક્રિયા હજી ચાલુ જ હતી.
એક ઘટના એવી બની કે મને દિગ ંબર સંસ્થા નજીક રહેવાને અવસર પ્રાપ્ત થયા. દિગંબર સંસ્થાના ત્યાગીવ પડંતગણુ અને વિશિ શાસ્ત્રરાશિના સવિશેષ પરિચય સાધવાની એ તક મે આદરપૂર્વક વધાવી લીધી. એને લીધે મારા અમુક સસ્કામાં કાંઈક પરિવર્તન થયું અને વિચારવા યાગ્ય એક નવક્ષેત્ર પણ મળ્યું. ત્યારબાદ અનેક પ્રસંગે તેરાપંચ અને જા એવા જૈન કાંટાઓ વિષે પણ વિચારવાનું પ્રાપ્ત થયું. છેવટે હુમણાં હમણાં કાનજી મુનિના વલણ વિષે વિચારવાના પ્રસંગ આવ્યા. જૈન પરપરાના જજૂના અને નવા વિવિધ નાના મેલ કાંટાઓ વિષે પણ તાત્ત્વિક દૃષ્ટિએ, ઐતિહાસિક દૃષ્ટિએે, સાહિત્ય કે શાસ્ત્રીય દૃષ્ટિએ મુક્ત મને નિબંધ પણે લગભગ ૫૦ વર્ષ જેટલા ભાગ આજ લગીમાં વીત્યો છે. દરમ્યાન બીજા અનેક દાનિક પ્રવાહો અને ધર્મપથા વિષે પણ જાણવાનું પ્રાપ્ત થયું છે.
હું કાશીમાં તો મુખ્યપણે ન્યાય, વૈશેષિક, સાંખ્યયોગ અને પૂ ઉત્તરમીમાંસાનાં પ્રામાણિક અને પ્રાચીન શાસ્ત્રો જ ગુરુમુખથી પરપરાગત રીતે શીખેલા. પણ એ અધ્યયન દરમ્યાન બારુ જન્મપ્રાપ્ત અને જૈન સંસ્કાર ધરાવતું માનસ જૈન તત્ત્વજ્ઞાન અને ધર્મ વિષે પણ કાંઈ ને કાંઈ જાણવા, વિશેષ ઊહાપાહ કરવા ચૂકતું નહિ. પણ હજી લગી ભારતીય સંપ્રદાયમાંના
Page #6
--------------------------------------------------------------------------
________________
સુવર્ણચન્દ્રક સમારંભ પ્રસંગે
ર૭૭ એક પ્રમુખ સંપ્રદાય-બૌદ્ધધર્મ વિષે કાંઈ વિશેષ જાણેલું નહિ, જેને અવસર આગળ જતાં આવ્યું અને તે વખતે મેં બૌદ્ધ પરંપરાની સ્થવિરમાર્ગ અને મહાયાન અને શાખાઓનાં શાસ્ત્રોને સમજવા અને તેના મર્મને પકડવા ઠીક ઠીક મહેનત કરી. મારી ઈતિહાસ અને તુલનાની દૃષ્ટિ અમુક અંશે વિકસતી જતી હતી, પણ તેને વધારે વેગ તે ત્યારે જ મળે કે,
જ્યારે હું માત્ર અધ્યાપન અને વાચનના મારા પ્રિય કામ સાથે સાથે લેખનનું કામ કરવા લાગે. લખવું તે પ્રમાણભૂત જ લખવું અને બને ત્યાં લગી પ્રાચીન વારસામાં કાંઈક ન ફાળો આપ એવી ઉગ્ર વૃત્તિમાંથી ઇતિહાસ અને તુલનાદષ્ટિને વધારે વેગ મળ્યો. એ વેગમાંથી વધારે ને વધારે નિર્ભયતા અને તટસ્થતા પણ આવતી ગઈ. હવે જૈન પરંપરા અને તેની શાસ્ત્રીય કે વ્યાવહારિક દરેક બાજુ વિષે હું યથાશક્તિ નવેસર વિચારતા થયો અને દરેક ફાંટા વિના મારા પહેલાંના સંસ્કારે નવું રૂપાંતર પામવા લાગ્યા, તેમ જ વધારે સચોટ અને સ્પષ્ટ પણ થતા ગયા. આવાં રૂપાંતરની પ્રક્રિયામાં માનસિક મર્યાદાઓ ઉપરાંત સામાજિક અને સાંપ્રદાયિક ઘણું મર્યાદાઓ આડે આવતી. જે વસ્તુ આગળ જતાં સાવ સહેલી લાગી, તે જ સામાજિક અને સાંપ્રદાયિક દબાણે કે ભયસ્થાનને લીધે શરૂઆતમાં બહુ અઘરી લાગેલી. મને છેવટે અનુભવ થયો કે મૃતક જે ફેંકી દેવાને લાયક સંસ્કાર પણ છૂટતાં કેટલી શક્તિને ભાગ લે છે? હું ઘણીવાર પાછો પડ્યો છું, પણ વિચાર કરતાં છેવટે જે સત્ય દેખાય તેને સ્વીકારવામાં ખુલ્લે એકરાર કરવામાં કદી હાર્યો હોઉં એમ યાદ નથી. એનું કારણ વિચારતાં મને એમ લાગે છે કે અણીને પ્રસંગે ગમે તેવી લાગવગ, ગમે તેવી પ્રતિષ્ઠા કે ગમે તેવો લાભ જતો કરવાનું જે માનસિક સાહસ પ્રગટવું તેણે જ ભારે મદદ કરી. મેં કેટલાય પહેલાના શિષ્ય અને મિત્રો ગુમાવ્યા છે, કેટલાય ધનિકોની સહાનુભૂતિ ગુમાવી છે, એટલું જ નહિ પણ કેટલાયની ખફામરજી અને કેટલાયને વિરોધ પણ વહોર્યો છે, પણ તે હસતે મેઢે--અને એમાં લેશ પણ દુઃખ થયું નથી. આવે વખતે મારા પિતાનો જ એ અનુભવ મદદગાર થયો કે માણસ નવા નવા પ્રકાશમાં ન વિચરે અને નવી નવી પ્રાપ્ત સામગ્રીને આધારે નિર્ભયપણે વિચાર ન કરે તે એનું માનસ કેવું જડ થઈ જાય છે, કેવું દુરાગ્રહી થઈ જાય છે અને તે સત્યની વાત કરવા છતાં સત્યથી કેવું પરાગમુખ બની ગતિ કરે છે ! ઊંડી મમતા ધરાવનાર કેટલાય સાધુઓ, સાધ્વીઓ અને આચાર્યો સુદ્ધની હૂંફ મેં એ જ કારણે જતી કરી છે. પણ એમાં મેં કશું ગુમાવ્યું હોય એમ આજે પણ
Page #7
--------------------------------------------------------------------------
________________
ર૭૮]
દર્શન અને ચિંતન નથી લાગતું, ઊલટું ધન્યતા અનુભવું છું. એમ ધારીને કે હું જાણી જોઈને લેભ, લાલચ, દબાણ કે અનુસરણને વશ થઈ અવિદ્યા કે અસત્યને રસ્તે ન ગમે એ કાંઈ ના સૂને લાભ છે ?
મારી જીવનદષ્ટિ ઘડવામાં અને સત્યશોધનની રુચિ તીવ્ર બનાવવામાં શાસ્ત્રીય વ્યાસંગ ઉપરાંત બીજાં પણ કેટલાંક બળોએ કામ કર્યું છે. એ બળો એટલે સંતમહાત્માને સીધે સમાગમ. જ્યારથી ગાંધીજી હિન્દુસ્તાનમાં આવી સ્થિર થયા ત્યારથી જ તેમને મળવામાં, તેમની સાથે ચર્ચા કરવામાં અને બને ત્યારે શેડે પણ તેમને સહવાસ કરવામાં મને પૂરે રસ હતે. તેને લીધે ઘણા પૂર્વગ્રહ બદલાયા અને ઘણા પૂર્વગ્રહ વધારે સંશોધિત થયા. શ્રધેય મશરુવાલાના જાતસમાગમ અને પ્રત્યક્ષ ચર્ચા તેમ જ તેમનાં લખાણના વાચને પણ વિચારનું નવું પ્રસ્થાન પૂરું પાડ્યું. પૂજ્ય નાથજી જેવા સમર્થ ગાભ્યાસી સાથેની પ્રત્યક્ષ વાતચીત અને ચર્ચાઓએ પણ ભ્રમનાં ઘણાં જાળાં તોડ્યાં. આ રીતે શાસ્ત્રીય વાચન, ચિંતન, સત્યજિજ્ઞાસાની નિષ્ઠામાં પરિણમ્યું. અલબત્ત, મારે કબૂલ કરવું જોઈએ કે મારી આ નિષ્ઠા હજી અનુભવમાં ઊતરી નથી. માત્ર વિચાર અને નિર્ણય પૂરતી જ છે. અને તેથી તે પરોક્ષ છે એમ જ કહી શકાય. પણ જ્યારે હું જોઉં છું કે સત્યસંશોધનની પરેલ નિષ્ઠા પણ માણસના મનને કેટલું અજવાળે છે અને તેને કેટલું બળ આપે છે, ત્યારે અંધકારનું મારું વિશ્વ જુદું રૂપ ધારણ કરે છે.
ઘણાં વર્ષો પહેલેથી મારા નિકટના ગંભીર વિદ્વાનો મને હમેશાં એમ જ કહેતા આવ્યા છે કે તમે જૈન શાસ્ત્રના અનુવાદ, વિવેચન અને સંદર્ભે પાછળ શા માટે પડ્યા છે ? છેવટે તો જૈન સમાજ ખાબોચિયા જેટલે, તેમાંય સમજનાર અને કદરદાન કટલે ? વળી તેઓ એમ પણ કહેતા રહ્યા છે કે જે તમે વૈદિક પરંપરાનાં વિવિધ દર્શન અને બૌદ્ધ દર્શનને જિજ્ઞાસુભાવે પ્રામાણિક અભ્યાસ કર્યો છે તે એ દર્શને વિષે મુખ્યપણે કામ કેમ નથી કરતા ? એક તો એનું ક્ષેત્ર વિશાળ અને બીજું તમારે શ્રમ પણ વધારે સાર્થક બને. મિત્રની એ વાત તદ્દન સાચી છે એમ હું પહેલેથી જ જાણું છું. વૈદિક દર્શન અને બદ્ધ દર્શન વિષે હું શાસ્ત્રીયકામ કરું તે કાર્ય પ્રદેશ વિસ્તારવા ઉપરાંત યશકીર્તિ અને અર્થલાભ પણ વધવાને એ વિષે મને કદી સંદેહ ન હતો અને હજી પણ નથી; છતાં મને હમેશાં એમ જ થયા કર્યું છે કે હું જે પરંપરામાં જન્મ્યો છું તેમાં કામ કરવાની મારી
Page #8
--------------------------------------------------------------------------
________________
સુવર્ડ્ઝ ચન્દ્રક સમાર’લ પ્રસગે
[ ૨૭:
શક્તિ હાય અને તેવા અવકાશ પણ હોય તે મારે બીજા દેખીતા લાબાને ભાગે પણ એ જ પરંપરાનું કામ મુખ્યપણે કરવું જોઈએ. છેવટે માનવ– સમાજ તો એક જ છે, જૈન સમાજ એ મોટા સમાજનું નાનું પણ અગત્યનું અંગ છે. તેની સાહિત્ય અને સંસ્કાર સમૃદ્ધિ પ્રાચીન હેડવા ઉપરાંત ઉપયાગી અને મૂલ્યવતી પણ છે, તો પછી એનું સંશોધન કાં ન કરવું? છેવટે તા જો સશોધન સાચું અને વ્યાપક હશે તો ખીજી દાનિક પરંપરાના સંશોધનમાં પણ ઉપયોગી થશે. આવી શ્રદ્દાયી હુ છેલ્લાં ત્રીશ વર્ષ થય અવિચ્છિન્નપણે જૈનપરંપરાના શાસ્ત્રીય અને વ્યાવદ્વારિક ક્ષેત્રને અલ્પાંશ પણ ખેડી રહ્યો છું. એ ખેડાણની અસર જૈન સમાજના રૂઢ વર્ગોમાં ગમે તેટલી ઊલટી થઈ હોય છતાં વાસ્તવિક રીતે એણે જૈન પરંપરાના વિચારપ્રદેશને પણ ઉન્નત કરવામાં કે પરિમાર્જિત કરવામાં અપાંશે પણ ફા આપ્યો છે એમ હું અનુભવથી કહુ તે કાઈ મયુક્તિ કે લૈંક્તિ ન સમજે, કેમકે છેવટે તા મારી પામરતા અને અલ્પતાનું મને જેટલું ભાન છે તેટલું ખીજાને ભાગ્યે જ હશે. આટલું કથન પણ એટલા માટે કરું છું કે તટસ્થ અને નિર્ભય વૃત્તિનું પરિણામ એક દર કેવું ઇષ્ટ આવે છે તે સમજી શકાય.
.
મે સામાજિક અને રાષ્ટ્રીય દૃષ્ટિએ જે વિચારો ધર્મ અને તત્ત્વજ્ઞાનની વ્યાપક દૃષ્ટિએ કાંઈક વધારે અથવા એમ કહે કે એવા વિચારે મારે કરવા પડયા છે. જૈન–જૈનેતર સમાજમાં ચાલતી અનેક સંસ્થાઓમાં અષાતા ધર્મ તત્ત્વજ્ઞાન વિષયક શિક્ષણ અને તેના પાઠ્યક્રમનું ઘેાડુ પરિશીલન પણ કર્યું છે. મને અનુભવે લાગ્યું છે કે આપણે ત્યાં અપાતુ' ધર્મ અને તત્ત્વજ્ઞાનનું શિક્ષણ બહુ જ સ'કુચિત દૃષ્ટિથી તેમ જ અયાગ્ય હાથે–અયેાગ્ય રીતે અપાય છે. પરિણામે એવું શિક્ષણ લેનાર, આગળ જતાં જો તેજસ્વી હોય તેા ધર્મ અને તત્ત્વજ્ઞાનના શિક્ષણ પ્રત્યે અશ્રદ્ધાળુ બની જાય છે. અને જો તે મધ્યમ શક્તિનો અગર પ્રથમાધિકારી હોય તો સાવ જડ બની જાય છે. તે પેાતાનું સત્ય બીજાને બુદ્ધિપૂર્વક સમજાવી નથી શકતા અને ખીજાનું ગમે તેટલું સારું તેમ જ સચોટ વક્તબ્ધ હોય તોપણ તેને કાં તો સમજી જ નથી શકતા અગર તે સમજવાની પરવા નથી કરતા. તેથી જ્યાં ટ્રૂખે! ત્યાં ધમ અને તત્ત્વજ્ઞાનનાં શિક્ષણને પરિણામે નિસ્તેજ માસ્તાનું જ જૂથ નજરે પડે છે. અધ્યયન, વિચાર અને વિવેકની વધારેમાં વધારે સામગ્રીના આ જમાનામાં પણ ન સમાજ઼ના ધર્મ કે તત્ત્વજ્ઞાનના શિક્ષકો સાવ તેજહીન જ દેખાય છે; અને
કર્યો છે તે કરતાં
વિચારશ કર્યાં છે.
એને લીધે મે
Page #9
--------------------------------------------------------------------------
________________
• ]
દેશન અને ચિંતન
પૈસાઘર કે સત્તાધારી કે મદારીøત્તિના ગુરુવર્ગનાં રમકડાં માત્ર બની જાય છે. તેમનું ધર્મ અને તત્ત્વજ્ઞાનનું શિક્ષણ તેમને જ કેદમાં પૂરે છે. અને સમાજ તે જ્યાં હતેા ત્યાં જ રહે છે. જાતી ઢમની જે પાઠશાળાઓ ધશિક્ષકને તૈયાર કરે છે અગર જે પાઠશાળાઓ એવા ધમ શિક્ષકાને આશ્રય આાપે છે, તેમ જ જે નવી ઢમનાં ગુરુકુળા, બ્રહ્મચર્યોંત્રમા અને છાત્રાલયે કે કૉલેજો આ દિશામાં કામ કરે છે તે બધાંની એક દર ઓછેવત્તે અ ંશે આ જ સ્થિતિ છે. તેમાં શીખનાર વિદ્યાર્થી હાય કે શીખવનાર પડિત. માસ્તર કે અધ્યાપક હાય; તે બધા જાણે પરવશપણે અને અરુચિથી જ એ શીખ-શિખવે છે એમ ગમે તે જોનાર જોઈ શકશે.
એક તરફ ધમ અને તત્ત્વજ્ઞાનના શિક્ષણ પ્રત્યેનો અનુરાગ આપણને હાડાહાડ વ્યાપેલ છે, અને ખીજી બાજુ તેવું શિક્ષણ લેનાર કે દેનાર પ્રત્યે આપણી જોઈએ તેવી બહુમાનત્તિ નથી એટલુ જ નહીં પણ મોટે ભાગે તે આવું શિક્ષણ લેનાર કે દેનારને આપણે તુચ્છ દૃષ્ટિથી જોઈએ છીએ. આના પડઘા ધમ અને તત્ત્વજ્ઞાનનું શિક્ષણ લેનાર વિદ્યાર્થી અને દેનાર શિક્ષા ઉપર પડે છે. તે એક અથવા બીજી લાચારીને લીધે તેમાં પડેલ હાય છે. પણ તે પેાતાના મનને ચોવીસે કલાક કહ્યા કરે છે કે તું આ ચક્રમાંથી મુક્ત થા ! ધર્મ તત્ત્વજ્ઞાનના શિક્ષણમાં જેમણે અનેક વર્ષો ગાળ્યાં હાય એવા અનેક તેજસ્વીને મે જોયા છે કે જે હંમેશને માટે તે ક્ષેત્ર છેડી દે છે. એટલું જ નહી પણ પોતાની સંતતિ કે પોતાના લાગતા વળગતા કાઈને એ રસ્તે જતાં તદ્દન શકે છે. આનુ મૂળ, ધર્મ અને તત્ત્વજ્ઞાનનું શિક્ષણ લેનાર દેનાર પ્રત્યેની આપણી તુષ્ટિમાં રહેલું છે.
મે એકવાર એક સમય સસ્થા ચલાવનાર બહેનને કહેલું કે તમે ધર્મ –શિક્ષણના જેટલો આગ્રહ રાખે છે, ઓછામાં એન્ડ્રુ તેટલું બહુમાન તો ધર્માશિક્ષક પ્રત્યે રાખવું જ ઘટે, જો તમે ધશિક્ષકને હાર્દિક આદરથી નહી' જોતાં હૈ। અગર ન જોઈ શકે તે ખરી રીતે એમાં ધર્માશિક્ષણની જ હત્યા છે. જૂની પ્રણાલીમાં દોષ જોનાર નવા શિક્ષિત ગણાતા વગે પોતાને આશ્રયે ચાલતાં વિદ્યાલયે કે છાત્રાલયેામાં પણ ધર્મ કે તત્ત્વજ્ઞાનના શિક્ષણ વિષે કાઈ ધ્યાન ખેંચે એવા સુધારા કર્યાં નથી એ એકદુ દેવ છે. ઘણીવાર એમ જ લાગે છે કે નવશિક્ષણ પામેલ વકીલ, સેલિસિટર, ઍરિસ્ટર ૉક્ટર કે વ્યાપારી–એ બધા નવી સંસ્થામાં ધર્મ અને તત્ત્વજ્ઞાનનું શિક્ષણ આપે–અપાવે છે તે માત્ર તીપુરાહિતની વૃત્તિ જેવું છે. એવા પુરાહિતા
Page #10
--------------------------------------------------------------------------
________________
સુવણચન્દ્રક સમાર ́લ પ્રસ ગે
[ ૧
જે તીર્થોમાં રહે તેની પવિત્રતા અને મહત્તાનાં ગુણગાન કરે છે તે ફક્ત યાત્રાળુઓની શ્રદ્ઘા સતેજ કરી તે દ્વારા ધમ' મેળવવા; કેમકે પુહિતા પોતે જ એ તીની પવિત્રતા ભાગ્યે જ સાચવતા હોય છે. એ જ રીતે ઘણીવાર કહેવાતી નવી સંસ્થાના સૂત્રધારા પણ, ભલે ધર્મ અને તત્ત્વજ્ઞાનનાં શિક્ષણના નામે ધર્મ પ્રત્યે શ્રદ્ધા ધરાવનાર ધનવાનોની શ્રદ્ધાને સંસ્થાના હિતમાં હાવાની સવૃત્તિથી પ્રેરાયા હોય, છતાંય તે છેવટે ધર્મ અને તત્ત્વજ્ઞાનના શિક્ષણમાં મહત્ત્વના કાઈ ફેરફાર કરી શકતા નથી, અને જૂની પાશાળાએડની નવી આવૃત્તિ ઊભી કરતા જ દેખાય છે. વિશેષતા એ હાય છે કે જૂની પાઠશાળાના ગામડિયા કે ફૂલી વિદ્યાર્થીઓ ખડખાર નથી હોતા જ્યારે કૉલેજ અને યુનિવર્સિટીના છાત્રા પૂરા બંડખાર હોવાથી વિદ્યાલયો કે ત્રાલયોના સંચાલકાની પૂરેપૂરી ઠેકડી કરે છે; અને એ રીતે ધમ તેમ જ તત્ત્વજ્ઞાનની વગેાવણી થાય છે. તેથી આ પ્રશ્ન નવેસરથી તત્કાળ વિચારણા માગે છે.
લાગ્યા છે તે એક
પ્રાચીન પુસ્તકાનાં પ્રકાશન અને સમ્પાદનના નાદ રીતે સારી જ વસ્તુ છે, પણ દુવે એમ બન્યું છે કે આ ક્ષેત્રમાં કામ ફરનાર માટે ગુરુવ કે પડિતવગ એ દ્વારા સમાજ કે જ્ઞાનની કાઈ ઉન્નત ભૂમિકા સાધવાને બદલે પેતપેાતાની નામના, પોતપોતાની જુદી પેઢી અને પોતપાતાના જુદા ચકાને પોષવા ખાતર જ કચરાપટ્ટી જેવાં પ્રકાશન કે સમ્પાદનકાર્યમાં સમાજની અને પોતાની સમગ્ર શક્તિના અપવ્યય કરે છે. જ્ઞાનમાં કે વિચારમાં નવા કાળે આપવાની વાત તે1 બાજુએ રહી, પણ ઘણીવાર એવાં ભાષાન્તરે અને નવી ટીકાઓ રચાતાં-છપાતાં દેખાય છે કે જ્યાં મૂળને સમજવા માટે એક ગુરુની જરૂર હોય ત્યાં તેની સંસ્કૃત ટીકા સમજવા અનેક ગુરુની જરૂર પડે. જુદા જુદા ચોકાની સ્પર્ધા પણ એવી છે કે એક સાધુ અણુસમજી શ્રદ્ધાળુ શ્રાવકને અમુક ગ્રંથનું મહત્ત્વ હસાવી તેની મદદ લે તે બીજો તેથી ય ઊતરતા ગ્રંથનું તેથી ય વધારે મહત્ત્વ પોતાના અણુસમજી શ્રાવકને સમજાવી તેની પાસેથી વધારે મદદ લે. આમ જ્યાં દેખા ત્યાં, પ્રકાશન સંસ્થાની અવિવેકી હરીફાઈ ને લીધે નથી. યોગ્ય સાહિત્યનું યોગ્ય રીતે સમ્પાદન થતું, નથી જરૂરી નવું તત્ત્વ દાખલ થતું કે નથી પિષ્ટપેષણ અટકતું.
ભારતીય દર્શન સાહિત્યની એક વિશેષતા જૈન સાહિત્યમાં પણ આવી છે; પરંતુ તે વિશેષતા ગુણુરૂપે પરણમવા કરતાં દેષરૂપે જ વધારે પરિણમી
Page #11
--------------------------------------------------------------------------
________________
ર૮૨]
દર્શન અને ચિંતન છે. એ વિશેષતા એટલે નાના કે મોટા ગમે તે મુદ્દા પરત્વે મતભેદ હોય ત્યાં બીજાનું ખંડન અને પિતાનું મંડન કરવાની શૈલી. આ શૈલી માત્ર વાદરૂપ ન રહેતાં વિવાદમાં પરિણામ પામી છે. એક તે જૈન સમાજ નાને, તેમાં ત્યાગી કે પંડિતવર્ગ તેથીયે નાને, તેમાં અનેક ફિરકા અને ગભેદે વચ્ચે અરસપરસ નજીવા મતભેદમાંથી મોટી તકરારે અને વિવાદ ઊભા થાય એટલે એ પ્રસંગે શિક્ષણ વખતે વારસામાં મળેલ ખંડમંડનની શૈલી ઉગ્ર વિવાદરૂપે અને ઘણીવાર મૂખની સૂચક ચચરૂપે બહાર આવે છે. જૈન પંડિતો અને જેન ત્યાગીઓને બહુધા અંદરોઅંદર જ વાદવિવાદમાં ઊતરવું પડે છે. બીજા બળવાન સપ્રદાય કે દર્શનના વિદ્વાન સમક્ષ તેઓ ભલે ચૂપકીદી પકડે, છતાં ઘણીવાર તેઓ અંદરોઅંદર આખડે છે. એવે વખતે વારસામાં મળેલ અનેકાન્તને પ્રાણભૂત સમન્વય સિદ્ધાંત બાજુએ રહી જાય છે અને સામસામી છાવણીઓ રચાય છે. સ્થાનકવાસી અને મૂર્તિપૂજક, દિગંબર અને શ્વેતાંબર, તેરાપંથી અને સ્થાનકવાસી એ જ પક્ષે અંદરઅંદર આખડતા હોય તોય બહુ ન હતું, પણ હવે તે આ રોગ એટલે સુધી વધ્યો છે કે એક જ ફિરકાના અને એક જ ગચ્છના બે જુદા જુદા ગુરુ ધરાવનાર પક્ષે પણ તિથિભેદ જેવી નજીવી બાબતમાં મહાયુદ્ધના મોરચા માંડે છે, અને સમાજમાં અલ્પાંશે જીવતું રહેલ સૌમનસ્ય અને ઐક્ય ધર્મરક્ષાને બહાને વેડફી નાખે છે. માત્ર પંડિતે કે માત્ર સાધુઓ અંદરઅંદર લડી મરતા હતા તે બહુ કહેવાપણું પણ ન રહેત. અહીં બને. પક્ષકારે શ્રાવકગણને પણ સંડે છે. શ્રાવકે પણ એટલા બધા શાણું અને ઉદાર છે કે પિતાનું સમગ્ર શાણપણ અને ઔદાર્ય હિટલર તેમ જ ટેલિનને ચરણે ધરી દે છે. મને તો એ જ નથી સમજાતું કે જેઓ મહાવ્રતી અને મહાશાસ્ત્રધાર કે મહાવક્તા હોય તેઓને તેમને અહિંસા અને સ્વાદ વાદ સિદ્ધાંત આવા વિષમ પ્રસંગે સૂઝને કેમ નહિ હોય? અગર તેમને સહાયક થતા કેમ નહિ હોય? જે ભગવાનના અહિંસા અને અનેકાન્તના સિદ્ધાંતનું સામાજિક જીવનમાં આવું દેવાળું જ કાઢવાનું હોય તો આપણે બીજા સમક્ષ કયે મોટે તેનું મહત્વ બતાવી શકીશું! એ જરા વિચારે અને જો આપણે આ રીતે વૈમનસ્ય અને તકરારનું વિષપાન કરતા રહ્યા તેમ જ એવી તકરારના મોવડીઓને માન આપતા રહ્યા તે શું આપણે એવી આશા રાખી શકીએ કે ક્યારેક પણ જૈન સમાજના જુદા જુદા ફિરકાઓ સર્વમાન્ય સામાન્ય સિદ્ધાંત ઉપર ખરા દિલથી એક તખતા ઉપર એકત્ર થવાના ? આજ લગી ગમે તેમ ચાલ્યું અને નળ્યું હોય, પણ હવે આ સ્થિતિ એક
Page #12
--------------------------------------------------------------------------
________________
અવષ્ણુ ચન્દ્રક સમારભ પ્રસંગે
[ ૨૮૩
ક્ષણ નભાવી લેવા જેવી નથી. મને આવા ક્ષુદ્ર મતભેદની મહા તકરાશનુ મૂળ કારણુ વિચારતાં એ લાગ્યું છે કે ધક્ષેત્રને કુરુક્ષેત્ર બનાવનાર પતિ અને ત્યાગીઓની સામે કાઈ મહાન રચનાત્મક આદશ નથી, એટલે તેમની ફાજલ પડેલી શક્તિએ વારસામાં મળેલ ખડનરોલીના આશ્રય લઈ ભીન્ન સામે બાથ ભીડવાની અશક્તિને લીધે અદરાઅંદર અફળાય છે અને સમાજને છિન્નભિન્ન કરી નાખે છે. આના નિવારણના ઉપાય એ જ છે કે તેવા વિદ્વાન ગણાતા પચિંતા અને ત્યાગીએ સાહિત્ય, સમાજ કે રાષ્ટ્રના કાઈ પણ નવપ્રદેશમાં પેાતાના રચનાત્મક કાળા આપે. જ્યારે તે પણ નવસર્જન કરવા પ્રેરાયા હશે ત્યારે તેમને નકામા ખેલવા, લખવા કે તકરાર કરવા જેટલી ફુરસદ જ નહિ રહે. જો સમયસર કાઈ નહિ ચેતે તે થોડા જ વખતમાં તેવા વા અને તે વર્ગના આશ્રયભૂત થાઅનેા કાઈ સમજદાર ભાવ પણ નહિ પૂછે.
કાંઈ
ઉપરની ચર્ચા સાંભળનાર એક પ્રશ્ન જરૂર કરી શકે કે સમાજને નવસર્જનને યાગ્ય નવા ફાળા આપ્યાની સર્વમાન્ય કસોટી શી?
મારા ઉત્તર એ છે કે શાસ્ત્ર, શિક્ષણ, સમાજ કે રાષ્ટ્ર વગેરે કાઈ પણ ક્ષેત્રમાં કરાયેલ સ કપ્રયત્નનું મૂલ્ય જો જૈનેતર સમાજમાં કાય અને જૈનેતર લૉકા માટે પણ અનુકરણીય અને તેા જરૂર સમજવું કે જૈનોનું એ નવસર્જન સમાજને યુગાનુરૂપ ફાળા છે.
મેં પ્રારંભમાં જ કહ્યું છે કે આ ચંદ્રક--અપ ણ વૈયક્તિક નથી. જો એના પ્રેરકહેતુ શાસ્ત્ર ઉપાસના અને સત્યસંશોધનત્તિ હોય તે તે ચંદ્રક પણ છેવટે તેને જ ફાળે જવા જોઈએ. હું અત્યારે વ્યક્તિગત રીતે સ્વીકારું" તોય તે પચે તા એવા પ્રેરક હેતુને જ, તેથી આ ચંદ્રક હું જૈન સંસ્કૃતિસ'શોધક મડળને ભેટ આપું છું, કેમકે એ મડળ પહેલેથી જ તેવા સત્યસંશોધન વૃત્તિના આધાર ઉપર રચાયું છે અને તે જ દિશામાં નિષ્કામપણે. કામ કરી રહ્યું છે, જેને હું સાક્ષી છું. એ મડળ કરતાં વધારે નિભ યપણે અને વધારે નિષ્ઠા સાથે કાઈ ખીજી સંસ્થા જૈન સમાજમાં કાંય કામ કરી રહી હોય તો તે હું નથી જાણતા. વળી ઉકત મંડળનો હું એક વિનમ્ર સભ્ય છું અને તેને સક્રિય કાર્યકર્તા પણુ છું, તેથી જે નિષ્ઠાને લીધે આ ચંદ્રક આપવામાં આવે છે તે જ નિષ્ઠા સેવનાર જૈન મુળને આ ચંદ્રક એની ઈચ્છા પ્રમાણે ઉપયોગ કરવા માટે સોંપી દઉં તે હું ધારું છું કે તમે. અધા પ્રસન્ન થશે જ.
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૮૪]
દુન અને ચિરંતન
હું છેવટે જે જૈન સંસ્કૃતિ મંડળ વિષે અને તેની અત્યારલગીની પ્રવૃત્તિ વિષે ન જાણતા હોય તેમનું ધ્યાન એ તરફ ખેંચું છું અને માગી લઉ છું કે જેઓ જૈન સંસ્કૃતિના પુનઃ સંશોધનમાં થોડા પણ રસ ધરા-વતા હાય તેઓ એ મડળના સભ્ય અને અને તેના સાહિત્યને વાંચે–વિચારે તેમ જ તેનું ધણુ સાચવી તેમાં પોતાના કાળે આપે.
અહીં જે ભાઈ-બહેનેા ઉપસ્થિત છે તેમને મારી એક વિનતિ છે, તે એ કે જેઓની શક્તિ અને રુચિ હાય તેએ મારાં ગુજરાતી કે હિંદી લખાણો વાંચે. હું એ નથી ઇચ્છતા કે કાર્ય તેને અંધ અનુગામી અનીને જ વાંચે. મારી આકાંક્ષા તે હમેશાં એ રહી છે કે વાંચનાર વાંચે તે સમાલોચક દૃષ્ટિએ વાંચે. એવા વાચનમાંથી જ વાચક અને લેખકની ભૂમિકા ઉન્નત ચાય છે અને સમાજનું ધારણ પણ ઊંચુ આવે છે. અલબત્ત, સમાલેચનામાં પણ વિવેક અને સમત્વની તો જરૂર હાય જ છે. છતાં સમાલાચનાના મુખ્ય સુર સાંભળેલ–વાંચેલમાંથી અસંગત કે ખોટી વસ્તુઓને તારવી દૂર કરવા-કરાવવાનો હોય છે. મારાં લખાણને મોટા ભાગ જૈન પરંપરાને જ સ્પર્શ કરે છે, તેથી જેને માટે એ જેટલે અંશે અનુકૂળ આવે તેટલે અંશે જૈનેતાને કદાચ અનુકૂળ ન આવે, અગર સમજવામાં સરળ ન પડે; છતાં હું પોતે એમ માનનારા છું કે જ્ઞાન અને વિચારની ભૂમિકામાં આ કે તે પથના ચોકા ન જ રહેવા જોઈ એ. જેના જો એમ માનીને વતે કે તેતર સાહિત્ય કે શાસ્ત્ર વાંચવા—ચિતવવાથી શા કાયદા, તે તેએ પોતે પેત્તાની જૈનપર પરાને પણ કદી પૂરા ન્યાય આપી નહી શકે. એ જ રીતે જૈનેતર પણ પોતાની આસપાસની જૈન પરંપરા વિષે વાસ્તવિકપણે ન જાણે તા તેની જ્ઞાનસીમા પણ એકદેશીય અને ભ્રાન્ત રહેવાની. વળી જેમ વ્યવહારના દરેક ક્ષેત્રમાં જૈન કે જૈનેતર એ ભેદ નથી ચાલતે તેમ તત્ત્વજ્ઞાન અને ધર્મના વિચારક્ષેત્રમાં પણ એવા ભેદ અસ્થાને છે. મે પોતે તે આખા અભ્યાસકાળ દરમ્યાન વૈદિક, જરથુસ્ત, ઇસ્લામ અને ખ્રિસ્તી આદિ પર પરાના અભ્યાસ પ્રત્યે એટલા જ હાર્દિક આદરથી ધ્યાન આપ્યું છે, જેટલા આદરથી જૈન પરપરાના અભ્યાસ પ્રત્યે. પરિણામે મને બધામાં પરિભાષાભેદ અને ખીજા એવા સ્થૂળભેદ સિવાય વાસ્તવિક વનસ્પર્શી બેદ “જેવું કાંઈ દેખાયું નથી. એથી તેા અભ્યાસમાં રસ પોષાયા છે ને જ્ઞાનની પિપાસા સતેજ બની છે. હું ધારું છું કે આ ન્યાય સૌને લાગુ પડી શકે છે. મેં માત્ર જૈનપરંપરાને લક્ષી લખ્યું છે તે તે એ દૃષ્ટિથી કે તેનું સાહિત્ય અને તેની વિચારપ્રણાલિકા એકદેશીય મટી યુગાનુરૂપ વ્યાપક બને, એટલે
Page #14
--------------------------------------------------------------------------
________________ સુર્ણચન્દ્રક સમારંભ પ્રસંગે [2 એમાંથી જેનેરેને પણ બહુ નહીં તે ડુંક પણ વિચારવા જેવું મળશે જ, મેં જ્યારે જ્યારે સમાજની બાબતમાં લખ્યું છે ત્યારે મુખ્યપણે જૈન સમાજને જ લક્ષમાં રાખ્યો છે, તેનું કારણ એ નથી કે બીજા સમાજ કરતાં જૈિન સમાજને હું ચડિયાત માનું છું. પણ તેનું કારણ માત્ર એટલું જ છે, કે હું મારું વન્ય જૈન સમાજને સમજાવી શકું ને કેટલીક ત્રુટીઓ તરફ તેનું ધ્યાન ખેંચી શકું તે તે દ્વારા મારી અલ્પશક્તિનો ઉપયોગ બીજા સમાજો માટે પણ સુકર બને. આ જ કારણથી હું જન-જૈનેતર બધાને સમાનભાવે વાંચવા-વિચારવા વિનવું છું* –સમયધર્મ, વર્ષ 16, અંક 20-21-2 (વિ. સં. 2003) * શ્રી વિજયધર્મસૂરિ જૈન સાહિત્ય સુવર્ણચંદ્રકના સ્વીકાર નિમિત્તે, શ્રી વિજયધર્મસૂરિજીના સ્વર્ગવાસની પચીસમી જયંતી પ્રસંગે, ભાવનગરમાં તા. , ૨૯-૯-૪૭ના રોજ આપેલ ભાષણ.