Book Title: Suvarna Chandraka Samarambha Prasange
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 13
________________ ૧૮૪] દુન અને ચિરંતન હું છેવટે જે જૈન સંસ્કૃતિ મંડળ વિષે અને તેની અત્યારલગીની પ્રવૃત્તિ વિષે ન જાણતા હોય તેમનું ધ્યાન એ તરફ ખેંચું છું અને માગી લઉ છું કે જેઓ જૈન સંસ્કૃતિના પુનઃ સંશોધનમાં થોડા પણ રસ ધરા-વતા હાય તેઓ એ મડળના સભ્ય અને અને તેના સાહિત્યને વાંચે–વિચારે તેમ જ તેનું ધણુ સાચવી તેમાં પોતાના કાળે આપે. અહીં જે ભાઈ-બહેનેા ઉપસ્થિત છે તેમને મારી એક વિનતિ છે, તે એ કે જેઓની શક્તિ અને રુચિ હાય તેએ મારાં ગુજરાતી કે હિંદી લખાણો વાંચે. હું એ નથી ઇચ્છતા કે કાર્ય તેને અંધ અનુગામી અનીને જ વાંચે. મારી આકાંક્ષા તે હમેશાં એ રહી છે કે વાંચનાર વાંચે તે સમાલોચક દૃષ્ટિએ વાંચે. એવા વાચનમાંથી જ વાચક અને લેખકની ભૂમિકા ઉન્નત ચાય છે અને સમાજનું ધારણ પણ ઊંચુ આવે છે. અલબત્ત, સમાલેચનામાં પણ વિવેક અને સમત્વની તો જરૂર હાય જ છે. છતાં સમાલાચનાના મુખ્ય સુર સાંભળેલ–વાંચેલમાંથી અસંગત કે ખોટી વસ્તુઓને તારવી દૂર કરવા-કરાવવાનો હોય છે. મારાં લખાણને મોટા ભાગ જૈન પરંપરાને જ સ્પર્શ કરે છે, તેથી જેને માટે એ જેટલે અંશે અનુકૂળ આવે તેટલે અંશે જૈનેતાને કદાચ અનુકૂળ ન આવે, અગર સમજવામાં સરળ ન પડે; છતાં હું પોતે એમ માનનારા છું કે જ્ઞાન અને વિચારની ભૂમિકામાં આ કે તે પથના ચોકા ન જ રહેવા જોઈ એ. જેના જો એમ માનીને વતે કે તેતર સાહિત્ય કે શાસ્ત્ર વાંચવા—ચિતવવાથી શા કાયદા, તે તેએ પોતે પેત્તાની જૈનપર પરાને પણ કદી પૂરા ન્યાય આપી નહી શકે. એ જ રીતે જૈનેતર પણ પોતાની આસપાસની જૈન પરંપરા વિષે વાસ્તવિકપણે ન જાણે તા તેની જ્ઞાનસીમા પણ એકદેશીય અને ભ્રાન્ત રહેવાની. વળી જેમ વ્યવહારના દરેક ક્ષેત્રમાં જૈન કે જૈનેતર એ ભેદ નથી ચાલતે તેમ તત્ત્વજ્ઞાન અને ધર્મના વિચારક્ષેત્રમાં પણ એવા ભેદ અસ્થાને છે. મે પોતે તે આખા અભ્યાસકાળ દરમ્યાન વૈદિક, જરથુસ્ત, ઇસ્લામ અને ખ્રિસ્તી આદિ પર પરાના અભ્યાસ પ્રત્યે એટલા જ હાર્દિક આદરથી ધ્યાન આપ્યું છે, જેટલા આદરથી જૈન પરપરાના અભ્યાસ પ્રત્યે. પરિણામે મને બધામાં પરિભાષાભેદ અને ખીજા એવા સ્થૂળભેદ સિવાય વાસ્તવિક વનસ્પર્શી બેદ “જેવું કાંઈ દેખાયું નથી. એથી તેા અભ્યાસમાં રસ પોષાયા છે ને જ્ઞાનની પિપાસા સતેજ બની છે. હું ધારું છું કે આ ન્યાય સૌને લાગુ પડી શકે છે. મેં માત્ર જૈનપરંપરાને લક્ષી લખ્યું છે તે તે એ દૃષ્ટિથી કે તેનું સાહિત્ય અને તેની વિચારપ્રણાલિકા એકદેશીય મટી યુગાનુરૂપ વ્યાપક બને, એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14