________________
સુવણચન્દ્રક સમાર ́લ પ્રસ ગે
[ ૧
જે તીર્થોમાં રહે તેની પવિત્રતા અને મહત્તાનાં ગુણગાન કરે છે તે ફક્ત યાત્રાળુઓની શ્રદ્ઘા સતેજ કરી તે દ્વારા ધમ' મેળવવા; કેમકે પુહિતા પોતે જ એ તીની પવિત્રતા ભાગ્યે જ સાચવતા હોય છે. એ જ રીતે ઘણીવાર કહેવાતી નવી સંસ્થાના સૂત્રધારા પણ, ભલે ધર્મ અને તત્ત્વજ્ઞાનનાં શિક્ષણના નામે ધર્મ પ્રત્યે શ્રદ્ધા ધરાવનાર ધનવાનોની શ્રદ્ધાને સંસ્થાના હિતમાં હાવાની સવૃત્તિથી પ્રેરાયા હોય, છતાંય તે છેવટે ધર્મ અને તત્ત્વજ્ઞાનના શિક્ષણમાં મહત્ત્વના કાઈ ફેરફાર કરી શકતા નથી, અને જૂની પાશાળાએડની નવી આવૃત્તિ ઊભી કરતા જ દેખાય છે. વિશેષતા એ હાય છે કે જૂની પાઠશાળાના ગામડિયા કે ફૂલી વિદ્યાર્થીઓ ખડખાર નથી હોતા જ્યારે કૉલેજ અને યુનિવર્સિટીના છાત્રા પૂરા બંડખાર હોવાથી વિદ્યાલયો કે ત્રાલયોના સંચાલકાની પૂરેપૂરી ઠેકડી કરે છે; અને એ રીતે ધમ તેમ જ તત્ત્વજ્ઞાનની વગેાવણી થાય છે. તેથી આ પ્રશ્ન નવેસરથી તત્કાળ વિચારણા માગે છે.
લાગ્યા છે તે એક
પ્રાચીન પુસ્તકાનાં પ્રકાશન અને સમ્પાદનના નાદ રીતે સારી જ વસ્તુ છે, પણ દુવે એમ બન્યું છે કે આ ક્ષેત્રમાં કામ ફરનાર માટે ગુરુવ કે પડિતવગ એ દ્વારા સમાજ કે જ્ઞાનની કાઈ ઉન્નત ભૂમિકા સાધવાને બદલે પેતપેાતાની નામના, પોતપોતાની જુદી પેઢી અને પોતપાતાના જુદા ચકાને પોષવા ખાતર જ કચરાપટ્ટી જેવાં પ્રકાશન કે સમ્પાદનકાર્યમાં સમાજની અને પોતાની સમગ્ર શક્તિના અપવ્યય કરે છે. જ્ઞાનમાં કે વિચારમાં નવા કાળે આપવાની વાત તે1 બાજુએ રહી, પણ ઘણીવાર એવાં ભાષાન્તરે અને નવી ટીકાઓ રચાતાં-છપાતાં દેખાય છે કે જ્યાં મૂળને સમજવા માટે એક ગુરુની જરૂર હોય ત્યાં તેની સંસ્કૃત ટીકા સમજવા અનેક ગુરુની જરૂર પડે. જુદા જુદા ચોકાની સ્પર્ધા પણ એવી છે કે એક સાધુ અણુસમજી શ્રદ્ધાળુ શ્રાવકને અમુક ગ્રંથનું મહત્ત્વ હસાવી તેની મદદ લે તે બીજો તેથી ય ઊતરતા ગ્રંથનું તેથી ય વધારે મહત્ત્વ પોતાના અણુસમજી શ્રાવકને સમજાવી તેની પાસેથી વધારે મદદ લે. આમ જ્યાં દેખા ત્યાં, પ્રકાશન સંસ્થાની અવિવેકી હરીફાઈ ને લીધે નથી. યોગ્ય સાહિત્યનું યોગ્ય રીતે સમ્પાદન થતું, નથી જરૂરી નવું તત્ત્વ દાખલ થતું કે નથી પિષ્ટપેષણ અટકતું.
ભારતીય દર્શન સાહિત્યની એક વિશેષતા જૈન સાહિત્યમાં પણ આવી છે; પરંતુ તે વિશેષતા ગુણુરૂપે પરણમવા કરતાં દેષરૂપે જ વધારે પરિણમી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org