Book Title: Suvarna Chandraka Samarambha Prasange Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 6
________________ સુવર્ણચન્દ્રક સમારંભ પ્રસંગે ર૭૭ એક પ્રમુખ સંપ્રદાય-બૌદ્ધધર્મ વિષે કાંઈ વિશેષ જાણેલું નહિ, જેને અવસર આગળ જતાં આવ્યું અને તે વખતે મેં બૌદ્ધ પરંપરાની સ્થવિરમાર્ગ અને મહાયાન અને શાખાઓનાં શાસ્ત્રોને સમજવા અને તેના મર્મને પકડવા ઠીક ઠીક મહેનત કરી. મારી ઈતિહાસ અને તુલનાની દૃષ્ટિ અમુક અંશે વિકસતી જતી હતી, પણ તેને વધારે વેગ તે ત્યારે જ મળે કે, જ્યારે હું માત્ર અધ્યાપન અને વાચનના મારા પ્રિય કામ સાથે સાથે લેખનનું કામ કરવા લાગે. લખવું તે પ્રમાણભૂત જ લખવું અને બને ત્યાં લગી પ્રાચીન વારસામાં કાંઈક ન ફાળો આપ એવી ઉગ્ર વૃત્તિમાંથી ઇતિહાસ અને તુલનાદષ્ટિને વધારે વેગ મળ્યો. એ વેગમાંથી વધારે ને વધારે નિર્ભયતા અને તટસ્થતા પણ આવતી ગઈ. હવે જૈન પરંપરા અને તેની શાસ્ત્રીય કે વ્યાવહારિક દરેક બાજુ વિષે હું યથાશક્તિ નવેસર વિચારતા થયો અને દરેક ફાંટા વિના મારા પહેલાંના સંસ્કારે નવું રૂપાંતર પામવા લાગ્યા, તેમ જ વધારે સચોટ અને સ્પષ્ટ પણ થતા ગયા. આવાં રૂપાંતરની પ્રક્રિયામાં માનસિક મર્યાદાઓ ઉપરાંત સામાજિક અને સાંપ્રદાયિક ઘણું મર્યાદાઓ આડે આવતી. જે વસ્તુ આગળ જતાં સાવ સહેલી લાગી, તે જ સામાજિક અને સાંપ્રદાયિક દબાણે કે ભયસ્થાનને લીધે શરૂઆતમાં બહુ અઘરી લાગેલી. મને છેવટે અનુભવ થયો કે મૃતક જે ફેંકી દેવાને લાયક સંસ્કાર પણ છૂટતાં કેટલી શક્તિને ભાગ લે છે? હું ઘણીવાર પાછો પડ્યો છું, પણ વિચાર કરતાં છેવટે જે સત્ય દેખાય તેને સ્વીકારવામાં ખુલ્લે એકરાર કરવામાં કદી હાર્યો હોઉં એમ યાદ નથી. એનું કારણ વિચારતાં મને એમ લાગે છે કે અણીને પ્રસંગે ગમે તેવી લાગવગ, ગમે તેવી પ્રતિષ્ઠા કે ગમે તેવો લાભ જતો કરવાનું જે માનસિક સાહસ પ્રગટવું તેણે જ ભારે મદદ કરી. મેં કેટલાય પહેલાના શિષ્ય અને મિત્રો ગુમાવ્યા છે, કેટલાય ધનિકોની સહાનુભૂતિ ગુમાવી છે, એટલું જ નહિ પણ કેટલાયની ખફામરજી અને કેટલાયને વિરોધ પણ વહોર્યો છે, પણ તે હસતે મેઢે--અને એમાં લેશ પણ દુઃખ થયું નથી. આવે વખતે મારા પિતાનો જ એ અનુભવ મદદગાર થયો કે માણસ નવા નવા પ્રકાશમાં ન વિચરે અને નવી નવી પ્રાપ્ત સામગ્રીને આધારે નિર્ભયપણે વિચાર ન કરે તે એનું માનસ કેવું જડ થઈ જાય છે, કેવું દુરાગ્રહી થઈ જાય છે અને તે સત્યની વાત કરવા છતાં સત્યથી કેવું પરાગમુખ બની ગતિ કરે છે ! ઊંડી મમતા ધરાવનાર કેટલાય સાધુઓ, સાધ્વીઓ અને આચાર્યો સુદ્ધની હૂંફ મેં એ જ કારણે જતી કરી છે. પણ એમાં મેં કશું ગુમાવ્યું હોય એમ આજે પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14