Book Title: Suvarna Chandraka Samarambha Prasange Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 3
________________ ૨૭૪ ] દર્શન અને ચિંતન પરિચયમાં આવ્યા તેમની પરિચર્ચ અને સહાનુભૂતિથી હું સંસ્કૃત શીખવાના પથે તે પડ્યો પણ મને એ પંથ પૂરતે ન લાગે. વધારે શુદ્ધ અને વધારે સમર્થ એવા સંસ્કૃત જ્ઞાનની ભૂખે મને વ્યાકુળ કરી મૂક્યો. એણે ઊંધ ઉડાડી, સ્વપ્ન સજાવ્યાં, સ્વપ્ન એવાં કે જાણે હું અવારનવાર આકાશમાં ઊડતો હોઉં. મને એમ લાગેલું કે આકાશમાં ઉડવાનાં આ સ્વતે માત્ર માનસિક અસ્વસ્થતામાંથી પેદા થયેલ વાતવ્યાધિનું પરિણામ હાવાં જોઈએ. છેવટે મને સંસ્કૃતજ્ઞાન મેળવવાની સમર્થ ભૂમિકા મળી ગઈ આવી સમર્થ ભૂમિકા પૂરી પાડનાર સ્વર્ગવાસી શાસ્ત્રવિશારદ વિજય ધર્મસૂરીશ્વર. અહીં અત્યારે જે હાજર છે તે શ્રીયુત છોટાલાલભાઈ વકીલ તે વખતે કાશી યશવિજય પાઠશાળાના બે પૈકી એક મંત્રી. બીજા મંત્રી તેમના જ શિક્ષક શ્રીયુત રત્નચંદ માસ્તર હતા. શ્રીયુત છોટાલાલભાઈ તો તે વખતે હજી વકીલાતનો અભ્યાસ જ કરતા. તેમને પ્રમાણિકપણે એમ લાગેલું કે સુખલાલ કાશી જશે તો તેને વધારે મુશ્કેલી પડશે તેથી તે બને મંત્રીઓ શરૂઆતમાં મને કાશી મોકલતાં ખંચકાયા. પણ જ્યારે વિજયધર્મસૂરીશ્વરને તેમના ઉપર મને તત્કાળ રવાના કરવાને તાર આવ્યો ત્યારે તેઓ મને મોકલવામાં સંમત થયા અને મને પણ નિરાંત વળી. એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય કે હજી લગી હું પત્રવ્યવહાર, ઉપરાંત વિજયધર્મસૂરીને કોઈ પણ રીતે જાણતો નહીં. મેં મારી અંધકારાત વિશ્વની સ્થિતિ તો તેમને જણાવેલી જ. કળ્યાં ઝાલાવાડ અને ક્યાં સ્વતંત્રતાસાધ્ય સંસ્કૃતનું શિક્ષણ તેમ છતાં વિજયધર્મસૂરીશ્વરને મને કાશી લાવવા માટે નિર્ણય કરવામાં એક પણ ક્ષણની વાર ન લાગી. એને દેવયાગ કહે કે ઉત્કટ જિજ્ઞાસાનું પરિણામ કહો પણ મારે માટે અહીંથી અભ્યાસની નવી સીમાને પ્રારંભ થશે. અભ્યાસ તો કર હતો સંસ્કૃત ભાષા અને તેમાં લખાયેલ વિવિધ શાને, જેનું મને કાંઈ વિશેષ ભાન ન હતું. પણ આ ભાષા અને એમાં લખાયેલ શાસે એ બધું સંપ્રદાયાધીન હોવાથી એનું શિક્ષણ લેવા અને આપવામાં અનેક ભયસ્થાને રહેલાં છે, તેમ જ અનેક વિરોધી બળે મનને મૂંઝવી પણ નાખે છે. આ સ્થિતિનું ભાન હવે સવિશેષપણે થવા લાગ્યું, ને ઈષ્ટ શિક્ષણ લેવા છતાં અનેક જાતનાં હદયને હચમચાવી નાખે એવાં મંથને પણ શરૂ થયાં. મારા પ્રાથમિક શિક્ષણની વેલ જે સ્થાનકવાસી પંથની વાડને અવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14