________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ રીતે ભારે રકમની નહી ધારેલી ઉપજ ગુરૂશ્રીના ઉપદેશ અને પ્રભાવથી થઈ હતી. મહા સુદિ ૬ ના રોજ અષ્ટોતરી સ્નાત્ર ઘણું ભક્તિ ભાવપૂર્વક ભણાવવામાં આવ્યું હતું આપ્રતિષ્ઠા મહોત્સવમાં આશ્ચર્યકારક ઘટના એ હતી કે આટલી ભારે મેદની મળ્યા છતાં કોઈ માણસને શારીરિક કે આર્થિક ઇજા કે નુકશાની થઈ ન હતી. અને આનંદપૂર્વક મહેસવનું કામ સોપાંગ પાર પડયું હતું.
આ શુભ માંગલિક પ્રસંગને લાભ લઈ મહા સુદિ ૨ ના રોજ શેઠ. ચતુરભાઈ કરસનભાઈ, બકુલભાઈ મકનદાસ, ઠાકરશી ગોવિંદજી, અમરતલાલ સાંકળચંદ એમણે સજોડે ચતુર્થવ્રત આચાર્ય મહારાજ પાસે નાણા મંડાવી ઉચ્ચર્યાં હતાં ને શ્રીફળની પ્રભાવનાઓ કરી હતી તેમજ આશારામ ઘેલાભાઈ, ત્રીકમલાલ લલ્લુભાઈ, રાયચંદ કરશનભાઇ અને ગકુલભાઈ સાંકલચંદ તરફથી અનુક્રમે ૩-૪-૫-૬ ના રોજ નેકારશીઓ જમાડવામાં આવી હતી.
આ મહોત્સવ પ્રસંગે આવેલા સમુદાયને આચાર્ય માહારાજ શ્રીબુદ્ધિસાગર સુરીશ્વરજી એ પ્રસંગાનુસાર ધર્મોપદેશ આપતા હતા.
એ રીતે ગુરૂશ્રીના પ્રભાવથી પ્રતિષ્ઠા મહોત્સવનું કામ નિવિને ઉત્તમ પ્રકારે આનંદપૂર્વક સમાપ્ત થયું હતું.
સાણંદ. સંવત ૧૯૮ના
લેખક– આત્મારામ ખેમચંદ કાપડીઆ,
- ભાદરવા સુદ ૪
For Private And Personal Use Only