________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ કૃત. દેવવંદન સ્તવન સ્તુતિ સંગ્રહ.
ચાતુર્માસી દેવવંદન વિધિ. સ્થાપનાચાર્યાદિ આગળ ઈરિયાવહિયાદિ કરી, કાઉસગ્ગ કરી ઉપર લેગસ્સ કહીને પ્રથમ મંગલનિમિત્ત ચૈત્યવંદન કહેવું. પછી નમુસ્કુણું પછી જ્યવીરાય “આભવમખંડા” સુધી કહી ખમાસમણ દઈ ગષભદેવનું ચૈત્યવંદન કહેવું. પછી નમુથુણું કહી ચારે થાયે દેવ વાંદવા. પછી નસુથ્થણું કહી
જ્યવીરાય અર્ધા કહી ખમાસમણ દેઈ અજિતાદિ દેવનાં ચૈત્ય વંદને તથા થેયે કહેવી. શ્રી શાંતિનાથનું ચિત્યવંદન કરી ચારે થયે દેવ વાંદી સ્તવન કહેવું. બાકીના તીર્થકરને એક ચિત્યવંદન અને એક સ્તુતિથી વાંદવા. શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીર પ્રભુને ચાર થયે સ્તવનથી વાંદવા. મહાવીર પ્રભુનું સ્તવન કહી પછી જયવીઅરાય આખા કહેવા. પછી શ્રી શાશ્વતા અશાશ્વતા પ્રભુનું ચૈત્યવંદન કરવું અને નમુક્કુણું, અરિહંતચેઈઆણું આદિકથી ચારે છે સાથે કહેવી. પછી કાઉસગમાં એક જણે કાઉસગ્ગ પારી મટી શાંતિ કહેવી. પછી કાઉસગ્ગ પારી લેગસ્સ કહી તેર નવકાર ગણવા. સિદ્ધાચલનાં તેર ખમાસમણું દેવાં. પછીથી સિદ્ધાચલ, ગિરનાર, આબુ, અષ્ટાપદ અને સમેતશિખરનાં સ્તવન કહી અવિધિ આશાતનાને મિચ્છામિ દુક્કડ દે. વિધિ સમાપ્ત.
For Private And Personal Use Only