Book Title: Siddhahem Sabdanushasana sah swopagnya San Laghuvrutti
Author(s): Hemchandracharya, Jambuvijay
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan
View full book text
________________
બહુજ અલ્પ સમય મારા પાસે રહ્યો છે. એટલે સંક્ષેપમાં જ અહીં કંઇક પ્રાસ્તાવિક લખવાનું વિચાર્યું છે.
કાશીવાળા તરીકે પ્રસિદ્ધ આ.મ.શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ પ્રેરિત યશોવિજય જૈન ગ્રંથમાલા (કાશી) તરફથી વિક્રમ સંવત્ ૧૯૬રમાં પ્રકાશિત થયેલું સંસ્કરણ, તે પછી વિક્રમ સંવત્ ૧૯૯૧માં શેઠશ્રી આણંદજી કલ્યાણજીની પેઢી અમદાવાદ તરફથી મુનિરાજશ્રી વિદ્યાવિજયજી મહારાજના શિષ્ય મુનિરાજશ્રી હિમાંશવિજયજી મહારાજે તૈયાર કરેલું સંસ્કરણ, તે પછી વિક્રમ સંવત્ ૨૦૦૫માં આ.મ.શ્રી લાવણ્યસૂરિજી મહારાજના શિષ્ય પં. દક્ષવિજયજી મહારાજે સંશોધિત-સંપાદિત કરેલું સંસ્કરણ, તથા તે પછી બીજાં પણ સંસ્કરણો પ્રકાશિત થયેલાં છે. આ બધાં સંસ્કરણોએ શ્રી સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસનના પઠન-પાઠનમાં આજસુધી ઘણો જ અમૂલ્ય ફાળો આપ્યો છે. અભ્યાસીઓ તથા વિદ્વાનો એમના અત્યંત ઋણી છે.
મુનિશ્રી પુંડરીકરત્નવિજયજી લઘુવૃત્તિનું અધ્યયન કરતા હતા ત્યારે એક-બે સ્થળે મને બરાબર સમજાયું નહિ, એટલે તાડપત્ર ઉપર લખેલી પ્રતિઓમાં જોયું તો ત્યાં પાઠ જ જુદો હતો. પં. દક્ષવિજયજી મ. સંપાદિત સંસ્કરણ સુંદર છે જ. અમે પણ એનો જ ખાસ ઉપયોગ કર્યો છે. છતાં તાલપત્ર સાથે મેળવીને કવચિત્ જ્યાં જરૂરી જણાય ત્યાં સંશોધન કરીને એનું પુન: પ્રકાશન કરવાનો વિચાર ઉદ્ભવ્યો. મને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે ઝીંઝુવાડામાં શ્રી શાંતિનાથ ભગવાનની છત્રછાયામાં વિક્રમસંવત્ ૨૦૪૯ ના ચતુર્માસમાં, પાટણ, ખંભાત તથા જેસલમેરની તાડપત્ર ઉપર લખેલી જુદી જુદી લગભગ ૨૪ પ્રતિઓ મેળવીને તેના આધારે સંસ્કરણ તૈયાર કરીને અભ્યાસીઓ તથા વિદ્વાનો સમક્ષ દેવ-ગુરૂ કૃપાથી રજુ કરવા આજે અમે ભાગ્યશાળી થયા છીએ.
સિદ્ધહેમ ના આઠ અધ્યાયો છે. પ્રત્યેક અધ્યાયમાં ચાર પાદ છે. દરેક અધ્યાય તથા પાદમાં ન્યૂનાધિક સૂત્રો છે. તે નીચેના કોષ્ટકથી જણાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org