Book Title: Siddhahem Sabdanushasana sah swopagnya San Laghuvrutti
Author(s): Hemchandracharya, Jambuvijay
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan
View full book text
________________
૧૨
સર્વાવિયામાં પણ મવહુ ને બદલે મવસ્તુ પાઠ સમજવો. ગોશાન્ત ... [રાજા૨૬] ની વૃત્તિમાં પણ સ્વન્ત ને બદલે સ્વન્ત શબ્દ સમજવો. ઇત્યાદિ ઇત્યાદિ. આ પાઠભેદો અમારી પ્રતિકલ્પનાથી આપ્યા નથી, પણ પ્રાચીન તાડપત્રીય પ્રતિઓના આધારે આપેલા છે.
અમારી સંપાદનશૈલી વૃત્તિઓ વિષે વિચારતાં, આચાર્યશ્રીએ પોતેજ બૃહવૃત્તિનો સંક્ષેપ કરીને લઘુવૃત્તિની રચના કરી છે એમ જણાય છે. પણ સંક્ષેપ એટલે સંક્ષેપ. એમાં જરૂરી વાતોનો જ સમાવેશ હોય. વધારે સ્પષ્ટીકરણ માટે અભ્યાસી અથવા અધ્યાપકે બ્રહવૃત્તિનો આશ્રય લેવો જ જોઈએ. એટલે સ્પષ્ટીકરણ માટે કોઇ કોઇ તાડપત્રીય પ્રતિમાં ઉપર-નીચે માર્જિનમાં (ખાલી કોરા ભાગમાં) કોઈ કોઈ સ્થળે અભ્યાસી અથવા અધ્યાપકે કરેલા સુધારા તથા ઉમેરા જોવામાં આવે છે. ઉદાહરણ તરીકે જુઓ છઠ્ઠા અધ્યાયના ત્રીજા પાદના કેટલાક સૂત્રોની વૃત્તિ. આવા પાછળથી સંશોધિત કરેલા ઉમેરેલા પાઠો માટે અમે સં એવો સંકેત રાખ્યો છે. જેમકે પાસ, R, Pણું વગેરે. આવા કેટલાક ઉમેરા જતે દિવસે લઘુવૃત્તિના મૂળમાં જ સમાવિષ્ટ થઈ ગયા છે. ઉદાહરણ તરીકે પાડ૬૨ સૂત્રમાં વ ત્રાહિ-વું એવો પાઠ છે. એની વ્યાખ્યામાં શ્વેતવે એવો પાઠ છે. ક્વતાવિ અને ૩ આદિ એ તેનો અર્થ છે. પણ આ અર્થ ગૂઢ લાગવાથી કે ન સમજવાથી કોઈકે
તાવેઈતોવ્નોત્યા એવું સ્પષ્ટીકરણ કર્યું, એ અત્યારે મૂળપાઠ થઈ ગયો છે. કાગળ ઉપર લખાવવાનો યુગ શરૂ થયો ત્યારથી તો આવા અનેક ઉદાહરણ-પ્રત્યુદાહરણ આદિના પાઠો મૂળ લઘુવૃત્તિમાં સમાવિષ્ટ થઇ ગયા છે. બધામાં એકસરખી પાઠોની અધિકતા નથી. થોડા થોડા ફેરફારો જોવા મળે છે. આવા કાગળની પ્રતિઓમાં મળતા વિવિધ પાઠભેદોની અમે નોંધ લીધી નથી. કાગળ ઉપર લખાયેલી J3 પ્રતિના જ પાઠભેદો અમે નોંધ્યા છે. તાડપત્ર ઉપર લખાયેલી પ્રતિઓમાં મળતા પાઠોને જ અમે પ્રાધાન્ય આપ્યું છે. તાડપત્રોમાં પણ જે પાઠો અમને વધારે પ્રતિઓમાં મળ્યા તે પાઠોને સામાન્ય રીતે મૂળમાં
સ્વીકાર્યા છે. કવચિત પ્રાચીનતર એકાદ-બે પ્રતિઓમાં મળતો પાઠ હોય તો પણ વિચારીને યથાસંભવ સ્વીકાર્યો છે. બીજા મહત્ત્વના પાઠભેદો ટિપ્પણમાં નોંધ્યા છે. રા૩૧ થી પા૪૯૦ સુધીની P3 પ્રતિ વિક્રમ સંવત્ ૧૨૨૧માં લખાયેલી છે. પાવાવ થી પા૪૯૦ સુધીની 1 પ્રતિ વિક્રમ સંવત્ ૧૨૦૬ માં લખાયેલી છે. બીજી તાડપત્ર ઉપર લખાયેલી પ્રતિઓમાં સંવત્ નથી, પણ કેટલોગમાં જણાવ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org