Book Title: Siddhahem Sabdanushasana sah swopagnya San Laghuvrutti
Author(s): Hemchandracharya, Jambuvijay
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan
View full book text
________________
(સરકારી ઉપાશ્રયવાળા)નાં શિષ્યા તથા બહેન છે તેમના સતત આશીર્વાદ એ મારૂં અંતરંગ બળ છે.
૧૯
મારા વયોવૃદ્ધ અત્યંત વિનીત પ્રથમ શિષ્ય દેવતુલ્ય સ્વ. મુનિરાજશ્રી દેવભદ્રવિજયજી કે જેમનો લોલાડા (શંખેશ્વરજી તીર્થ પાસે) ગામમાં વિક્રમ સંવત્ ૨૦૪૦માં કાર્તિક સુદિ બીજે, રવિવારે (તા. ૬-૧૧- ૮૩) સાંજે છ વાગે સ્વર્ગવાસ થયો હતો તેમનું પણ આ પ્રસંગે ખૂબજ સદ્ભાવથી સ્મરણ કરૂં છું.
પં.શીલચંદ્રવિજયજી મહારાજે સૂચવેલા સુધારા પણ અમને ઘણા ઉપયોગી
થયા છે.
પાટણમાં ભોગીલાલ લહેરચંદ સંસ્કૃતિ સંસ્થાન તરફથી ચાલતી પાઠશાળાના અધ્યાપક પં.ચંદ્રકાન્તભાઇ સરૂપચંદ સંઘવીએ તેમના અધ્યાપનના દીર્ઘકાલીન અનુભવને આધારે પં. દક્ષવિજયજી મ. સંપાદિત લઘુવૃત્તિમાં જે સુધારા કરેલા તે તેમણે અમારા ઉપર મોકલી આપ્યા હતા. આ મૂલ્યવાન્ સુધારાઓ અમને ઘણા ઉપયોગી થયા છે.
પાટણના શ્રીહેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરના વ્યવસ્થાપક વ્રજલાલ ત્રિકમલાલ શાહ (વી.ટી.શાહ)ના સુપુત્ર મયૂરભાઇએ આ ગ્રંથને કોમ્પ્યુટરથી વ્યવસ્થિત તૈયાર કરવા માટે ઘણો પરિશ્રમ લીધો છે. અલ્પસમયમાં પાટણ-ઝીંઝુવાડા-અમદાવાદ વચ્ચે એમણે ઘણી દોડા-દોડી કરી છે.
ઝીંઝુવાડાના વતની તથા ગોકુલ આઇસ્ક્રીમવાળા તરીકે સમગ્ર ભારતમાં સુપ્રસિદ્ધ સ્વ. બાબુલાલ કુબેરદાસ ગાંધીના સુપુત્રો શ્રીનવીનભાઇ, ધર્મેન્દ્રભાઇ તથા ભૂપેન્દ્રભાઇએ આના પ્રકાશનનો સંપૂર્ણ ખર્ચ આપ્યો છે.
આ ગ્રંથના મુદ્રણ આદિમાં નવનીત પબ્લિકેશન્સ વાળા શ્રી નવીનભાઇ એન.શાહ તથા સંજયભાઇ નટવરલાલ વોરા (મહુડીવાળા) એ તથા માંડલના વતની શ્રી અશોકભાઇ ભાઇચંદભાઇ સંઘવીએ ઘણો જ ઘણો સહકાર આપ્યો છે તે માટે તેઓને ખૂબ ખૂબ ધન્યવાદ ઘટે છે.
આ પુણ્યકાર્યમાં દેવ-ગુરૂ કૃપાએ આમ વિવિધ રીતે સહાયક સર્વને મારા હજારો હાર્દિક ધન્યવાદ અને અભિનંદન છે.
મારાં સંસારી માતુશ્રીની જન્મશતાબ્દીના પ્રારંભ ઉપર પ્રગટ થતી આ માતા સાધ્વીજી શ્રી મનોહરશ્રીજી જન્મશતાબ્દી જૈનગ્રંથમાલાના સંચાલનની બધી જ જવાબદારી પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરના કાર્યવાહકોએ સહર્ષ સ્વીકારી છે તે માટે તેમને પણ ધન્યવાદ ઘટે છે.
પરમકૃપાળુ દેવાધિદેવશ્રી શંખેશ્વરપાર્શ્વનાથ ભગવાન તથા પરમોપકારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org