Book Title: Siddhahem Sabdanushasana sah swopagnya San Laghuvrutti
Author(s): Hemchandracharya, Jambuvijay
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan
View full book text
________________
૧૮
અભ્યાસીઓએ સ્પષ્ટતા માટે કેટલાક પાઠો તાડપત્રીય પ્રતિમાં માર્જિન આદિમાં ઉમેરેલા છે. આવા કેટલાક પાઠો પણ અમે [ ] આવા કોષ્ટકમાં છાપેલા છે અને તે પાઠો કઇ તાડપત્રીય પ્રતિમાં ઉમેરેલા છે. તે પણ અમે ટિપ્પણમાં જણાવ્યું છે.
અમે ખૂબ જ ખૂબ કાળજી રાખીને પુરૂવાંચન કર્યું છે. છતાં પણ તે તે પાઠને સુધારવા જતાં કોમ્યુટરનાં ટાઇપોમાં આગળ-પાછળ હાથ અડી જાય આદિ કારણે કોમ્યુટરમાં નવા અશુદ્ધ પાઠો આવી જાય છે, એટલે તેથી તથા દષ્ટિચૂક કે પ્રમાદથી પણ કોઈ પણ પાઠ અશુદ્ધ રહી ગયો હોય તો વાચકો એનું પ્રમાર્જન કરીને શુદ્ધ પાઠ અમને જરૂર જણાવે. અમે આભાર માનીશું અને સુધારવા પ્રયત્ન કરીશું.
ધન્યવાદ તાડપત્ર તથા કાગળ ઉપર લખેલી જેસલમેર, ખંભાત તથા પાટણની પ્રતિઓ જે જે ભંડારની છે તેના કાર્યવાહકોએ આ પ્રતિઓની માઇક્રોફિલ્મ, અથવા ઝેરોક્ષ કોપી અમને લેવા દીધી છે તે માટે તેમનો ઘણો જ આભાર માનવામાં આવે છે. તેમના સૌજન્યથી જ આ કાર્ય શક્ય બન્યું છે. જેસલમેરની તાડપત્રીય પ્રતિઓની માઇક્રોફિલ્મ લેવામાં, સેવામંદિર, રાવટી, જોધપુરના સંચાલક મહાત્યાગી જૌહરીમલજી પારેખે તથા ખંભાતની તાડપત્રીય પ્રતિઓની માઇક્રોફિલ્મ લેવામાં આદરિયાણાના જિતેન્દ્રભાઇ મણીલાલ સંઘવીએ ઘણો ઘણો પરિશ્રમ લીધો છે. પં. દક્ષવિજયજી મ. સંપાદિત લઘુવૃત્તિનો તથા તેનાં કેટલાંક પરિશિષ્ટોનો પણ આમાં અમે યથાયોગ ઉપયોગ કરેલો છે. મુનિરાજશ્રી મુનિચંદ્રવિજયજી રાંપાદિત હૈમધાતુપરાયણ તથા તેનાં કેટલાંક પરિશિષ્ટોનો પણ આમાં યથાયોગ ઉપયોગ કરેલો છે.
મારા વિનીત શિષ્ય મુનિશ્રી ધર્મચંદ્રવિજ્યજી તથા તેમના શિષ્ય મુનિશ્રી પુરી કરત્નવિજયજીએ આ કાર્યમાં વિવિધ રીતે ઘણી સહાય કરી છે.
મારાં સંસારી માતાશ્રી સાધ્વીજીશ્રી મનોહરશ્રીજી મહારાજના શિષ્યા સાધ્વીજીશ્રી સૂર્યપ્રભાશ્રીજીના શિષ્યા સાધ્વીજીશ્રી જિનેન્દ્રપ્રભાશ્રીજીએ આટલી બધી પ્રતિઓના પાઠભેદો જોવાનું અને નોંધવાનું તેમ જ અનેક અનેક પ્રકો વાંચવાનું અત્યંત જટિલ કાર્ય ઘણા અલ્પ સમયમાં ઘણો ઘણો પરિશ્રમ લઈને પૂર્ણ સિદ્ધ કર્યું છે. તેમના પરિવારે પણ આમાં ઘણો સહકાર આપ્યો છે.
મારાં અનંત ઉપકારી વયોવૃદ્ધ સંસારી માતુશ્રી પૂજ્ય સાધ્વીજીશ્રી મનોહરશ્રીજી મહારાજ કે જેઓ સ્વ. પૂ. સાધ્વીજીથી લાભથીજી મહારાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org