Book Title: Siddhahem Sabdanushasana sah swopagnya San Laghuvrutti
Author(s): Hemchandracharya, Jambuvijay
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan
View full book text
________________
૧૭
છે કે ચિત્રા શૌર્યયોતો વિત્ર ! ગોશાન્ત હસ્વોડનંશિસમાયોવસુબ્રીટી [રાજા૨૬], પરત: સ્ત્રી પુંવત્ ચેાર્થેડનૂડું [રારા), રૂકૂતોડàરીતૂત [3જાર]ત્રિમૂ ! આ જોતાં નકકી થઈ ગયું કે અહીં ગ્રંથકારને વિત્ર પાઠ જ અભિપ્રેત છે. અને તે સાચો છે. આ રીતે ફાય: [પારાશરૂ] સૂત્રની વૃત્તિમાં હસ્તલિખિતમાં રું: ઉદાહરણ છે. પરંતુ મુદ્રિત આવૃત્તિઓમાં સર્વત્ર પ્રાય: ડુ: પાઠ છે. સાચો પાઠ કયો એની અમને મુંઝવણ હતી, પરંતુ પાટણના સંઘવીપાડાના ભંડારની આ.ભ.શ્રી હેમચંદ્રસૂરિસમકાલીન P3પ્રતિમાં , નેલ્ડીડેટ્સવ વા રૂઢિ રૂ] આ ટિપ્પણ જોયું એટલે નિર્ણય થઈ ગયો કે : પાઠ જ સાચો છે. આવાં આવાં અનેક અનેક ટિપ્પણો તાડપત્રીય પ્રતિઓમાં છે. જો એ બધાને છાપવામાં આવે તો આ ગ્રંથનું દળ અતિ અતિ અતિ વધી જાય એટલે અમે તે ટિપ્પણો અહીં મુદ્રિત કર્યા નથી. જો આ ટિપ્પણો છપાય તો અનેક અવસૂરિઓનું કામ આપે તેવાં છે. ભાણનાર તથા ભણાવનાર બંનેને અત્યંત ઉપયોગી થાય તેવાં આ ટિપ્પણો
આ ગ્રંથમાં કેટલાંક ઉપયોગી પરિશિષ્ટો પણ આપેલાં છે. તેમાં ચોથા પરિશિષ્ટમાં સૌત્રાદિ ધાતુઓનો સંગ્રહ, વિક્રમસંવત્ ૧૫૧૫માં અમદાવાદમાં હેમહંસગણીએ ન્યાયસંગ્રહ ઉપર રચેલી ન્યાયાર્થમંજૂષા નામની બ્રહવૃત્તિમાંથી અમે આપેલો છે. આ ન્યાયાર્થમંજૂષા યશોવિજયજૈનગ્રંથમાલા (કાશી) તરફથી વિક્રમસંવત્ ૧૯૬૭માં પ્રકાશિત થયેલી છે.
શ્રુતજ્ઞાનઅમીધારા (બેડા-રાજસ્થાન)થી વિક્રમસંવત્ ૨૦૧૦માં પ્રકાશિત થયેલા, મહોપાધ્યાયશ્રીવિનયવિજયજી મહારાજે રચેલા હૈમપ્રકાશના ઉત્તરાર્ધમાં આપેલાં પરિશિષ્ટમાંથી અનુવન્થત તથા મત્તાન્તના પ્રાચીન સંસ્કૃત શ્લોકો અમે આપેલા છે.
કોમ્યુટરથી છપાતા ગ્રંથોમાં, એની મર્યાદા આવે એટલે કોમ્યુટર તે તે પંક્તિ પુરી કરી દે, તે પછી અલ્પવિરામ કે કોઇ પ્રશ્ન ચિહન બાકી રહ્યું હોય તો તે બીજી પંક્તિમાં લખે. એટલે , ' ? ! આવાં બધાં ચિહનો તે તે પાઠ પછી તરત તે જ પંક્તિના બદલે બીજી પંક્તિના પ્રારંભમાં ઘણીવાર કોમ્યુટર મૂકી દે છે. આ વાત વાચકોએ સમજી જ લેવી.
ગ્રંથમાં જે પાઠ કંઇક સુધારવા જેવો લાગ્યો છે ત્યાં તે સુધારેલો પાઠ ( ) આવા કોષ્ટકમાં આપેલો છે. અમને કોઈક સ્થળે સરળતા માટે કે સ્પષ્ટતા માટે કોઇક પાઠ ઉમેરવા જેવો લાગ્યો છે તે [ ] આવા કોષ્ટકમાં આપ્યો છે.
મૂળ તાડપત્રીય કોઇ પણ પ્રતિઓમાં ન હોવા છતાં, પાછળથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org