Book Title: Siddhahem Sabdanushasana sah swopagnya San Laghuvrutti
Author(s): Hemchandracharya, Jambuvijay
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan
View full book text
________________
૧૦
તેની વૃત્તિ છે તેવાં બનાવવા પ્રયત્ન કર્યો છે એમ બીલકુલ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. આ ઉપરાંત બીજી તાડપત્ર ઉપર લખેલી લઘુવૃત્તિની અનેક પ્રાચીન પ્રતિઓમાં પણ સંતૃ વગેરે અનુસ્વારસહિત (ઉપાજ્યમાં ન સહિત) પ્રત્યયોવાળાં રત્રો તથા વૃત્તિના પાઠો છે. કોઈક સ્થળે અનુસ્વાર ભૂંસી નાખવામાં આવ્યો છે એમ જોઇ શકાય છે, કોઈક સ્થળે અનુસ્વાર ભૂંસવાનો રહી પણ ગયો છે, તો કોઇ સ્થળે અનુસ્વારરહિત જ પાઠો પણ છે. પરંતુ લઘુવૃત્તિની અર્વાચીન તાડપત્રીય પ્રતિઓમાં કે કાગળ ઉપર લખેલી પ્રતિઓમાં અનુસ્વાર જોવામાં આવતા
નથી.
સિદ્ધહેમબૃહદૃત્તિની તાડપત્રીય પ્રતિઓમાં પણ કોઇક કોઇક પ્રતિમાં અનેક સ્થળે અનુસ્વારસહિત પ્રત્યયો છે. કોઇક સ્થળે અનુસ્વાર ભૂંસવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો છે, પણ એ અનુસ્વાર દેખાઈ આવે છે.
સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસનની મૂળમાત્રની અર્વાચીન જગાતી તાડપત્રીય પ્રતિઓમાં પ્રાય: અનુસ્વાર નથી, છતાં કોઇક સ્થળે વંતુમાં અનુસ્વાર સ્પષ્ટ પણે દેખાય છે.
- આ બધું જોતાં અને વિચારતાં અમને સ્પષ્ટ રીતે લાગે છે કે પહેલાં કવિત: [૪૭૦] સૂત્ર આ.ભ.ની હેમચંદ્રસૂરિજી મહારાજે રચ્યું જ નહોતું. શંતુ, મન્ત, વંસુ, વંતુ, સંતુ, શુ આદિ પાઠોવાળી ઉપાન્તમાં – સહિત જ પ્રક્રિયા હતી. પણ પાછળથી કોઇક કાળે એ પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો એટલે ઋવિત: [૪૭૦] સૂત્ર ઉમેરવું પડયું અને ડિત્યન્યસ્વરા [રાકા૨૨૪] સૂત્ર પછી મધુશુપાત્યનોડક્શષ્યવુતિઃ સૂત્ર કાઢી નાખવામાં આવ્યું. એટલે અનેક સ્થળોએ સૂત્રમાં તથા વૃત્તિના શબ્દોમાં ફેરફાર કરવામાં આવ્યો. આ ફેરફાર આ.ભ.શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજની હયાતીમાં તેમણે પોતે જ કર્યો છે કે પાછળથી તેમની સૂચના પ્રમાણે કે સૂચના વિના પણ તેમના જ શિષ્યો આદિ કોઈક તરફથી તે કરવામાં આવ્યો છે તે વિષે અમે કંઇ જ ચોક્કસ સમજી શકતા નથી - કે કહી શકતા નથી. વિક્રમસંવત્ ૧૨૯૨માં તાડપત્ર ઉપર લખેલી ખંભાતના શાંતિનાથતાડપત્રીયભંડારની ૨૩૯ ક્રમાંકવાળી સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસનના મૂળ સૂત્ર પાઠની ૮૩ પત્રની પ્રતિમાં તથા બીજી પણ અર્વાચીન તાડપત્રીય પ્રતિઓમાં તથા કાગળ ઉપર લખેલી પ્રતિઓમાં ઋવિત: સૂત્ર છે જ. પુટચુપાત્ત્વનો.... સૂત્ર નથી. અને પ્રત્યયો પણ શતૃ વગેરે જ છે એ હકીકત છે. એટલે અમે લગભગ આઠસો વર્ષોથી અને વર્તમાનમાં પણ પ્રચલિત સૂત્રપાઠ તથા વૃત્તિપાઠ પ્રમાણે જ પાઠો આપ્યા છે, અને ૬ વાળા પાઠો પ્રાચીન તાડપત્ર પ્રતિઓમાં મળવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org