Book Title: Siddhahem Sabdanushasana sah swopagnya San Laghuvrutti
Author(s): Hemchandracharya, Jambuvijay
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan
View full book text
________________
પત્રસંખ્યા ૨૨૧ છે અને તે પાટણમાં શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરમાં રહેલા શ્રીસંઘવી પાડાના ભંડારમાં પેટી નં. ૧૩૭(૨) માં છે. આ પ્રતિના અંતમાં આ રીતે ઉલ્લેખ છે.— संवत् १२२१ वर्षे माघवदि ६ बुधे अद्ये[ह?]..प्राशा श्री विद्यामठे लधुवृत्तिपुस्तिका પંડિo વરસીહેન સેવિતા | ગુમ ભવતુ નેશ્વ-પઢિયોઃ | માતં મહાથી આ પ્રતિમાં ૩૩૧ થી પા૪૯૦ સુધીનાં સૂત્રો અને તેની લઘુવૃત્તિ છે. આમાં જ્યાં
જ્યાં મૂળ સૂત્ર તથા વૃત્તિમાં ઋવિત તથા વત્ પ્રત્યયોનો ઉલ્લેખ છે ત્યાં પ્રાય: સર્વત્ર ઋવિતું તથા દ્રિત પ્રત્યયોનો ઉલ્લેખ શંનૂ, મંતૃ, અંશ, વંસુ, વંતુ એમ ઉપાજ્યમાં નું સાથે જ છે. જો કે કોઇ વાચકે કેટલેક સ્થળે અનુસ્વાર ભૂસવા પ્રયત્ન કર્યો છે, છતાં એ અનુસ્વારો પણ લગભગ સ્પષ્ટ દેખાઈ આવે છે.
- ત્રીજી પ્રતિ વિક્રમસંવત્ ૧૨૦૬માં લખાયેલી છે અને તે જેસલમેરમાં જિનભદ્રસૂરિસ્થાપિત તાડપત્રીય ગ્રંથભંડારમાં ર૯૭ ક્રમાંકમાં છે. આમાં ૯૧ પત્ર છે. પ્રતિના અંતમાં શિવમસ્તુ સર્વમૂતાનામ્ ! ઋો. ૨૬૭૮ | સંવત્ ૨૨૦૬ મષાઢઢિ , સોમે ! એમ લખેલું છે. આ પ્રતિમાં પાલા૧ થી પાસાહ૦ સુધીનાંજ સૂત્રો તથા તેની લઘુવૃત્તિ છે. આમાં પણ મૂળ સૂત્ર તથા વૃત્તિમાં જ્યાં જ્યાં ઋવિત તથા વત્ પ્રત્યયોનો ઉલ્લેખ છે ત્યાં ત્યાં પ્રાય: સર્વત્ર સંતૃ મંતૃ મંતૃશ વવંતુ સવંતુ એમ ઉપાજ્યમાં નું સાથે જ ઉલ્લેખ છે. જો કે કોઇક સ્થળે કોઇ વાચકે અનુસ્વાર ભૂંસવાનો પ્રયત્ન કર્યો છે, છતાં એ અનુસ્વારો પણ લગભગ સ્પષ્ટરૂપે દેખાઈ આવે છે.
બીજી તાડપત્રીય પ્રતિઓમાં લેખનસંવતનો કોઇ સ્પષ્ટ ઉલ્લેખ નથી. એટલે એ પ્રતિ આ.ભ.શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજની સમકાલીન છે કે ઉત્તરકાલીન એ અમે સ્પષ્ટ કહી શકતા નથી. છતાં પાટાગમાં શ્રી હેમચંદ્રાચાર્ય જૈનજ્ઞાનમંદિરમાં રહેલા શ્રી સંઘવીપાડાના ભંડારની પ્રતિઓમાં પેટી નં. ૭૯(૨)માં એક તાડપત્ર ઉપર લખેલી પ્રતિ છે કે જેની અમે પારે સંજ્ઞા રાખેલી છે તેમાં વિત: [૪૭૦] સૂત્ર પાછળથી ઉમેર્યું છે એમ સ્પષ્ટ જણાઇ આવે છે. તેમાં વિત્યત્યસ્વાલે [રાશા૨૨૪] સૂત્ર પછી રહસ્યવૃત્તિમાં છે તેમ મપુટચુપાત્યનો. સૂત્ર લગભગ દોઢ લીટીમાં લખેલું વૃત્તિસહિત હતું પણ તે ભૂંસી નાખવામાં આવ્યું છે. મૂળ જગ્યા ખાલી પડેલી છે. તે સ્થાને રહસ્યવૃત્તિની જેમ આછા આછા કોઇક કોઇક અક્ષરો વાંચી પણ શકાય છે. આવો વાતુરીયો. [રાશ ૨૬] તથા ને થશવ: [રા૨૨૬] આ સૂત્રો તથા તેની વૃત્તિ રહસ્યવૃત્તિની જેમ સ્પષ્ટ જ વંચાય છે. છતાં કોઇક લેખકે તેમાં સુધારો-વધારો કરીને વર્તમાનમાં જેવાં આ સૂત્રો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org