Book Title: Siddhahem Sabdanushasana sah swopagnya San Laghuvrutti
Author(s): Hemchandracharya, Jambuvijay
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan
View full book text
________________
सिद्धाचलमण्डनश्रीऋषभदेवस्वामिने नमः ।
श्रीशान्तिनाथाय नमः। श्रीशद्वेश्वरपार्श्वनाथाय नमः। श्रीमहावीरस्वामिने नमः।
श्री गौतमस्वामिने नमः। पूज्यपादाचार्यदेवश्रीमद्विजयसिद्धिसूरीश्वरजीपादपद्येभ्यो नमः । पूज्यपादाचार्यदेवश्रीमद्विजयमेघसूरीश्वरजीपादपद्येभ्यो नमः । पूज्यपादसद्गुरुदेवमुनिराजश्रीभुवनविजयजीपादपद्मभ्यो नमः । જિન તેરે ચરણ કી શરણ ગ્રહું.
(પ્રસ્તાવના)
અનંત ઉપકારી પરમકૃપાળુ અરિહંત પરમાત્મા, તથા પરમઉપકારી પૂજ્યપાદ પિતાશ્રી સદ્ગુરુદેવ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજની અનંત કૃપાથી, તાડપત્ર ઉપર લખેલી જુદી જુદી લગભગ ૨૪ પ્રતિઓને આધારે સંપાદિત થયેલા, પરમ વિદ્વાન આચાર્યભગવાન શ્રી દેવચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન, કલિકાલસર્વજ્ઞ, આચાર્ય ભગવાન શ્રીહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે રચેલા સ્વોપજ્ઞલઘુવૃત્તિવિભૂષિત શ્રી સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસનને પ્રકાશિત કરતાં આજે અમને અત્યંત આનંદનો અનુભવ થાય છે. આચાર્યભગવાન શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજનું સંક્ષિપ્ત જીવનવૃત્ત
આચાર્ય ભગવાનશ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજનો જન્મ ધંધુકામાં વિક્રમસંવત્ ૧૧૪૫ કાર્તિકી પૂર્ણિમાને દિવસે થયો હતો. પિતાનું નામ ચાચિગ હતું. માતાનું નામ પાહિની હતું. તેમનું નામ ચાંગદેવ રાખવામાં આવ્યું હતું. તેમની દીક્ષા પ્રભાવક ચરિત્રમાં જણાવ્યા પ્રમાણે વિક્રમ સંવત્ ૧૧૫૦ માં થઇ હતી. પરંતુ બીજા ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે તેમની દીક્ષા વિક્રમ સંવત્ ૧૧૫૪માં મહાસુદિ ૧૪ શનિવારને દિવસે ખંભાતમાં થઇ હતી. દીક્ષા સમયે તેમનું સોમચંદ્ર નામ રાખવામાં આવ્યું હતું. વિક્રમ સંવત ૧૧૬૬માં નાગપુર (નાગોર) માં તેમને આચાર્યપદવી આપવામાં આવી હતી. ત્યારે તેમનું હેમચન્દ્રસૂરિ નામ રાખવામાં આવ્યું હતું. જ્યારે તેમને આચાર્ય પદવી આપવામાં આવી ત્યારે તેમની માતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org