Book Title: Shrutsagar Ank 2012 09 020
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १४ सितम्बर २०१२ પર્યુષણ મહાપર્વ...(પ્રથમ દિવષ) - ભદ્રબાહુવિજય પ્રાણીમાત્રને પ્રેમનો પયગામ આપતું પર્વ! વેર - વિખવાદનાં ઝેરી બંધન કાપતું પર્વ! જીવનની સરગમ પર સ્નેહના સૂર છેડતું પર્વ! હૈયામાં હાશ-હળવાશની તાજગી રેડતું પર્વ! જાતમાં જીવવાની રીત બતાડતું પર્વ સહુના પ્રત્યે આંતર પ્રીત જગાડતું પર્વ અહિંસાની આલબેલ પોકારતું પવી હિંસાની આગને ઠારતું પર્વ! પર્વોની દુનિયામાં સોહામણું પર્વ! પર્વોના મેળામાં લોભામણું પવી આવો, આપણે હેતપ્રીતના તોરણ બાંધતા અને તૂટેલાં દિલોના તારોને સાંધતા આ પર્વને વધાવીએ, આ મહાપર્વની પાવન પળોને ત્યાગ, તપ અને પ્રભુભક્તિની ભીનાશથી ભરી ભરી બનાવીએ. પર્યુષણ મહાપર્વ.. (બીજો દિવા) પર્યુષણ શબ્દનો અર્થ જાણો છો? Come on... હું તમને ઓળખાણ કરાવું આ પર્વની! પર્યુષણમાં ઘર + ૩૬ આમ બે શબ્દોનું સુંવાળું સંયોજન છે : રિ એટલે ચારે બાજુથી.. ૩૬ એટલે રહેવું.... વસવું... બેસવું.. ચારે બાજુથી આત્મામાં રહેવું, સમગ્રતાથી સ્વમાં જીવવું એનું જ નામ પર્યુષણ! જે અર્થ ઉપવાસનો છે. આત્માની નિકટમાં રહેવું, તે જ અર્થ પર્યુષણનો છે. દુનિયાની ભીડમાં ભલે ખંડ - ખંડ બનીને આપણે જીવીએ... પણ ધર્મના જગતમાં તો અખંડ બનીને સમગ્રતાથી જ કદમ ભરી શકાય! Live with your totality in the present moment. એટલે પર્યુષણની પ્રાણભરી ઉપાસના! પર્યુષણ શીખવે છે જાતમાં જવાની રીત! પર્યુષણ આપે છે જાતમાં જીવવાની શીખ! જગતની આળપંપાળમાં રહીને પણ જો જાતમાં જીવતાં નહીં આવડે તો જીવન ઝંખવાઈ જશે! પર્યુષણની પળોમાં કરો જાત સાથે વાત! જાત સાથે મુલાકાત! My friend! Live with yourself. પર્યુષણ મહાપર્વ... (બીજો દિવસ) જીવનના સરોવરમાં પ્રેમનાં પોયણાં ખીલવવાની પ્રેરણા આપનાર પર્યુષણનો એક સંદેશ છે અહિંસાનો! સામાન્ય રીતે અહિંસાનો અર્થ કોઈને મારવા નહીં એવો કરવામાં આવે છે. પણ ના... આ અર્થ તમે તો જાણો છો For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36