________________
Shri Mahavir Jain Aradhana Kendra
વિ.સં.૨૦૬૮-હિ. માદ્રપદ્ર
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२७
સમાધિ-શતક (ભાગ ૧થી ૪)
અનુપ્રેક્ષાકાર- આચાર્ય યશોવિજયસૂરિ
(પ્રકાશક-આચાર્ય શ્રી કારસૂરિ આરાધના ભવન, પ્રકાશન વર્ષ વિ. સં. ૨૦૬૮)
આચાર્ય દેવનંદીએ (સત્તા સમય અંદાજિત ૫મી સદી) સંસ્કૃત ભાષામાં ૧૦૭ શ્લોક પ્રમાણ સમાધિતંત્રની રચના કરી, અને એના આધારે પૂજ્ય મહોપાધ્યાયજી ભગવંતે એ સમાધિતંત્રના આધારે સમાધિ-શતકની રચના કરી. દોધક શતકે ઉદ્ધર્યું, તંત્ર સમાધિ વિચાર
ધરો એહ બુધ કંઠમેં ભાવ રતન કો હાર (૧૦૨)
પૂજ્ય આનંદઘનજી મહારાજના મિલન પછી આ કૃતિ કાગળ પર ઉતરી હોય એવી સંભાવના છે. પૂજ્ય મહોપાધ્યાયજી મહારાજની આ રચના સાધકને આત્માનુભૂતિ સુધી લઇ જાય છે. સમાધિ-પ્રાપ્તિના ઉપાયો અને ભીતરના માર્ગે ચાલવાનું સરળ અને સુગમ કરી દેતા કેટલાય આયામો આ કૃતિનું વજ્રનાર પાસું છે. સરળ શબ્દો, અર્થ ગાંભીર્ય, અને ભાવ સભરતા એ મહોપાધ્યાયજી ભગવંતની વિશેષતા છે. પ્રારંભમાં જ પૂજ્ય મહોપાધ્યાયજી ભગવંત સ્વયં પોતે કહે છે. ‘વલ આતમબોધ કો, કરશું સરસ પ્રબંધ' માત્ર આતમ બોધ માટે આત્માનુભૂતિ માટે જ આ રચના છે. નિશ્ચય અને વ્યવહાર ઉભયના પાલનની વાત માટે પૂજ્ય મહોપાધ્યાયજી ભગવંત બહુ સ્પષ્ટ જણાવે છે :
'દોનુંકું જ્ઞાની ભજે એકતિ તે અંધ’
For Private and Personal Use Only
હીરેન દોશી
જ્ઞાની પુરૂષ જ્ઞાન અને ક્રિયાને બેઉને સેવે છે. જ્ઞાન અને ક્રિયામાંથી એકને સેવે અને એકને ન સેવે તે અજ્ઞાની છે. સાધક પુરૂષની ભાવદશાને જણાવતાં પૂજ્ય મહોપાધ્યાયજી ભગવંત કહે છે :
રનમેં લ૨તે સુભટ જ્યું, ગિને ન બાનપ્રહાર
પ્રભુરંજન કે હેતુ સ્યું, જ્ઞાની અસુખ પ્રચાર (૯૧)
યુદ્ધમાં લડતો સુભટ જેમ બાણોના પ્રહા૨ને ગણતો નથી. તેમ પ્રભુને પ્રસન્ન કરવા માટે જ્ઞાની સાધક દુ:ખોને ગણતો નથી. આ વાતને જણાવતાં પૂજ્ય સાહેબજી કહે છે. પ્રભુની પ્રીતિના રંગથી જ જ્યારે બધું રંગાયેલું છે. ત્યારે દુઃખ દુઃખરૂપે રહ્યું જ ક્યાં? અહીં તો છે. આનંદ જ આનંદ.....
સાધકની મનોદશા બદલી નાખતાં કેટકેટલાય વિવિધ આયામો આ પુસ્તકના પાને પાને આપેલા છે.
આત્માનુભૂતિમાંથી નિપજેલી રચનાઓ પારસમણિ જેવી હોય છે. જે પોતે તો મૂલ્યવાન હોય છે. પણ જેને સ્પર્શે તેને પણ મૂલ્યવાન કરી આપે છે. આ સમાધિશતકની રચના અનુભૂતિના આધારે થઇ છે. તો એના સ્વાધ્યાય અને અનુપ્રેક્ષાને પણ અનુભૂતિની કુખ મળી છે. આ આખો ગ્રંથ આત્માનુભૂતિના ઉપાયરૂપે લખાયો છે. આત્માનુભૂતિના માર્ગને આ વિભાવના દીપ્તિમંત કરે છે. સમાધિ શતકની કડીઓ ઉપર અત્યાર સુધી આવું રસાળ અને મધુર કોઇ અનુપ્રેક્ષણ પ્રાપ્ત ન હતું. પૂજ્ય સાહેબજીએ પુણ્યકાર્ય કરી સકલશ્રી સંઘને ઉપકૃત કર્યો છે. સાધના અને ભક્તિમાર્ગનો સમન્વય આ સ્વાધ્યાયમાં છે. સમાધિશતકની અનુપ્રેક્ષા સભર વિવેચનાએ સ્વાધ્યાય-રસિકોને આનંદિત કર્યા છે. આ કોઇ અનુવાદ કે પંક્તિઓનું વિવેચન નથી. આ તો અનુભૂતિ અને અનુપ્રેક્ષામાંથી નીતરી આવેલું અમૃત છે. પૂજ્ય સાહેબજી વર્ષોથી આ સાધના અને ભકિતની ધારામાં રહ્યા છે. પૂજ્ય મહોપાધ્યાયજી ભગવંતે પ્રારંભમાં કહ્યું છે તેમ ‘કેવલ આતમબોધ કો કશું સરસ પ્રબંધ' ની જેમ આત્માનુભૂતિ માટે આ સ્વાધ્યાય આપણને આત્માનુભૂતિ સંપન્ન વ્યક્તિ પાસેથી સંપ્રાપ્ત થયો છે. દરેક કડીની પૃષ્ઠભૂમાં એક લય બાંધતા સાહેબજી દરેક ગાથાના પ્રત્યેક ચરણને અનુભૂતિ અને અનુપ્રેક્ષાના સ્તરે ખોલે છે. જેથી સાધનાના સૂત્રોને સાધક સારી રીતે ઝીલી શકે, આપણા માટે પૂજ્ય સાહેબજી બે લાઇન વચ્ચેની વાત કરે છે. આખો ગ્રંથ આત્માનુભૂતિની પ્રાપ્તિના પ્રયાસ રૂપે આલેખાયેલ છે.
આ સમગ્ર ગ્રંથનો સ્વાધ્યાય આત્માને અપૂર્વ આનંદ તો આપે છે. સાથે સાથે ચિત્ત સમાધિના રાજમાર્ગ પર પહોંચાડીને આત્માનુભૂતિના અજવાસની કેડીએ દોરી જાય છે. વર્તમાન સમયમાં જ્યારે આત્મસાધનાનો માર્ગ દુરૂહ અને તિમિરાચ્છન્ન થતો જાય છે. ત્યારે આવી સુંદર વિવેચના ખુદને ખોજનારા આત્માનુભૂતિના પિપાસુ સાધકો માટે સંતૃપ્તિનું અમોઘ સાધન બની રહેશે.