Book Title: Shrutsagar Ank 2012 09 020
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિ.સં.૨૦૬૮-ફિ. મકર છે. એ પોતાની જાતની કશી ખેવના રાખતા નથી, પણ મુનિસંઘની સતત ચિંતા સેવ્યા કરે છે. એકવાર એક મુનિએ સૂરિજીને પૂછયું : “પ્રભો! અહીંના વૈષ્ણવો તો જૈનો કરતાંય વિશેષ ભાવનાશીલ દેખાયાં. ને વળી કેટલા બધા પ્રેમાળ જણાયા! ધર્મદ્વેષનો તો એમનામાં છાંટો પણ દેખાતો નથી. ત્યારે વિજયનગરના વૈષ્ણવો જૈનોના વિરોધી કેમ બન્યા હશે?' ' સૂરિજીએ કહ્યું: “વત્સ! એ બધો દોષ પંથધેલા ધર્મગુરુઓનો જ છે. પ્રજા તો ભોળી, નિષ્પાપ અને સાફ દિલની છે. જેવું એનામાં અમૃત કે ઝેર ભરવામાં આવે છે, એવી એ બને છે. એથી જે કાંઇ દોષ એનામાં દેખાય છે એનો નથી, પણ એવા ધર્મગુરુઓનો જ છે.' જેમ જેમ ધર્મરક્ષાને માટે બહાર પડેલા એ શ્રમણસંઘનો પ્રાવસ આગળ વધતો હતો, તેમ તેમ એ ધર્મવીરની વાત વિધુતવેગે ચારે બાજુ પ્રસરવા લાગી હતી. એથી રસ્તામાં આવતા ગામેગામના સંઘો એના દર્શન માટે ગામને દ્વારે રાહ જોતા બેસી રહેતા અને આહારપાણીની વ્યવસ્થા કરી એ મુનિઓની સેવાથી ધન્યતા અનુભવતા. શરૂમાં તો એ પ્રવાસ ઝડપી અને સરલ હતો. સરલ સપાટ ભૂમિ પરથી એમને વિહરવાનું હતું. પણ જેમ જેમ એ આગળ વધતા ગયા તેમ તેમ, એમની આકરી કસોટી કરવા ન હોય તેમ વિપત્તિઓનાં વાદળ ઘેરાવાં લાગ્યાં. પણ જેમનો સંકલ્પ દઢ હતો એમને કોણ રોકી શકે તેમ હતું? ઊલટું, જેમ જેમ આપત્તિઓ આવી તેમ તેમ એમનામાં ઉત્સાહનું પૂર ચડતું. પગમાં જાણે આખી દુનિયાને ખૂંદી વળવાનું બળ ઊભરાતું. આંખમાં કોઈ નવી ચમક પેદા થતી અને પ્રમુખ પર કોઈ દૈવી આભા ઝળકી ઊઠતી. એમના હોઠ ઉપર અને એમની ચાલમાં દઢતાંના દર્શન થતાં હતાં. એ મુનિઓના ધર્મ તેજથી સકલ સૃષ્ટિના પરમાણુઓમાં પણ જાણે પ્રસન્નતા પ્રસરતી જતી હતી. છતાં બીજી બાજુ એમના ધર્મશીયન કસોટીએ ચડાવવા કદરત પણ જાણે તૈયાર થઈ રહી હતી. ઝડપી પ્રવાસમાં ગંગા-યમુના જેવી નદીઓ એ પસાર કરી ગયા હતા. પણ ગંગાએ એક આકરો ભોગ લીધો હતો. જ્યારે જીવન અને મૃત્યુ વચ્ચે એક જ હાથનું છેટું હતું, એવી આકરી કસોટીમાંથી બાકીના પસાર થયા હતા. વાત આમ બની હતી. મુનિઓ જ્યારે હોડી દ્વારા ગંગા ઓળંગી રહ્યા હતા, ત્યારે હિમાલય પર વૈશાખ માસની ગરમીને લીધે ઓગળેલા બરફથી ગંગામાં નવાંનીર ઊભરાવા લાગ્યાં ને તેથી હોડી ઓચિંતી હાલકડોલક થવા લાગી. એટલામાં એકવાર હોડીએ સમતુલા ગુમાવી ને બધા જ મુનિઓને પાણીમાં પછાડી એ પણ તળિયે જઈ બેઠી. ગંગા પાર કરવાને ફક્ત બસો વારનો પટ જ બાકી હતો. મળેલા સમાચારો મુજબ મુનિસઘનું સ્વાગત કરવા કાંઠાના ગામનો સંઘ પણ કિનારે એકત્ર થયો હતો. એણે મુનિઓ જેમાં બેઠા હતા એ હોડીને ઊંધી વળતી નિહાળી અને તરત જ એણે મદદ માટે બે-ત્રણ હોડીઓની વ્યવસ્થા કરી; તરત જ એ હોડીઓને પાણીમાં વહેતી કરવામાં આવી. હવે એક ક્ષણનો પણ વિલંબ જીવનને મૃત્યુમાં, આનંદને શોકમાં, આશાને નિરાશામાં ફેરવી નાખે એમ હતો. આથી જે જે તારાઓ ત્યાં હતા એમને પણ તરત જ મોં માગ્યા દામ આપીને નદીમાં ઉતારવામાં આવ્યા. બને તેટલી માટીની ખાલી ગોળીઓ પણ વહેતી મૂકવામાં આવી. પણ એ બધા સાધનો ઘણાં દૂર હતાં. અધૂરામાં પૂરું સુરિજીને તરતાં આવડતું નહોતું. પણ એમના બે ક્ષત્રિય શિષ્યો યુવાવસ્થામાં ઘોડેસવારી, પટાબાજી, નદીઓ તરી જવી વગેરે વિદ્યાઓમાં પ્રવીણ હતા; એટલે એમણે તરત જ ગુરુને ઉપાડી લીધા અને એક એક હાથે તરતવા લાગ્યા. સાધુજીવનને કારણે ઘણાં વર્ષથી તરવાનો મહાવરો છૂટી ગયો હતો અને ગુરુને લઈને એક હાથે તરવાનું હતું, એટલે એ બે મુનિઓ પણ હવે ધીમે ધીમે શક્તિ ગુમાવી રહ્યા હતા. ત્રણેના જીવનમરણ વચ્ચે હવે પાંચ-દસ પળનું જ અતર જણાતું હતું, ત્યાં તો કિનારેથી છૂટેલી પહેલી હોડી સમયસર પહોંચી ગઈ અને ત્રણેને હોડી પર ખેંચી લેવામાં આવ્યા. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36