Book Title: Shrutsagar Ank 2012 09 020
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २४ सितम्बर २०१२ | ઘર્મની રક્ષા કાજે | - સ્વ. રતિલાલ મફાભાઈ શાહ (ગતાંકથી આગળ) સૂરિજી એકાંતમાંથી બહાર આવ્યા. હજી તો રાત્રિનો ત્રીજો પહોર ઊતરી રહ્યો હતો, છતાં એમણે તરત જ સંઘનાયકોને બોલાવ્યા, મુનિઓને પણ એકત્ર કર્યા અને પોતે પ્રભાત થતાં જ વિજયનગર ભણી કૂચ કરી જશે એની સૌને જાણ કરી. ફક્ત અઢી મહિના જેટલો ટૂંકો સમય, છસો સાતસો ગાઉ જેટલો લાંબો પ્રવાસ અને અજાણ્યો, વિકટ અને અનેક મુશ્કેલીઓથી ભરેલો માર્ગ : સંધ તો સૂરિજીની આ વાત સાંભળી અવાક જ બની ગયો. મુનિઓ પણ વિચારમાં પડ્યા. પણ કોઈ પ્રત્યુત્તર વાળે તે પહેલાં તો ગુરુએ એકલા વિહાર કરી જવાનો પોતાનો દૃઢ સંકલ્પ જાહેર કરી શિષ્યોને પોતાના વિહાર માટેની તૈયારી કરવાની આજ્ઞા ફરમાવી દીધી. શાસનની રક્ષા કાજે આવો ભગીરથ પ્રવાસ ખેડવાની સૂરિજીની તૈયારી જોઈ સંઘ તથા મુનિઓની આંખો લાગણીનાં આંસુથી ઊભરાઇ ગઈ. બધા ગદ્ગદ્ર બની ગયા. સૂરિજીના અનેક શિષ્યોએ ધર્મરક્ષાની આ વીરત્વભરી કચમાં પોતાને સાથે લેવા આગ્રહભરી વિનંતી કરી. પરિણામે એમના પ્રીતિપાત્ર એક યુવાન વયના શિષ્ય સહિત સત્તર વીર મુનિઓને વિહારમાં સાથે રહેવાની સંમતિ મળી ગઈ. અને બાલસુર્યનાં તેજસ્વી કિરણોથી પુર્વાકાશમાં લાલિમા પથરાય એ પહેલાં તો અયોધ્યાના એ સંત-ભાનું ઉપાશ્રયમાંથી બહાર આવ્યા; સાથે પ્રભાવશાળી સત્તર મુનિઓ પણ સજ્જ થઈને બહાર નીકળ્યા. જૈન શાસનની જયના બુલંદ ઘોષ સાથે વિહાર શરૂ કરી દીધો. વિધૂતવેગે ફરી વળેલા આ સમાચાર જ્યારે અયોધ્યાની પ્રજાએ જાણ્યા ત્યારે ભાવનાના પ્રેરાયેલાં નાનામોટાં, બાળક-વૃદ્ધ સૌ રાજમાર્ગની બન્ને બાજુએ ઊભરાવા લાગ્યાં. હજારો વર્ષ પૂર્વે દક્ષિણ પુનિત સ્મૃતિ જગાવનારા અને એજ પ્રમાણે દક્ષિણ ભારતમાં ધર્મવિજય માટે પ્રસ્થાન કરનારા ધર્મસિંહ આચાર્યમાં અયોધ્યાની જનતાને આજે એ ભૂતકાળનાં દર્શન થતાં હતાં. રામચંદ્રજીને પિતૃઆદેશથી અણચિંતવ્યા સવાર થતાં અયોધ્યા ત્યાગવું પડ્યું હતું, તેમ આ આચાર્યને પણ અંતરના આદેશથી અણચિંતવ્યા જ અયોધ્યા છોડવું પડે છે, એ વિચારથી અયોધ્યાની ભાવિક જનતાની ઊર્મિઓ અશ્રરૂપે વહેવા લાગી, આગળ આચાર્ય અને મુનિર્વાદ હતું. પાછળ અયોધ્યાની જનતા હતી. ધર્મવિજયની ભાવનાથી નીકળેલા એ શ્રમણોનો સમૂહ જ્યારે નગરને દરવાજામાંથી બહાર આવ્યો, ત્યારે જનતાએ જયજયકારની બુલંદ ઘોષણાથી આકાશ ગજાવી મૂક્યું. આચાર્યશ્રીનો વિજય વાંછતી ઉષા જાણે ગગણાંગણમાં ત્યારે રંગોળી પૂરી રહી હતી. મંદ મંદ વાયુ એમની ચરણવંદના કરવા લહેરાઈ રહ્યો હતો. રંગબેરંગી પુષ્પો પણ જાણે હસતાં ન હોય તેમ ધીરે ધીરે ડોલતાં ડોલતાં વાતાવરણને મઘમઘાવી રહ્યાં હતાં. અરે, સકલ સૃષ્ટિ જ ત્યારે કોઈ અનેરો આનંદથી ખીલી રહી હતી. આવા ભવ્ય પ્રસંગોનું દર્શન કરવા જાણે સહસ્રરશ્મિ-ભાનું પણ ધીમે ધીમે ક્ષિતિજથી ઊંચે આવી રહ્યો હતો, આવા પ્રેમ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં જનતાનાં પ્રેમથી ગળગળા બની, સંઘને માંગલિક સંભળાવી, ધર્મલાભના આશિષ આપી સૂરિજીએ સૌને પાછા ફરવા જણાવ્યું. રડતી આંખે સંઘ પાછો ફર્યો; પણ જ્યાં સુધી મુનિઓનું મંગલદર્શન થતું રહ્યું ત્યાં સુધી સૌની આંખો તો એમના પર જ મંડાયેલી હતી. કેવું ભવ્ય એ હૃદયદ્રાવક હતું એ દૃશ્ય! સમયની અને માર્ગની જાણે હોડ જામી હતી. મર્યાદિત સમયમાં ધારેલ સ્થળે પહોંચવું જ હતું. એટલે શ્રમણસંઘનો પ્રાવસ વણથંભ્યો ચાલુ જ રહેતો. સમય કપાતો જાય તેમ મજલ કાપવી પણ અનિવાર્ય હતી. વિહાર બહુ આકરો છે, પણ વાત્સલ્યભર્યા સૂરિજી એને અનેક જાતની શાસ્ત્રવાતો કહીને સરળ બનાવી દે For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36