________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सितम्बर २०१२ પર્યુષણ મહાપર્વ...(પાંચમો દિવસ) સોણલાંની પણ એક સોહામણી દુનિયા છે... ભાવિના અનેક સંકેતો શમણાંની સોડમાં ઇશારા કરે છે. ભગવાન મહાવીરની માતા ત્રિશલાએ જોયેલાં ૧૪ નમણાં શમણાં કેવાં સવાળાં ને પ્યારાં પ્યારાં છે? એક એક
હાવીરના મોહક વ્યક્તિત્વને કળીમાંથી ઊઘડતા ફૂલની જેમ ઉઘાડ કરે છે. સપના એ વ્યક્તિના ભીતરી અસ્તિત્વની પ્યાસને પ્રગટ કરે છે! સુંદર સોણલાંની છાબ પણ એના જ નસીબમાં હોય છે કે જે અંતરથી સુંદર હોય! અત્યારે તો વૈજ્ઞાનિકો આધુનિક Micro electrionic instruments દ્વારા સપનાંઓના અજાણ્યા પ્રદેશની સફર ખેડે છે.
આપણાં શાસ્ત્રો તો સદીઓથી આ વાતને વિવેચી રહ્યાં છે! જરી પલકોનો પડદો પાડીને પહોંચી જજો ક્ષત્રિયકુંડના રાજપ્રસાદમાં પોઢેલાં દેવી ત્રિશલાની પાસે...એમના અસ્તિત્વમાંથી નીતરતી લાગણીઓની ભીનાશને જોજો!
એક વાત ના ભૂલશો... આજનો દિવસ મહાવીર જન્મ વાંચનનો છે, મહાવીરનો જન્મદિવસ નથી! આજનો દિવસ દેવી ત્રિશલાને આવેલાં શમણાંઓના નમણા ગામમાં ગરબે ઘૂમવાનો દિવસ છે.
પર્યુષણ મહાપર્વ...(છઠ્ઠો દિવસ)
પરમાત્મા મહાવીર દેવના રોમાંચક જીવનપ્રસંગોની પાવન પ્રેરણાના અમીઘૂંટ પાતી આજની અલબેલી ઉષા
છઠ્ઠો દિવસ લઈ આવી છે. વર્ધમાન રમે છે મિત્રોની મહેફિલમાં પણ એના અંતરના આંગણે તો ઉદાસીનતા જ રહે છે. માની ઇચ્છા સંતોષવા યશોદા સાથે લગ્નજીવન પણ જીવે છે, છતાંયે એનો આત્મા આ બધાં બંધનોથી અળગો છે! સર્વ ત્યાગની કેડીએ ચાલ્યા જતા વર્ધમાનને વિદાય આપતી યશોદાની જરા કલ્પના તો કરો, પોતાના પતિને ત્રિભુવન પતિ બનાવવાના કોડ ખાતર એ નમણી નારીએ પોતાના સુખની જરાયે પરવા ન કરી. એણે હસતા મોઢે વિદાય આપી પોતાના કંથને મહાન સંત થવા માટે! અરે એટલું જ નહીં, પ્રાણપ્યારી પુત્રી પ્રિયદર્શનાને પણ ત્યાગના પંથે વાળી. મહાવીરની મહાન ઇમારતમાં આ યશોદાએ પોતાના ધબકતા પ્રાણોની કાંઈક કાંઈક ઈંટો મૂકી હશે. એ મહાન નારીએ પોતાના સર્વસ્વને દૂર દૂર જતા જોઈ બોર બોર જેવડાં આંસુ પાડ્યાં હશે! છતાં પણ કોઈ ફરિયાદ વિના પોતાના જીવન-ધનને જગતધન બનાવનાર એ યશોદાને ઓળખ્યા વિના મહાવીરની ઓળખાણ અધૂરી રહેશે.
પર્યુષણ મહાપર્વ...(સાતમો દિવસ) ઊગતા સૂરજની સાખે લહેરાતી, પ્રસન્નતાનાં ફૂલો વિખેરતી સોહામણી પળો પર્યુષણનો સાતમો દિવસ લઈ આવી છે.
સંસ્કૃતિના આદ્ય પુરસ્કર્તા પરમાત્મા આદિનાથ તથા કાશીના કોડામણા રાજકુમાર પાર્શ્વનાથના જીવનની ઘણી ઘણી વાતો આજે સાંભળવાનો દિવસ છે. તેમ ઇતિહાસનાં પાનાંઓ પર સોનેરી અક્ષરે કંડારાયેલી પ્રેમની સર્વોચ્ચ કહાણી પણ આજે સાંભળજો નેમ અને રાજુલ! આઠ..આઠ ભવની પ્રીતના જેણે ચોક પુરાવ્યા છે એવી રાજુલને તરછોડીને ગિરનારની વાટે ચાલ્યા જતા નેમ! યુગયુગની પિછાણ જાણે કે પળભરમાં કોઈ કોઈને જાણતું નથી એ હકીકતની પથરદીવાલ બની જાય છે.
નેમ વિના નહીં ભજું નાથ અનેરો'ની ધૂણી ધખાવી બેઠેલી રાજુલ પ્રિયતમને પામવા, સદા માટે એનામાં લીન બની જવા સંયમન કાંટાળા રાહે કમળ- કોમળ કદમ માંડે છે. દેહ - પ્રેમને સ્વાર્થ સંબંધોની ભુલભુલામણીમાં ભૂલા પડેલા આપણે જરા એક નજર આ પ્રેમનાં પ્રતીકો તરફ નાંખીએ કે જેથી આપણા અણુએ અણુએ દિવ્ય પ્રેમની સરવાણી વહે, જેમાં પરમ શાંતિનાં નીર લહેરાતાં હોય!
For Private and Personal Use Only