________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ.સં.ર૦૮-દિ. માદ્રપદ
૧૭
પર્યુષણ મહાપર્વ...(આઠમો દિવસ)
વજ હૃદયના બોલ
ક્ષમાપના મીઠા મનના કોલ
ક્ષમાપના આજે દિવસ છે સંવત્સરીનો! ક્ષમાપનાનો! ક્ષમાપના...જીવનની પાયાની જરૂરિયાત છે ક્ષમા.. ક્ષમાવિહોણું જીવન તો રણ જેટલુંય રળિયામણું નથી લાગતું! રણમાંય રાત પડ્યે રેતીનો સુંવાળો ને શીળો...શીળો સ્પર્શ સાંપડે છે. જ્યારે ક્ષમા વગરના જીવનમાં તો નર્યા વેરની આગ ધગધગે છે. દાઝવા સિવાય કશું બીજું નથી એ જીવનમાં! દોસ્ત... આ જિંદગી મિત્રોની મહેફિલ બનાવવા માટે છે..શત્રુઓનું સ્મશાન ઊભું કરવા માટે નથી...! આ જીવન છે દોસ્તોની દોલત વધારવા માટે, નહીં કે દુશ્મનોની દયનીયતા પેદા કરવા! ભૂલ થઈ નથી થઈ, માફી માંગી લેવામાં નાનમ નથી! ઝૂકવામાં જરાય ઝાંખપ નહીં લાગે! ઊલટું સામી વ્યક્તિનું દિલ તમે જીતી લેશો! હું ઇચ્છું છું.
આજે તમારી આંખોમાં કરુણાનું કાજળ અંજાય! તમારા દિલના દરવાજે મૈત્રીનાં લીલાંછમ તોરણ બંધાય.
તમારા હોઠોની પાંદડીઓ વચ્ચે હેત પ્રીતનાં ફૂલો ખીલે! તમારા ચહેરા પર સ્મિતની ૨મ્ય ચાંદનીનાં નીર ઝીલે!
મૈત્રીનું મોધું મોતી દોસ્તીના દાબડામાં સચવાશે! ક્ષમાનું રતન
મૈત્રીના જતન વગર ઝંખવાશે? સૃષ્ટિના તમામ જીવાત્મા સાથે મૈત્રીનો નાતો બાંધવા માટે આપણાં ધર્મશાસ્ત્રો આપણને ઉપદેશે છે. આદેશ છે ત્યારે કમ સે કમ જેની સાથે જીવીએ છીએ જેની સાથે રહીએ છીએ, એ બધાંની સાથે તો મૈત્રી રચીએ/રાખીએ!
મૈત્રીનો પ્રારંભ નિજથી કરો! મૈત્રીની શરૂઆત નિજીથી કરો!
(વિચારપંખી' પુસ્તકમાંથી)
સ્વયે માફી માંગી લ્યો અને કરી તો સહુને માફ, મનના ખૂણે ખૂણાને કરી દો
ક્ષમાભાવથી સાફા
- ભદ્રબાહવિજય
For Private and Personal Use Only