Book Title: Shrimad Nyayavijayji Maharaje Aapel Bhashan
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 10
________________ ( ૮ ) સન્તના દર્શન માટે આજે યુરોપ અને અમેરિકાના કે તલપાપડ થઈ રહ્યા છે. એ મહાન જૈનના મહાન “ગણધર ” આજે સભાસમક્ષ સભાપતિના આસન પર શોભે છે. (ગણું એટલે સમૂહ, તેના “ધર” એટલે નાયક, કમાન્ડર એ “ગણુધર.) એક જૈનાચાર્યની જયન્તી ઉજવવા તેઓ હર્ષભેર પધારે એ એમની મહાન ઉદારતામાં એમનું જૈનત્વ પ્રત્યક્ષ થાય છે. આજે તેઓ અહિંસાના, સેવાભાવના અને લોકકલ્યાણના પાઠ ભણાવવા અહિં પધાર્યા છે. એ એમનું જૈનત્વ ન ગણાય તે શું ગણાય? જૈનત્વના ઉમંગમાં આવી તેઓ કદાચિત જેને તેમની કોઈ ભૂલ માટે યોગ્ય ઠપકે આપે, કે જરા આકરા લાગતા શબ્દમાં વ્યાજબી શિખામણ આપે તે એ વધાવી લેવા જોગ હોય. તેની સામે રીસાવું, ચીડાવું કે કેધાયમાન થવું એ તે મૂર્ખાઈ ગણાય. હવે મૂળ વાત પર આવીએ. વિજયધર્મસૂરિએ કાશી અને બંગાળ જેવા દેશના શાસ્ત્રીઓ તથા પંડિતેને જૈનધર્મના પ્રશંસક બનાવ્યા છે. બંગાળ અને મગધની સફરમાં તેમણે દયારસની ઝલ વસાવીને હજારો બંગાલીઓ તથા બીજાઓને માંસભક્ષણ છેડાવ્યાં છે અને હિંસા કરતાં અટકાવ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30