________________
( ૨૧ ),
તમે જાવ અને કંગાલીયત નિહાળે તે જણાશે કે, આપણે અહિંસાવાદી હોવા છતાં પણ આપણી નજર આગળ હિંસા થઈ રહી છે અને તમે ઉંડાણથી વિચાર કરશે તે જણાશે કે તે હિંસા માટે જવાબદાર આપણે છીએ. કડે માણસે ટલી વગર ટળવળે છે તે સંબંધમાં વિચાર કરી તે સ્થિતિ ટાળવા માટે આપણે આપણું કર્તવ્ય બજાવવું જોઈએ. જ્યાં સુધી ૧ રૂપીયાને રેંટીયો ઘેરઘેર નહીં ચાલે ત્યાં સુધી આ કંગાલીયત સુધરવાની નથી. આખું જગત્ આ આ કંગાળ મુલકને તમારી મારફતે ચુસી રહ્યું છે. શહેરમાં વસનારા જેન ભાઈબહેનેને ગરીબોની રોટી પાછી આપવા માટે તપાસ કરવા કહું છું.
જૈન બહેનેને અપીલ. જેન બહેનને હું કહીશ કે બારીક કપડાં પહેરવાં તે જૈનધર્મની વિરૂદ્ધ છે. આપણે અપાસરે સંયમ શિખવા જઈએ છીએ. તે સમજીને સાધુઓ પાસેથી સાધુતાના ગુણ જીવનમાં ઉતારવા જોઈએ. હું જૈન બહેનેને નમ્ર પ્રાર્થના કરું છું કે તેઓએ હાલે કંતાયલા સુતર અને હાથે વણાયેલા કાપડને પહેરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. મહાત્મા ગાંધીને અર્ધનગ્ન ફકીર કહેવામાં આવે છે અને તેને બ્રીટીશ સરકારમાં માન મળે છે, જ્યારે નેકટાઈ કેલરવાળા માણસને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com