Page #1
--------------------------------------------------------------------------
________________
મુંબઈ-કાટ-ટાઉનહૉલમાં
તા. ૨૫-૯-૩૧ ભાદરવા શુદ ૧૪ શુક્રવારે જગત્પ્રખ્યાત જૈનાચાય શ્રીમદ્ વિજયધમસૂરિજી મહારાજના નવમા સવત્સરી–ઉત્સવ પ્રસંગે
રાષ્ટ્રપતિ સરદાર શ્રીમાન્ વલ્લભભાઈ પટેલના પ્રમુખપણા નીચે ભરાયલી સભામાં
ન્યાયવિશારદ-યાયતીથ
શ્રીમદ્ ન્યાયવિજયજી મહારાજે આપેલું ભાષણ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
एक साइ
जैनाचार्य श्री विजय धर्मसूरि
શ્રી વિજયધમ સૂરિ મહારાજ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
આચાય શ્રીવિજયધર્મસૂરિજી મહારાજનું નામ જગપ્રખ્યાત છે. તેમનુ ચિત્ર આપની સામે ઉપસ્થિત છે. એક જૈનાચાની ‘ જયંતી ” ઉજવવામાં રાષ્ટ્રપતિ સરદારશ્રીમાન્ વલ્લભભાઈ પટેલ સભાપતિના આસનને અલંકૃત કરે એ તા ‘ સાનું ને સુગન્ધ ’ ગણાય. જયન્તીનું પાત્ર જેમ ઉચ્ચ, તેમ સભાપતિનું આસન પણ ઉચ્ચ. આવા સુચાગ વિચારતાં મને બહુ આનન્દ થાય છે. હવે હું મૂળ વાત પર આવું.
કાઠીયાવાડમાં ભાવનગરના * મહુવા ? ગામની શેરીએ-ગવીએમાં રખડતા ભ્રમતા ભૂત ‘ મૂલચ±’ કરા કેટલા વિચિત્ર છેતે જરા પદ્યોમાં બતાવું—
,
માતા-પિતા ને નામ ઇનકા ‘ મૂલચન્દ્ર ’ ક્રિયા સહી, પર પઠનમે ઇનક જરા ભી ચિત્ત લગતા થા નહીં; ખેલાં, તમાાં મેં' નિરન્તર રમણ કરતે ચે રહે, વફાન હી મે. નસ્ત હા કર યે સદા ફિરતે રહે.
દશ વર્ષોંકી વય મે. ઇન્હોંને વણુ–પરિચય હી ક્રિયા, ઇસસે પિત્તાશ્રીન ઇન્ડ. દુકાન પર બઠા દિયા;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
(૪) વાણિજ્યમેં વ્યાપારમેં ચે અનુભવી હેતે ગએ શઠ-દુજને કે સંગ મેં ભી સાથ હી પડતે ગએ. જિસને હજાર ધનિજ કો દીન-હીન બના દિયા, જિસને બડે નામી જને કે કીર્તિહીન બના દિયા; ધંધા વહી“ સટ્ટા” વિકટ, જે દેશમેં હૈ છા ગયાકરને લગે ફિર છૂત, ચારી, તિમિર ઇનમેં છા ગયા.
મૂલચન્દ જુગારની ખરાબ લતમાં પડે છે. તે જુગારમાં પૈસા હેમે છે. એક વખત તે પિતાના અંગ પરના દાગીના જુગારમાં હેમી દે છે. માતાપિતાને ખબર પડે છે. તેઓ તેને “ચૌદમું રત્ન” ચખાડે છે. બસ, અહીંજ એના જીવનમાં ક્રાન્તિનું બીજ વવાય છે. તે વખતે તેના વિચારોમાં મહાન પરિવર્તન થાય છે. તેના હૃદયમાં જમ્બર ખળભળાટ થાય છે. તેને જગતની વિચિત્રતાનું ભાન થાય છે. તેને સંસારની અસારતાનું જ્ઞાન થાય છે. તેના હદયમાં મજબૂત વૈરાગ્ય પ્રગટ થાય છે. તે ભાવનગર આવે છે. ત્યાં શ્રીમદ્ વૃદ્ધિચન્દ્રજી મહારાજને મળે છે. તે મહાત્માની આગળ તે દીક્ષાની માંગણી કરે છે. વૃદ્ધિચન્દ્રજી મહારાજ અમારા જેવા ચેલાચાપટના લેભી હેતા. તેઓ મહાન ત્યાગી, વૈરાગી અને શાઅદશ સન્ત હતા. તેઓ નસાડી-ભગાડી છાની રીતે દીક્ષા આપવામાં પાપ સમજતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
હતા. તેઓ સગીર વયના બાળકના ભેળપણને ગેરલાભ લઈ તેમને ઉતાવળથી અંડી નાંખવામાં અધર્મ સમજતા હતા.
તેઓ, પરીક્ષાપૂર્વક યોગ્યતા જણાતાં દીક્ષા આપવાના શાસ્ત્રાદેશને અનુસરનારા હતા.
વૃદ્ધિચન્દ્રજી મહારાજ મૂલચંદને પરીક્ષાની કસોટીએ કસે છે. મૂલચન્દ તેમાં આબાદ પસાર થાય છે. એ પછી તેને દીક્ષા અપાય છે. ગણેશ વર્ષની ઉમ્મરે તે દીક્ષા ગ્રહણ કરે છે. “મૂલચંદ” મટી હવે તે “ધર્મવિજય બને છે.
ધર્મવિજય ગુરૂભક્તિમાં ઘણે રસ લે છે. ચારિત્રના શુદ્ધ આરાધન સાથે જ્ઞાનમય જીવનમાં આગળ વધે છે. ધીમે ધીમે આગળ વધતાં મહાન વિકાસના પરિણામે “ધર્મવિજ્યમાંથી વિજયધર્મ, સૂરિ બને છે. હવે વિજયધર્મસૂરિને જોઈએ.
વિજયધર્મસૂરિ એટલે અકર્મયતાને ઉa ફેંકી દેનાર સાચે વીર. વિજયધર્મસૂરિ એટલે ઉત્સાહની જાજવલ્યમાન મૂતિ. વિજયધર્મસૂરિ એટલે દઢતા અને ધીરજને પહાડ. અને વિજયધર્મસૂરિ એટલે ચારિત્રનું જળહળતું ભામંડલ. તેમની ચશપતાકા ગુજરાત કે કાઠીયાવાડ, મારવાડ કે મેવાડ, માળવા કે દક્ષિણ, પૂ. પી કે બેંગાલ, તમામ સ્થળે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
( ૬ ). ફરકી રહી છે. એટલું જ નહિ, પણ યુરોપ અને અમેરિકા સુધી તેમના જીવનની માહાભ્ય–ગાથાએ ગવાઈ રહી છે. તેમની વિશ્વપ્રસિદ્ધિ તેમના પુરૂષાર્થ મય જીવનને આભારી છે. તેમણે દૂર દૂર દેશમાં ભ્રમણ કરી જૈનધર્મને પટલ વગડાવ્યો છે.
અહીં જૈનધર્મ વિષે જરા કહી લઉં.
જૈનધર્મ એટલે વીતરાગધર્મ, જૈનધર્મ એટલે આત્મધમ, જૈનધર્મ એટલે અહિંસાધર્મ અને જેનધર્મ એટલે પરમાત્મા વીતરાગ દેવનું પવિત્ર ફરમાન. જૈનધર્મને અભ્યાસ એટલે રાગ-દ્વેષને જીતવાને અભ્યાસ. જનજીવન એટલે જિતેન્દ્રિય જીવન, જૈનજીવન એટલે અહિંસામય, સત્યમય અને સદાચારમય જીવન. જૈનના વિચારો જેમ ઉંચા હોય, તેમ આચાર પણ ઉંચા હોય. જેનની ભાવના વિશાળ અને ઉદાર હાય. તેનું જીવન પવિત્ર અને ઉજજવળ હાય. આ જૈનત્વ છે. તેને કેઈએ ઈજા લીધે નથી. દુનિયાને કઈ પણ માણસ જૈનત્વને પોતાના જીવનમાં ખીલવી શકે છે. મહાવીર ભગવન્તના લક્ષાવધિ શ્રાવકમાં દશ શ્રાવકે મુખ્ય ગણાયા, પણ તેઓમાં કેઈ ઓસવાડ–પિરવાહ કે દશા–વીશા
ન હતા. પણ તેમાં કેઈ હતા ખેડુત, પટેલ અને -- પાટીદાર અને કોઈ કુંભાર. જેના જીવનમાં અહિંસા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
સત્ય, સંયમ, ત્યાગ અને સેવાભાવના સદ્દગુણ ખીલ્યા હોય, તે ચાહે હેડ કે ભંગી હોય, પણ તે સાચે જૈન છે, તે ઉચ્ચ છે અને ઉંચે ચઢી રહ્યા છે. એથી વિપરીત, એ વસ્તુ જેના જીવનમાં નથી અને જેના વિચારે ગન્દા અને જેનું આચરણ મલિન છે, જે, હડહડતા અન્યાયે કરે છે અને અનાચાર સેવે છે, તે તપાંતથી કે કુલધર્મથી ગમે તેટલે ઉચ્ચ કહેવાતું હોય, પણ ખરી રીતે તે નીચ છે. આત્મવિકાસમાં ચઢે તે ઉંચ અને પડે તે નીચ. જીવનમાં જે અહિંસા, સત્ય અને સંયમને અભ્યાસ નથી, તે કેરા ચાંલ્લામાં કે કેરી મુહપત્તીમાં કંઈ નથી. જીવનમાં જે ચારિત્ર નથી, તે એક નહિ, પણ એકવીશ “ ઘા” બગલમાં મારી ફર્યા કરે તોયે કંઈ ન વળે.
આજે હાટ જૈન “ સાબરમતીને સન્ત” છે. આજે મોટે જૈન એ “અર્ધનગ્ન ફકીર” છે. એ મૂઠ્ઠીભર હાડકાંને માણસ આજે આખા દેશને ડોલાવી રહ્યો છે. એના શબ્દ પર આજે જગત મુગ્ધ બની રહ્યું છે. એનું કારણ છે એની અહિંસા-શક્તિમાં, એના ચારિત્રબળમાં. એ મહાત્મા આજે આપણે પાસે નથી. એ દરિયાપાર પાંચ હજાર માઈલ છેટે જઈ એઠા છે-દરિદ્રનારાયણને પ્રતિનિધિ થઈને. એ મહાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
( ૮ ) સન્તના દર્શન માટે આજે યુરોપ અને અમેરિકાના કે તલપાપડ થઈ રહ્યા છે.
એ મહાન જૈનના મહાન “ગણધર ” આજે સભાસમક્ષ સભાપતિના આસન પર શોભે છે. (ગણું એટલે સમૂહ, તેના “ધર” એટલે નાયક, કમાન્ડર એ “ગણુધર.) એક જૈનાચાર્યની જયન્તી ઉજવવા તેઓ હર્ષભેર પધારે એ એમની મહાન ઉદારતામાં એમનું જૈનત્વ પ્રત્યક્ષ થાય છે. આજે તેઓ અહિંસાના, સેવાભાવના અને લોકકલ્યાણના પાઠ ભણાવવા અહિં પધાર્યા છે. એ એમનું જૈનત્વ ન ગણાય તે શું ગણાય? જૈનત્વના ઉમંગમાં આવી તેઓ કદાચિત જેને તેમની કોઈ ભૂલ માટે યોગ્ય ઠપકે આપે, કે જરા આકરા લાગતા શબ્દમાં વ્યાજબી શિખામણ આપે તે એ વધાવી લેવા જોગ હોય. તેની સામે રીસાવું, ચીડાવું કે કેધાયમાન થવું એ તે મૂર્ખાઈ ગણાય.
હવે મૂળ વાત પર આવીએ. વિજયધર્મસૂરિએ કાશી અને બંગાળ જેવા દેશના શાસ્ત્રીઓ તથા પંડિતેને જૈનધર્મના પ્રશંસક બનાવ્યા છે. બંગાળ અને મગધની સફરમાં તેમણે દયારસની ઝલ વસાવીને હજારો બંગાલીઓ તથા બીજાઓને માંસભક્ષણ છેડાવ્યાં છે અને હિંસા કરતાં અટકાવ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
( ૯ )
છે. તેમણે કાશી જેવા હિન્દુધર્મના જખરદસ્ત કિલ્લામાં, જે વખતે વૈમનસ્યનું વાતાવરણુ જથ્થર પથરાચતું હતું, વિશથી વર્ગના અનેક વિઘ્ન વચ્ચે પદપ્રવેશ કરી જૈનવિદ્યાલયના અઢા ફરકાવ્યેા છે. તેમણે નવા સંખ્યા ધ વિદ્વાના ઉભા કરી સમાજમાં વિદ્યાધ્યયનના પ્રચાર કર્યાં છે અને સાઁસ્કૃત-પ્રાકૃત ભાષાની અભ્યાસ-પ્રણાલીને પુનર્જીવિત કરી છે. તેમણે જૈન સાહિત્યના પહાળે પ્રચાર કરી પેાતાની વિદ્વત્તા અને સ શેાધન-શકિતથી પાશ્ચાત્ય કાલરાને આકર્ષિત કર્યાં છે અને તેમને જૈન સાહિત્યમાં સરસ રસ લેતા કર્યાં છે. તેમણે ગુરૂકુળ, માડીંગ, બાલાશ્રમ, વિદ્યાશ્રમ, પુસ્તકાલય જેવાં વિદ્યાનાં સરાવરા ઠેકઠેકાણે નિર્માણ કર્યાં છે. કાઠીયાવાડના લગભગ તમામ સ્ટેટાના નરેશે તેમને મળ્યા છે અને તે નરેશાને તેમણે ધર્મોપદેશ આ છે. તેમના વિહાર દરમ્યાન તે તે સ્થળના એડમિનિસ્ટ્રેટર મહાશયેાએ તેમના એધનુ પાન કર્યું છે. ઉદેપુર, જોધપુર, ઇન્દોર, ગ્વાલીયર જેવાં સંસ્થાનાના મહારાજા તેમના પ્રભાવશાલી વ્યકિતત્વ પર મુગ્ધ બન્યા છે. દરભંગામહારાજાએ ભરી સભામાં તેમની વિદ્વત્તાની તારીફ કરી છે. મહારાજાઅનારસ તેમના ભકત નરેશ. કાશી જેવા વિદ્યાના મહાન્ કેન્દ્રમાં ભારતીય વિદ્વાનાની ગંજાવર સભા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
( ૧૦ ) વચ્ચે તેમને “શાસવિશારદ-જૈનાચાર્ય પદ્ય અર્પવાનું માન મહારાજાબનારસને છે. સુરત અને ધુળીયાના કલેકટરે તેમનાં પ્રવચન સાંભળ્યાં છે. તેમણે રાજકોટની રાજકુમાર-કેલેજમાં જઈને રાજકુમારને રાજપદ્ધતિને અસરકારક ઉપદેશ આપે છે. ઈ. સન ૧૯૨૦માં આચાર્ય મહારાજ અહીં મુંબઈમાં હતા. તે વખતે અહીંના નામદાર ગવનર સાહેબને તેઓ તેમના ખાસ ગવર્મેન્ટ હાઉસમાં મળ્યા છે.
તેમણે અનેકાનેક પ્રાચીન ગ્રન્થસાહિત્ય પ્રકાશમાં આપ્યું છે. કલકત્તા-યુનિવર્સિટિની સંસ્કૃત પરીક્ષાઓમાં તેમણે જૈનગ્રન્થા દાખલ કરાવ્યા છે. પિતાના ઉંચી પંક્તિના બે વિદ્વાન શિષ્યોને
સીલન” (લંકા) મોકલી ત્યાંની બૌદ્ધ પ્રજામાં તેમણે જૈન ધર્મને સંદેશ પહોંચડાવ્યું છે. કલકત્તા અને અલાહાબાદમાં “સર્વધર્મસભા ” (કન્વેન્શન ઓફ રિલિજિયન્સ ઈન ઈન્ડિયા) તરફથી આમન્ત્રણ આવતાં તેમણે ત્યાં જઈ મહાન પ્રભાવશાલી અને જેશીલાં લેકચર આપી ત્યાં ઉપસ્થિત થયેલ મહાટા મહેટા વિદ્વાને, સાધુ-સંન્યાસી-મહન્ત અને અન્ય નાગરિકેનાં અન્તકરણમાં જમ્બર અસર પેદા કરી છે. તેમણે લંડનના ડે. એફ ડબલ્યુ. થોમસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
( ૧૧ )
સાહેબની સિફારસના આધાર પર એજન્ટ ટુ ધી ગવર્નર જનરલ રાજપુતાના ‘કાશ્મીન’ સાહેબને રૂબરૂ મળીને ‘ આખુ ’ તીથની આશાતના ( વિદેશીચા ચામડાના બૂટ સાથે મદિરામાં જતા હતા તે ) દૂર કરાવી છે, બંગાલની એસિઆઇટિક સેાસાયટીએ અને જમની તથા ઈટલીની એરિયન્ટલ સેાસાયટીઓએ • એનરિ મેમ્બર ’ તરીકે તેમના ચેગ મેળવવાનુ સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે. તેમણે જમન ડેાકટર હર્માંન્ જેકેામીની હિન્દુસ્તાનમાં ઉપસ્થિતિ થતાં જોધપુરમાં મહામહાપાધ્યાય ડૉ. સતીશચન્દ્ર વિદ્યાભૂષણના અધ્યક્ષપણામાં જૈનસાહિત્યપરિષદ્ ખેલાવી દેશ-વિદેશમાં જૈન સાહિત્યની મહત્તાના ઢઢા પીટાન્યેા છે. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જમની, ઇટલી અને અમેરિકા વગેરે દેશેાના મ્હાટા મ્હાટા સ્કાલા સાથે તેમના કારપેાન્ડન્સ વધતા રહ્યા છે. આજે લગભગ દોઢસો જેટલા પાશ્ચાત્ય કાલરા તેમની પુણ્યમી જીવનપ્રભાના દેરાયા જૈન સાહિત્યની સેવા મજાવી. રહ્યા છે.
6
7
સૂરિજી મહારાજની મુલાકાત લેવામાં છેલ્લે પાશ્ચાત્ય સ્કાલર ફ્રેન્ચ વિદ્વાન્ ડા. સીલ્વન લેવી છે. તે આચાય મહારાજને શિવપુરીમાં મળ્યા હતા. તે વખતે આચાર્ય મહારાજ માંદગીમાં હતા. ફક્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
સાત દિવસના મેહેમાન હતા. એ સ્થિતિમાં પણ આચાય શ્રીની મહાન્ જીવન-વિભૂતિએ ડાકટર મહાશયના હૃદય પર જે અસર કરી હતી, તેનું જ એ પરિણામ છે કે, ડૉકટર મહાશય દુનિયાની આગળ ઘાષણાપૂર્વક કહી રહ્યા છે કેઃ
"I can tell you that he is one of the most impressive personalities I ever met with in the whole world.
.
અર્થાત્—હું તમને કહી શકું છું કે તે ઉંચામાં ઉંચા પ્રભાવશાલી વ્યક્તિઓમાંના એક છે, જેમના જેવા મહાત્મા દુનિયાભરમાં શાયદજ મને મળ્યા હાય.
લંડનના સર યાજ ગ્રીઅસન લખે છે કેઃ-~~~
r ' I never had the privilege of meeting him, but many people in in this country will unite with me in deploring the loss of a ripe and learned scholar of world-wide reputation.
""
અર્થાત્——હુ તેમને( વિજયધમસૂરિને ) કદી મન્યા નથી. પણ આ દેશના ઘણા મનુષ્યા એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
(૧૩) વિશ્વવ્યાપિ–કીર્તિમાન પ્રૌઢ વિદ્વાન ઓલરની પેટના દુઃખમાં મારી સાથે જોડાશે.
આ મહાન આચાર્ય મહારાજને એ પ્રતાપ છે. કે, ભારતીય અને પાશ્ચાત્ય વિદ્વાનોમાં જેનધર્મના. સંબન્ધમાં જે કેટલીક ગેરસમજુતીઓ ફેલાયેલી હતી તે નાબૂદ થવા પામી છે.
જર્મન વિદ્વાન છે. હલ કૌનસાહિત્યની મહત્તા બતાવતાં જણાવે છે કે –
“ Now what would Sanskrita poetry be without the large Sanskrita literature : of the Jainas ! The more I learn to know it, the more my admiration rises."
અર્થાત્ જેનેના મહાન સંસ્કૃત સાહિત્યને અલગ પાડવામાં આવે તે સંસ્કૃત કવિતા શી દશા. થાય ! આ બાબતમાં જેમ જેમ વધુ જાણવાને અભ્યાસ કરું છું, તેમ તેમ મારા આનન્દયુક્ત આશ્ચર્યમાં વધારે થતું જાય છે.
જર્મન વિદ્વાન ડે. હમન જેકેબી કહે છે કે –
“ In conclusion let me assert my conviction that Jainism is an original ! system, quite distinct and independent:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
( ૧૪ )
from all others; and that therefore it is of great importance for the study of philosophical thought and religious life in ancient India. '
અર્થાત્ અન્તમાં મને મારા થયેલ નિશ્ચય જણાવવા દ્યો. કે જૈનધમ એ મૂળ ધમ છે અને તમામ દઈનેાથી તદ્દન ભિન્ન અને સ્વતન્ત્ર છે, પ્રાચીન ભારતવર્ષના તત્ત્વજ્ઞાન અને ધાર્મિક જીવનના અભ્યાસ માટે તે ઘણા અગત્યના છે.
હવે છેલ્લે, ઉપસંહાર કરતાં જણાવીશ કે, મહાત્માઓનાં જીવનમાંથી જીવનની મહાનૢ વસ્તુ · બરાબર સમજી જઇ તેને આપણે પેાતાના જીવનમાં ઉતારવા પ્રયત્ન કરવા જોઇએ. મૈત્રીભાવ, સેવાભાવ, સત્ય, સયમ, ત્યાગના માધપાઠ જીવનમાં ન ઉતરે ત્યાં સુધી આત્મજીવનના વિકાસ અશકય છે. આગળ વધવા માટે પ્રજામાં એકીકરણની પહેલી જરૂર છે. એકીકરણ કેટલું કામ કરે છે તે જુઓ ।
“ પિપીલિકા સ’પ કદી કરે છે મહા અહિને પણ પ્રાણ લે છે. તમે બધા રાષ્ટ્રીય પક્ષ તાથેા ! અરે ! સ્વદેશીઅભિમાન આણા ! ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
( ૧૫ )
ખરેખર~
ઇસ ફ્રૂટને હી હમ સભી કે શક્તિહીન બના દિયા ઈસ ફૂટને હી જાતિયાં કૈા છિન્ન—ભિન્ન અના ક્રિયા; ઇસ ફ્રૂટને હી ધર્માંકાલી ગ્લાનિપૂર્ણ બના દિયા ઇસ ફ્રૂટને હી દેશકી ભી નષ્ટ-ભ્રષ્ટ બના દિયા ઇસ ફૂટકા સિર ફ્રોડ કર અખ અક્ષ્ય કરના ચાહિએ સખ ધ વાલેાંકે પરસ્પર મેલ રખના ચાહિએ; કરના ચાહિએ. ઈસ માગ સે ઈસ દેશકા ઉદ્ધાર કરના ચાહિએ.
પરદેશિશાસનબન્ધનાંકા નાથ
આ શાન્તિઃ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
રાષ્ટ્રપતિ સરદાર
શ્રીમાન્ વલ્લભભાઈ પટેલનું ભાષણ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
સરદાર વલ્લભભાઇ, શ્રી. મણિલાલ કોઠારી, શ્રી ન્યાયવિજયજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
રાપતિ સરદાર શ્રીમાન વલ્લભભાઈએ જણાવ્યું કે આજના પ્રસંગે મને પ્રમુખસ્થાન લેવા માટે આપે આજ્ઞા કરી તે વખતે મેં તે આજ્ઞા માથે ચઢાવી તેવું કારણ માત્ર એક જ છે. આ પ્રસંગે પ્રમુખપદ લેવાની લાયકાત મારામાં નથી તે વાત મારી જાણ બહાર નથી, પરંતુ હું જાણું છું કે સંઘ તરફના હુકમને અનાદર મુનિ મહારાજે પણ ન કરો શકે, તે મારા જે પામર પ્રાણ કેમ કરી શકે! તેથી પ્રમુખપદ લેવાને સ્વીકાર કરી બેઅદબી સ્વીકારીને મેં પ્રમુખ પદ લેવા હા પાદ્ધ હતી. સૌરાષ્ટ્ર રનોની ભૂમી છે. વિજયધર્મસૂરિજી સૌરાષ્ટ્રમાં પેદા થયેલા છે. તેમના જીવનની રૂપરેખા મુનિજીએ આપી છે. આજે આપણે ધર્મવિજયજી મહારાજની જયંતી ઉજવવા મળ્યા છીએ મહાપુરૂષના ગુણ ગાવા તે આપ ધર્મ છે. પણ એકલા ગુણ ગાવાથી આપણું કલ્યાણ નથી, ઈમ્પીરીયલ બેંકમાં ઢગલાબંધ નાણાં પડેલાં છે. પણ ત્યાંના કલાર્કોને તે તે ગણીને હાથ કાળા કસ્યા પડશે. પરંતુ પૈસાને પગાર જેટલે હશે તેજ મળશે. મુનિ મહારાજેએ તમને ઢગલાબંધ વ્યાખ્યાન સંજય લાવ્યાં હશે. કથાઓ કહેનારા માણસેમાંના કેટલાકને . એ જીવનવ્યવહાર હોય છે, છતાં તેમાં કેઇનું કલ્યાણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
( ૧૮ ) થતું નથી. કથા કહેનાર પૈસા કેટલા મળશે તેની ધુનમાં અને કથા સાંભળનારા મઝા મેળવવાની ધુનમાં હોય છે. મુનિમહારાજ શ્રીધર્મવિજયજીનું જીવન આપણી સમક્ષ પડેલું છે. જેનો તેમનું જીવનચરિત્ર જાણે છે. પણ તેમાં તમારી મર્યાદા છે. તમારે અધિકારી બેંકના કલાર્કના પગાર જેવું છે. જેમ તમે તે મર્યાદા વધારશે તેમ તમારે અધિકાર વધશે અને તમે મહારાજશ્રીના સિદ્ધાંતે જીવનમાં ઉતારી શકશે. એકલે પીળે ચાંલ્લો કરવાથી જૈન થવાતું નથી. પરંતુ જેનમાં ખરા જનત્વની ભાવના હોવી જોઈએ. આપણામાં જે તે લાયકાત ન હોય તે આજેજ આપણે આત્મશુદ્ધિ કરી લેવાનો નિર્ણય કરી લે જોઈએ. જો તેમ ન કરે અને બેંક ક્યારે ખુલે તેના ચિંતવનમાં રહે તે પછી મારે, મુનિમહારાજેને અને તમારે વખત નકામી ગયો છે. જૈનધર્મ સર્વોપરિ ધર્મ ગણાય છે. અહિંસા પરમો ધર્મ એ જૈનધર્મને સિદ્ધાંત છે. આ ધર્મ જે કાયાને હોય તે તેને આપણે છે દઈએ. અત્યારે ઘણું માણસમાં એવી લાગણી પેદા થઈ છે કે જેનકેમની જ્યાં મેટી વસ્તી છે ત્યાં અહિંસાના પિકળ પ્રચારથી કાયરતા પેદા થઈ છે. પરંતુ આપણામાં એક ખરે જૈન પેદા થો છે. તે આજે અહીંથી ૫૦૦૦ માઈલ છેટે બેઠે છે. તેને નબળામાં નબળો માણસ દશ ગુલાંટે પ્રવાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
(૧૯) કે તેમ છે. પરંતુ તેનામાં જે તેજ ભરેલું છે તે આખી દુનિયાને ડેલાવી રહ્યું છે અને તે રીતે તે મહાપુરૂષ તત્વને શેભાવી રહ્યો છે અને તેથી આપણે મહાત્મા ગાંધીજીની જય પિકારીએ છીએ. (તાળીઓ) મહાત્મા ગાંધીજીએ બતાવી આપ્યું છે કે અહિંસા એ કાયરને ધર્મ નથી, પણ વીરેને ધર્મ છે. જે સત્તા પાસે પશુબળ, દરીયાઈ સત્તા વગેરે આસુરી શક્તિઓ જબરી જબરી છે તે મહાન સલ્તનત સામે એક નિઃશસ્ત્ર મનુષ્ય માત્ર આત્મશકિતના અવાજથી સામે થઈ હંફાવી તે સલ્તનતના સત્તાધારીઓનું આમંત્રણ મેળવ્યું છે. આ રીતે તે મહાપુરૂષે વિજય મેળવ્યું છે. તેમણે દેખાડયું છે કે અહિંસા એ તે વિરાને ધર્મ છે. અહિંસા પાળનારા જેનો વીર અને બહાદૂર લેવા જોઈએ. તેમનામાં કાયરતા હોય કેમ? તેમના પરનું કાયરતાનું કલંક તેમણે સાચો પુરૂષાર્થ ફેરવીને, ખરૂં જૈનત્વ કેળવીને ભૂસી નાંખવું જોઈએ. જે ધર્મમાં અહિંસા, સત્ય અને સદાચારના સિદ્ધાંત છે તે ધર્મના અનુયાયીઓમાં પક્ષાપક્ષી હાય, કુસંપ હેય તે પછી આખા દેશની એકતા કેમ થાય. હું ડરતે ડરતે કહું છું કે તમારામાંના ઝઘડા સાંભળી મને દુઃખ થાય છે, કર્તેશ થાય છે. તમને આવા ઝઘડા શેભતા નથી. તમે શેષ ન કરશે. હું તે જેમકેમને સાચે સીપાઈ બનવા ઈચ્છું છું. એટલું કહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
'
( ૨૦ )
આ બાબત અતિશય અદબથી રજી કરવા ઇચ્છુ છું, મારા કોઇ પણ વ્યાખ્યાનથી જૈનોને દુઃખ થયુ હાય તે મને યાદ નથી, જો કે મેં જેલમાં સાંભળ્યું હતું કે અમદાવાદમાં જેના સમક્ષ આપેલા ભાષણથી પાછળથી જૈનોમાં કઈંક ચકચાર થઇ હતી. આજે પણ પ્રમુખપદ લેતાં મને ખ્યાલ આન્યા હતા કે
જૈનોની સેવા કરવા જતાં એ ખેલ કહેવાઈ જાય તે
!
તેથી કુસેવા તા નહીં થાય ! તમારે શહેરની અંદર બે પક્ષ પાડી લડવું ન જોઇયે. તમે લાઠી લઇને લડશે તા. અહિંસા કાણુ પાળશે ! તમારામાં દયા અને પ્રેમના સાગર હાવા જોઇયે. તમાને તમારા કુટુંબકામી ભાઇએ પ્રત્યે પ્રેમ નહીં હોય. તે પછી દેશની પ્રજા પ્રત્યેના પ્રેમની વાતજ કયાં ? આજની જયંતી પ્રસંગે આ પક્ષñદની અને વેરઝેરની લાગણી દૂર કરી જૈનકામમાં એકતા સ્થાપવી જોઇએ. અમદાવાદના જેનાએ કાઈ કુતરાં મારે નહીં તે માટે હજારો રૂપીઆ • ખર્ચ્યા છે, ભુતરાને જુવાર નાંખવાથી અને કુતરાંને "માટે પૈસા ખર્ચ્યાથી કઇ જૈનત્વ પુરૂ' થતું નથી. આપણે અહિંસા જીવનમાં ઉતારવી જોઈએ. અત્યારે આપણા કરાડી ભાઇ બહેનાને એક ટંક ખાવાનું મળતું નથી અને લાખા માણસા ભુખે મરે છે. શુ આપણા ધમ એમ શિખવે છે કે પશુપક્ષીઓની રક્ષા કરવી અને મનુથ્થાની રક્ષા ન કરવી ? ગામડાંમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
( ૨૧ ),
તમે જાવ અને કંગાલીયત નિહાળે તે જણાશે કે, આપણે અહિંસાવાદી હોવા છતાં પણ આપણી નજર આગળ હિંસા થઈ રહી છે અને તમે ઉંડાણથી વિચાર કરશે તે જણાશે કે તે હિંસા માટે જવાબદાર આપણે છીએ. કડે માણસે ટલી વગર ટળવળે છે તે સંબંધમાં વિચાર કરી તે સ્થિતિ ટાળવા માટે આપણે આપણું કર્તવ્ય બજાવવું જોઈએ. જ્યાં સુધી ૧ રૂપીયાને રેંટીયો ઘેરઘેર નહીં ચાલે ત્યાં સુધી આ કંગાલીયત સુધરવાની નથી. આખું જગત્ આ આ કંગાળ મુલકને તમારી મારફતે ચુસી રહ્યું છે. શહેરમાં વસનારા જેન ભાઈબહેનેને ગરીબોની રોટી પાછી આપવા માટે તપાસ કરવા કહું છું.
જૈન બહેનેને અપીલ. જેન બહેનને હું કહીશ કે બારીક કપડાં પહેરવાં તે જૈનધર્મની વિરૂદ્ધ છે. આપણે અપાસરે સંયમ શિખવા જઈએ છીએ. તે સમજીને સાધુઓ પાસેથી સાધુતાના ગુણ જીવનમાં ઉતારવા જોઈએ. હું જૈન બહેનેને નમ્ર પ્રાર્થના કરું છું કે તેઓએ હાલે કંતાયલા સુતર અને હાથે વણાયેલા કાપડને પહેરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. મહાત્મા ગાંધીને અર્ધનગ્ન ફકીર કહેવામાં આવે છે અને તેને બ્રીટીશ સરકારમાં માન મળે છે, જ્યારે નેકટાઈ કેલરવાળા માણસને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
( ૨૨')
સાવ કાઈ પૂછતું નથી. અત્યારની હાલની સ્થિતિ ગરીબના ત્રાસના શ્રાપનું પરિણામ છે. તમે હીંમતથી, સત્યથી અને સદાચરણથી ચાલે અને કંગાળ બનેલા આ દેશને સમૃદ્ધ બનાવવાની તૈયારી કરા. મે જે કાંઇ કહ્યું છે તે તમારા પ્રત્યેના અગાધ પ્રેમને લઈનેજ કહ્યું છે. અને તેના ખરાબર વિચાર કરો. એટલું જ ગૃહી હુ મારૂ ખેલવું પૂર્ણ કરોશ. ઇશ્વર સર્વનુ કલ્યાણ કરો. ( તાળીઓ. )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
શ્રી. મણીલાલ કોઠારીનું ભાષણ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
શ્રી. મણીલાલ જેઠારી બેલવા ઉઠતાં તાલીઓના અવાજે થઈ રહ્યા હતા. તેમણે જણાવ્યું કે મારો જન્મ જૈન કોમમાં થયે છે. ખરે મહાન જૈન વર્તમાનકાળમાં પેદા થયે છે, તેને હું અનુસરી રહ્યો છું. આજે આપણે એક મહાપુરૂષની જયંતી ઉજવવા માટે મળ્યા છીએ કે જેમણે જૈન ધર્મની, જૈન સંપ્રદાયની તથા જૈન સાહિત્યની ભારે સેવા બજાવી છે. ઉપરાંત, વિશાલ ભાવનાથી ભારતવર્ષની સેવા બજાવી છે. તેમનામાં રહેલી વિશાળ ભાવના આપણામાં નથી એ તે આપણે કબૂલ કરવું જ રહ્યું. - હું આજે અમુક લાગણીથી કહું છું કે પૂર્વે જૈન કેમ ઘણું જ મટી હતી, પણ હાલમાં તે સ્થિતિ નથી. આપણું સંખ્યામાં ઘટાડો થયેલ છે. આપણે નીચે ઉતરતા જઈએ છીએ. હિંદુસ્તાનમાં પૂર્વે જેનેની જાહેરજલાલી હતી. આજે જેમાં તે અગાઉના જેનેએ બંધાવેલાં તીર્થોની રક્ષા કરવાની તાકાત નથી. આજના જૈને સનેપાતરૂપી સરાના વેપાર અને મીલ ચલાવી રહ્યા છે. આ સ્થિતિ હાલમાં છે. આપણે મહારાજ શ્રી વિજયધર્મસૂરિજીના જીવનને અભ્યાસ કરીને તેમનામાંના ગુણે આપણા જીવનમાં ઉતારવા જોઈએ. હું તમેને અદબ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
(૨૫) ભાવપૂર્વક કહું છું કે જાગે, જાગે અને બીજી કેમની પ્રગતિની માફક પ્રગતિ કરે, નહીં તે થોડા વખત પછી જૈનેનું નામ નિશાન પણ રહેવું મુશ્કેલ થઈ પડશે. હું આજે સાધુ મહારાજે ને પ્રાર્થના કરી કહું છું કે તમારું સ્થાન શહેરો અને નાના ઉપાશ્રયમાં નથી, પરંતુ રાષ્ટ્રના કલ્યાણમાં છે. તમારૂં સ્થાન અમદાવાદની મીલનાં ભુંગળાંમાંથી ધુમાડા કાઢી ગરીનાં લોહી ચુસનાર–રેંસનાર જૈને. વચ્ચે નથી, પરંતુ ગામડાઓમાં તમારો સંદેશ ઝીલનારી પ્રજા વચ્ચે છે. જેમ ભગવાન વીરે. અનાને અપનાવવા માટે પ્રયાણ કર્યું હતું તેમ કરો, અને ધર્મને બરાબર બજાવે. આજે આણંદજી કલ્યાણજીની પેઢી નાણાંથી આપણું તીર્થો નહીં પક્ષી શકે. એકાદ બે માણસની લાગવગથી તીર્થો બચી નહિ શકે. આ વાત મેં કલકત્તામાં જેનેની મળેલી સભા સમક્ષ ગદગદ કંઠે કહી હતી. પૂર્વે થયેલા પાપના પ્રાયશ્ચિત્તને ખાતર તમે રાષ્ટ્ર યજ્ઞમાં તમારો ફાળો આપે. મહાત્મા ગાંધીજી આપણને સ્વરાજ લાવી દેશે એ યાલની પાછળ, જગતના કલયાણને ખ્યાલ પણ રહે છે. સાધુએ. અને આચાર્યોને વિનંતિ કરું છું કે તમે એ મહાપુરૂષને ઓળખે અને સાધુ મહારાજે, તમે તમારી જાતને વ્યાખ્યાન આપે અને રાષ્ટ્રકલ્યાણના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________ (ર ) મહાન કાર્યમાં તમારું તપોબળ ડે અને તમારે પુરૂષાર્થ પ્રગટાવે. છેવટે, જગતના તમામ જીવેની રક્ષા કરવાને તથા મદદ કરવાને અને અરસપરસના ઝઘડા છે. દેવાને હું તમને આગ્રહ કરૂં છું. ખાદીનું વેચાણ એ પછી શ્રી. કોઠારીએ જણાવ્યું હતું કે, આવતી ગાંધી–જયંતી ઉજવવા માટે તમારે ખાદી. ખરીદવી જોઈએ અને તમે સર્વ ખાદીના કાર્યમાં પણ કાળે આપશે એવી હું આશા રાખું છું. [એ પછી ખાદી વેચાણનું કાર્ય હાથ ધરવામાં આવતાં લગભગ રૂ. 5000 ની ખાડી વેચાઈ હતી, જેમાં શ્રી. વીરચંદ પાનાચં તમ્ફથી રૂ. 1000, શ્રી. ભેગીલાલ લહેરચંદ તરફથી રૂ. 1000 અને શો. મેઘજી સેજપાલ તરફથી રૂ. 1000 ની રકમ હતી. બીજી તરફ સ્વયંસેવકએ રેડ ફાળો ઉઘરાવવા માટે ઝેળી ફેરવી હતી. જેમાં પણ સારી એવી રકમ મળી હતી. એ પછી સભાની પૂર્ણાહુતિ જાહેર કરવામાં આવી હતી. ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com