________________
સત્ય, સંયમ, ત્યાગ અને સેવાભાવના સદ્દગુણ ખીલ્યા હોય, તે ચાહે હેડ કે ભંગી હોય, પણ તે સાચે જૈન છે, તે ઉચ્ચ છે અને ઉંચે ચઢી રહ્યા છે. એથી વિપરીત, એ વસ્તુ જેના જીવનમાં નથી અને જેના વિચારે ગન્દા અને જેનું આચરણ મલિન છે, જે, હડહડતા અન્યાયે કરે છે અને અનાચાર સેવે છે, તે તપાંતથી કે કુલધર્મથી ગમે તેટલે ઉચ્ચ કહેવાતું હોય, પણ ખરી રીતે તે નીચ છે. આત્મવિકાસમાં ચઢે તે ઉંચ અને પડે તે નીચ. જીવનમાં જે અહિંસા, સત્ય અને સંયમને અભ્યાસ નથી, તે કેરા ચાંલ્લામાં કે કેરી મુહપત્તીમાં કંઈ નથી. જીવનમાં જે ચારિત્ર નથી, તે એક નહિ, પણ એકવીશ “ ઘા” બગલમાં મારી ફર્યા કરે તોયે કંઈ ન વળે.
આજે હાટ જૈન “ સાબરમતીને સન્ત” છે. આજે મોટે જૈન એ “અર્ધનગ્ન ફકીર” છે. એ મૂઠ્ઠીભર હાડકાંને માણસ આજે આખા દેશને ડોલાવી રહ્યો છે. એના શબ્દ પર આજે જગત મુગ્ધ બની રહ્યું છે. એનું કારણ છે એની અહિંસા-શક્તિમાં, એના ચારિત્રબળમાં. એ મહાત્મા આજે આપણે પાસે નથી. એ દરિયાપાર પાંચ હજાર માઈલ છેટે જઈ એઠા છે-દરિદ્રનારાયણને પ્રતિનિધિ થઈને. એ મહાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com