________________
( ૧૦ ) વચ્ચે તેમને “શાસવિશારદ-જૈનાચાર્ય પદ્ય અર્પવાનું માન મહારાજાબનારસને છે. સુરત અને ધુળીયાના કલેકટરે તેમનાં પ્રવચન સાંભળ્યાં છે. તેમણે રાજકોટની રાજકુમાર-કેલેજમાં જઈને રાજકુમારને રાજપદ્ધતિને અસરકારક ઉપદેશ આપે છે. ઈ. સન ૧૯૨૦માં આચાર્ય મહારાજ અહીં મુંબઈમાં હતા. તે વખતે અહીંના નામદાર ગવનર સાહેબને તેઓ તેમના ખાસ ગવર્મેન્ટ હાઉસમાં મળ્યા છે.
તેમણે અનેકાનેક પ્રાચીન ગ્રન્થસાહિત્ય પ્રકાશમાં આપ્યું છે. કલકત્તા-યુનિવર્સિટિની સંસ્કૃત પરીક્ષાઓમાં તેમણે જૈનગ્રન્થા દાખલ કરાવ્યા છે. પિતાના ઉંચી પંક્તિના બે વિદ્વાન શિષ્યોને
સીલન” (લંકા) મોકલી ત્યાંની બૌદ્ધ પ્રજામાં તેમણે જૈન ધર્મને સંદેશ પહોંચડાવ્યું છે. કલકત્તા અને અલાહાબાદમાં “સર્વધર્મસભા ” (કન્વેન્શન ઓફ રિલિજિયન્સ ઈન ઈન્ડિયા) તરફથી આમન્ત્રણ આવતાં તેમણે ત્યાં જઈ મહાન પ્રભાવશાલી અને જેશીલાં લેકચર આપી ત્યાં ઉપસ્થિત થયેલ મહાટા મહેટા વિદ્વાને, સાધુ-સંન્યાસી-મહન્ત અને અન્ય નાગરિકેનાં અન્તકરણમાં જમ્બર અસર પેદા કરી છે. તેમણે લંડનના ડે. એફ ડબલ્યુ. થોમસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com