________________
શ્રી. મણીલાલ જેઠારી બેલવા ઉઠતાં તાલીઓના અવાજે થઈ રહ્યા હતા. તેમણે જણાવ્યું કે મારો જન્મ જૈન કોમમાં થયે છે. ખરે મહાન જૈન વર્તમાનકાળમાં પેદા થયે છે, તેને હું અનુસરી રહ્યો છું. આજે આપણે એક મહાપુરૂષની જયંતી ઉજવવા માટે મળ્યા છીએ કે જેમણે જૈન ધર્મની, જૈન સંપ્રદાયની તથા જૈન સાહિત્યની ભારે સેવા બજાવી છે. ઉપરાંત, વિશાલ ભાવનાથી ભારતવર્ષની સેવા બજાવી છે. તેમનામાં રહેલી વિશાળ ભાવના આપણામાં નથી એ તે આપણે કબૂલ કરવું જ રહ્યું. - હું આજે અમુક લાગણીથી કહું છું કે પૂર્વે જૈન કેમ ઘણું જ મટી હતી, પણ હાલમાં તે સ્થિતિ નથી. આપણું સંખ્યામાં ઘટાડો થયેલ છે. આપણે નીચે ઉતરતા જઈએ છીએ. હિંદુસ્તાનમાં પૂર્વે જેનેની જાહેરજલાલી હતી. આજે જેમાં તે અગાઉના જેનેએ બંધાવેલાં તીર્થોની રક્ષા કરવાની તાકાત નથી. આજના જૈને સનેપાતરૂપી સરાના વેપાર અને મીલ ચલાવી રહ્યા છે. આ સ્થિતિ હાલમાં છે. આપણે મહારાજ શ્રી વિજયધર્મસૂરિજીના જીવનને અભ્યાસ કરીને તેમનામાંના ગુણે આપણા જીવનમાં ઉતારવા જોઈએ. હું તમેને અદબ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com