Book Title: Sattvasamruddha Sthulabhadra
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan Surat

View full book text
Previous | Next

Page 4
________________ પત્ર – ૧. પત્રપાલ તત્ર, અંતરંગ ઉઘાડ માટે પૂછાવ્યું તો, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના જીવનમાંથી આપણે એટલે કે જૈનોએ, જૈન સાધુઓએ ખાસ, ધ્યેય સ્વરૂપે રાખવા જેવું છે. તેમણે વિ.સં.૧૭૩૭માં શ્રીપાળ-રાસ રચ્યો તે વેળાએ અંતરંગ ઉઘાડ થયો. બહુ ઓછા સર્જક એવા છે જે અનુભૂતિને શબ્દ દ્વારા અભિવ્યક્તિ આપી શકે. બાકી એમ લાગે કે અનુભૂતિ તો ઘણા આત્મ-સાધકોને થતી હશે. ઉપાધ્યાયજીના શબ્દો આ રહ્યા --- મારે તો ગુરુચરણ પસાથે અનુભવ દિલમાં પેઠો, ઋદ્ધિ સિદ્ધ પ્રકટી ઘરમાંહીં આતમરતિ હુઈ બેઠો : મુજ સાહિબ જગનો તૂક્યો. આ અભિવ્યક્તિને વારંવાર ટાંકવામાં આવે છે. આમાં આતમરતિ શબ્દ બહુ અગત્યનો છે. આતમરતિનો પ્રતિપક્ષ શબ્દ છે પુલરતિ. આપણે ભવોથી એક સંસ્કારવશ થઈને પુગલમાં રાચી-માચીને રહ્યા છીએ. વળી એ માટેની આપણી દૃઢ માન્યતા છે કે તેનાથી સુખ મળે છે. પુદ્ગલસિવાયની ભૂમિકાનો સ્પર્શ જ નથી; એવી કશી કલ્પના જ નથી. રંગારો જ્યારે કોઈપણ ભીંત કે લોખંડ-લાકડાના સાધનને રંગકામ કરે છે ત્યારે રંગ લગાડતાં પહેલાં એને ઘસી, સાફ કરીને પછી પ્રાઈમર' લગાડે છે, ત્યાર પછી જ રંગકામ કરે છે. આમ કરવાથી જ છેલ્લે કરેલ રંગની ચમક-દમક આવે છે, ઉપરાંત તે ટકાઉ પણ બને છે. આ સંસારમાં ડગલે ને પગલે જે હર્ષ અને શોક દેખાય છે તેનું કારણ ઉપરના આ દાખલાથી સમજવું સહેલું થઈ પડશે. જેના જેના જીવનમાં અધ્યાત્મના પ્રાઈમર' વિનાનો ઉપરછલો રંગ લાગ્યો છે તે ક્યારેય ટકાઉ બની શક્યો નથી. સંસાર હર્ષ-શોકના આટાપાટામાં લપેટાયેલો જ અનુભવાય છે તેનું કારણ આમ સ્પષ્ટ છે. વળી ભૂલો પોતાની હોય અને ટોપલો સંસાર પર ઢોળાતો હોય છે. ક્યાં રે જવું તું ને ક્યાં જઈ ચડ્યા ભવના મુસાફિર ભૂલા રે પડ્યા ! આપણે આ ભવમાં તો આતમરતિ થઈ શકીએ તેમ લાગતું નથી તો પણ આટલી સમજ આટલી જાગૃતિ છે તે પણ ઘણું છે. એમાં પણ થોડી સમજ ઉમેરી શકીશું. ૬૪૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16