Book Title: Sattvasamruddha Sthulabhadra
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan Surat

View full book text
Previous | Next

Page 11
________________ આજના દિવસનું વર્ણન પણ કરી ન શકાય એવું વરવું થતું જાય છે. પૂજાપાઠની વાત તો જવા દો, ખાન-પાનનાં રંગઢંગ તો નિયમોને નેવે મૂકી ક્યાંય આગળ નીકળી ગયા છે. એ તો કોઈના ઘરના ફ્રિજ ખોલીને જોઈએ તો દેખાઈ આવે. પહેલાનાં એ દિવસોમાં ખાદ્ય પદાર્થો ઘરમાં જ બનતા. મીઠાઈઓ પણ ઘરમાં બનતી. એમાં દરેકની રુચિ સચવાતી. આજે બધી વસ્તુઓ બહારથી લાવવાની થઈ ગઈ છે. ઘરમાં જમણવાર હોય તો મોટા ભાગની વસ્તુઓ બહારની જ હોય! આપણે જે કાંઈ ખાઈએ છીએ તેનું પાચન થઈને લોહી, માંસ-મજ્જા, વિર્ય બને છે. બહારની જે-તે વસ્તુઓ સ્વાદના ચટકાના કારણે ઘરમાં આવતી થઈ છે એટલે આહાર શુદ્ધિના નામે તો મોટું મીંડું જ! સહુ કોઈ જાણે છે કે જેવું અન તેવું મન.વિચાર અને આચારમાં જે માઠાં પરિણામ આવ્યાં છે એ સહુની જાણમાં છે. પરિવારો નાનાં થતાં ગયા અને ટુંકા પરિવારના મન પણ સંકુચિત અને ટુંકા જ થયાં. આપણા જૈનોના ઘરમાં પણ પૂછવું પડે. રસોઈની શુદ્ધતા માટે તો શંકા જ આવે. અરે, ખાખરા જેવી વસ્તુ ઘરમાં બનાવવાને બદલે બહારથી આવતી થઈ. વળી આ બધું બહારથી આવેલું ખાદ્યાન ફિજમાં - ડીપ ફ્રિજમાં દિવસો સુધી પડ્યું રહે છે. એની પાછળ ખોટું ગણિત મંડાય કે પૈસા બચે છે. આમ પતનનો ગ્રાફ ઊંચે ચડતો જાય છે! પહેલાં જે જોઈ નીચા જોણું થતું એ સેક્સ અને હિંસા આપણા સુસંસ્કૃત ગણાતા ઘરમાં આવી રહ્યા છે. આપણાથી આવું ન કરાય' --એવો વિચાર નાબૂદ થયો છે. કાળ બદલાયો છે. “આંધી ચડ્યા કરે છે, આંધી શમ્યા કરે છે, સમજુ જીવો સદા યે નિશ્ચલ ઊભા રહે છે.” આ આંધી છે. ગમે તેવી ભારે આંધી અંતે તો અમે જ છે. આ આંધી પણ શમવાની જ છે. મને એવી શ્રદ્ધા છે કે આજની બદબૂ ભરી હવા ખાતર બની જશે અને એમાંથી નવો સારો પાક લણવાની મોસમ આવશે જ. એ દિવસો દૂર નહીં હોય. શુકલાની ખડકીમાં બનેલી એક નાની લાગતી પણ મહત્ત્વની વાત પરથી આચિંતન પ્રગટ્યું તે તમારા બધાની પાસેથી સારા બનવાનું નિમિત્ત માંગી લે છે. પ્રક્રમા ૨ Jain Education International For Private & Personal Use Only ૪૯ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16