Book Title: Sattvasamruddha Sthulabhadra
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan Surat

View full book text
Previous | Next

Page 14
________________ ક્રિયાપદો વગેરે ભરપૂર સામગ્રીના ખજાનારૂપ કહો કે આણરૂપ આ ગ્રંથ છે. તેમાં અદ્ભુતરસ, હાસ્યરસ, શૃંગારરસ વગેરે ૨સોનું નિરૂપણ પુષ્કળ પ્રમાણમાં છે. આમ રસજ્ઞ જિજ્ઞાસુને જે જોઈએ તે આમાંથી મળી શકે તેમ છે. કુત્રિકા પણ કહેવાય તેવો આ ગ્રંથ છે. પૂજ્ય ઉદયસૂરિ મહારાજને, પૂજ્ય પદ્મસૂરિ મહારાજને આ ગ્રંથની ઘણી કંડિકાઓ કંઠસ્થ હતી. આમ કંઠસ્થ કરવાથી મૂળ ગ્રંથકાર સાથે પરોક્ષ સંબંધ સ્થપાય છે અને ગ્રંથકારનો અનુગ્રહ પણ પ્રાપ્ત થાય છે. આપણા શ્રી સંઘની પ્રત્યેક વ્યક્તિએ જીવનમાં એ · વાર તો શક્યતઃ મૂળ અથવા ગુજરાતી અનુવાદનું વાચન-શ્રવણ અવશ્ય કરવું જોઈએ. એના દ્વારા ગ્રંથકારની કૃપા અને અનુગ્રહનો લાભ થાય છે. - प्राईमरि } કથા-વાર્તા એ ઉપદેશનું પ્રબળ સાધન છે. કથાકાર જ્યારે ઉચ્ચ આદર્શો સાથે અપૂર્વ રસ રેડીને જે કથાનુયોગ આપી શકે છે તે શુષ્ક ઉપદેશ કરતાં વધુ અસર કરી જાય છે તે નિઃસંદેહ છે. આપણા દેશના કથા સાહિત્યમાં જૈન કથાનુયોગ અગ્રપદ ભોગવે છે. એમાં યે ‘ઉપમિતિ ભવ પ્રપંચ’ ગ્રંથ અવ્વલ છે. શ્રી સિદ્ધર્ષિગણિનો આશય ઉપમિતિ દ્વારા સંસારના સર્વ પ્રપંચ બતાવવાનો છે. વાર્તારૂપે સંસારના ગૂઢ રહસ્યો જેવા કે મનોવિકારો, દોષો અને ઇંદ્રિયો કેવી રીતે કામ કરે છે તે બરાબર બતાવી, તે દ્વારા ચિત્તને સંસારથી વિમુખ કરાવી યોગ્ય માર્ગે લઈ આવવાનું કાર્ય સરળ રીતે કરી શક્યા છે. મનોવિકારોનું ટીકાત્મક કે ઉપદેશાત્મક વર્ણન વાંચનારને કે શ્રોતાઓને શુષ્ક લાગે; ગ્રંથકર્તાએ સંભાળપૂર્વક અને સારી રીતે કહેવાનું કહી દીધું છે અને આશય સિદ્ધ કર્યો છે. શ્રી સિદ્ધર્ષિગણિએ ઉપદેશ પ્રસંગો એવી સુંદર રીતે પ્રયોજ્યા છે કે સાંભળનારને મગજ પર દબાણ ન કરતાં શાંતિ આપે અને ધાર્યું કામ બરાબર કરી આપે. સંસ્કૃત સાહિત્યમાં અદ્વિતીય એવો આ ગ્રંથ અદ્ભુત છે. આપણા સદ્ભાગ્યે આ ગ્રંથનો સરળ છતાં રસાળ એવો ગુજરાતી અનુવાદ ઉપલબ્ધ છે. એનું વાંચન અને મનન ચિત્તને સમજપૂર્વકની શાંતિ આપે તેવો છે. (અનુવાદક શ્રી મોતીલાલ ગીરધરલાલ કાપડિયાની પ્રસ્તાવનાનો અંશ.) પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16