Book Title: Sattvasamruddha Sthulabhadra
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan Surat

View full book text
Previous | Next

Page 15
________________ યાદગાર મનોરથમાળા સાક્ષાત્ શ્રી જિનદેવને નીરખશું, ક્યારે અહો! નેત્રથી, ને વાણી મનોહારી ચિત્ત ધરશું, ક્યારે કહો પ્રેમથી; શ્રદ્ધા નિશ્ચલ ધારશું જિનમતે, શ્રેણિકવતું કે સમે, ને દેવેન્દ્ર વખાણ પાત્ર થઈશું, ક્યારે સુપુણ્ય અમે! ક્યારે દેવ ચલાયમાન કરવા, મિથ્યામતિ આવશે! ને સમ્યકત્વ સુરત્નની અમ વિષે, સાચી પરીક્ષા થશે! ક્યારે પૌષધને ગ્રહી પ્રણયથી, સદ્ભાવના ભાવશું ને રોમાંચિત થઈ તપસ્વી મુનિને, ક્યારે પડિલાભશું સદ્ વૈરાગ્યરસે રસિક થઈને, દીક્ષેચ્છુ ક્યારે થશું ને દીક્ષા ગ્રહવા મુનીશ્વર કને, ક્યારે સુભાગ્યે જશું! સેવા શ્રી ગુરુદેવની કરી કદા, સિદ્ધાંતને શીખશું ને વ્યાખ્યાન વડે સમસ્તજનને, ક્યારે પ્રતિબોધશું! ગામે કે વિજને સુરેન્દ્રભવને, ને ઝૂંપડે ક્યું સમ! સ્ત્રીમાં કે શબમાં સમાનમતિને, ક્યારે ધરીશું અમે! સર્પ કે મણિમાળમાં કુસુમની શય્યા તથા ધૂળમાં, ક્યારે તુલ્ય થશું પ્રફુલ્લિતમને, શત્રુ અને મિત્રમાં. યોગાભ્યાસ રસાયણે હૃદયને, રંગી અસંગી બની, ક્યારે અસ્થિરતા ત્યજી શરીરની, વાણી તથા ચિત્તની; આત્માનંદ અપૂર્વ અમૃતરસે, હાઈ થશું નિર્મળા, ને સંસાર સમુદ્રના વમળથી, ક્યારે થઈશું વેગળા! ક્યારે સિદ્ધગિરિ પવિત્ર શિખરે, જઈ શાંતવૃત્તિ સજી, સિદ્ધોના ગુણનો વિચાર કરશું, મિથ્યા વિકલ્પો ત્યજી; વાસી ચન્દન કલ્પ થઈ પરિષહો, સર્વ સહીશું મુદા, આવી શાન્ત થશે અહો અમ કને, શત્રુ સમુહો કદા! શ્રેણી ક્ષીણ કષાયની ગ્રહી અને, ઘાતી હણીશું કદા, પામી કેવલજ્ઞાન કોણ સમયે, દેશું કદા દેશના! ધારી યોગનિરોધ કોણ સમયે, જાશું અહો મોક્ષમાં, એવી નિર્મળ ભાવના પ્રણયથી, ભાવો સદા ચિત્તમાં. કાવ્ય-આસ્વાદ પૂજ્યપાદ પીયૂષપાણિ આચાર્ય મહારાજશ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજની દીક્ષાના પહેલા વરસમાં (વિ.સં. ૧૯૭૧). આ મનોરથમાળાની રચના થઈ મૂળ બોટાદના દેસાઈ પરિવારમાં કવિત્વની હવા હતી. કવિ દામોદરદાસ ખુશાલદાસ બોટાદકરની સાથે બેઠક લક્ષ્મીચંદ ભવાન દેસાઈની કાપડની દુકાને હતી. નવાં નવાં કાવ્યો રચે અને દુકાને ઘરાકી ન હોય ત્યારે સંભળાવે. આમ કાવ્ય-રચનાની પ્રેરણા મળી રહેતી. મનોરથની સોપાનશ્રેણિના એક એક પગથિયાંની અહીં ક્રમશ: રજુઆત છે. પ્રભુ સાથે મેળાપ કરવાનો મનોરથ એ જીવનના સર્વોચ્ચ ધ્યેયરૂપે છે તેથી પ્રારંભનો મનોરથ છે. ક્યારે! શબ્દ બતાવે છે કે એવો દિવસ ક્યારે ઉગશે. સમવસરણમાં વિરાજિત સાક્ષાત પ્રભુને મન ભરીને જોવા છે, ક્યારે જોઈશું. જોયા પછી વાણી ચિત્તમાં ઘરીશું એવી શ્રદ્ધા તો હોય, પણ તે એવી નિશ્ચલ હોવી જોઈએ કે દેવોને પણ તે શ્રદ્ધાની નોંધ લેવી પડે! પ્રાચર Jain Education International For Private & Personal Use Only ૫૩ WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16