Book Title: Sattvasamruddha Sthulabhadra
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan Surat
Catalog link: https://jainqq.org/explore/004568/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ-અમૃત-દેવ-હેમચન્દ્રસૂરિ શિષ્ય-આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજની પાઠશાળા પુસ્તક : ૭૩ નવેમ્બર : ૨૦૦૯ માગસર:વીર સં.૨૫૩૬ :વિ. સં. ૨૦૬૬ સત્ત્વસમૃદ્ધ સ્થૂલભદ્ર Education International પરોપતાપ અને પરોપકારનો આ ઉત્તમ દાખલો છે. સ્થૂલભદ્ર યુવાવસ્થામાં કોશા ગણિકાના મોહમાં લપટાયેલા. પિતાના મૃત્યુથી શોકગ્રસ્ત થઈ દીક્ષા લીધી અને ગુરુની અનુમતિથી કોશાને ત્યાં ચોમાસુ કરી કામને હરાવી કોશાને ધર્મમાં સ્થિર કરે છે. જીવનની શરૂઆત પરોપતાપથી થઈ અને જીવનનું ઉત્થાન પરોપકારથી થયું અને સત્ત્વથી પણ સમૃદ્ધ બન્યું. સૌજન્ય : આવશ્યક ક્રિયા સાધના (મોક્ષપથ પ્રકાશન ૩૯ Page #2 -------------------------------------------------------------------------- ________________ સત્ત્વ સમૃદ્ધ બનીએ સામાન્ય રીતે એમ કહેવાય કે તીર્થકરોમાં મુખ્યત્વે ત્રણ સમૃદ્ધિ ભરપૂર પ્રમાણમાં હોય છે : પુણ્ય સમૃદ્ધિ, ગુણ સમૃદ્ધિ અને સત્ત્વ સમૃદ્ધિ આ ત્રણે સમૃદ્ધિનું મૂળ પરોપકાર છે, કરુણા છે. આપણે પણ સત્ત્વ સમૃદ્ધ બનવું હોય તો રોજ પરોપકારનું કામ કરવું જોઈએ અને પરોપતાપને સર્વથા વર્જવો જોઈએ. - આપણાં નાનામાં નાના કામમાંથી પરોપતાપને શુન્ય બનાવવો જોઈએ. દેરાસરમાં કે ઉપાશ્રયમાં કે અન્ય જાહેર સ્થળોમાં જઈએ ત્યારે બીજા જે લોકો પગરખાં વિના જ જે આવે તેને અગવડ રૂપ ન બનવું જોઈએ. બને ત્યાં સુધી આવા પવિત્ર સ્થળે જવાનું હોય ત્યારે પગરખાં વિના જ જવું જોઈએ. અગર ત્યાંથી પછી બજાર કે દુકાને જવું હોય તો પગરખાં એક બાજુએ સરખી રીતે અન્ય કોઈને નડે નહીં તેમ ઉતારવા જોઈએ. એ જ પ્રમાણે વિવેક સાચવીને, પ્રભુજીની આરતીનો આદેશ ઘી બોલીને લીધો હોય ત્યારે ત્યાં કોઈ વૃદ્ધ કે વડીલ કે કોઈ દીક્ષાર્થિ-દીક્ષાર્થીની હાજર હોય તો તેમને લાભ આપવો જોઈએ. - પર્યુષણ પર્વ વખતે ઘણા તપસ્વીઓ ત્યાં હોય તેમને પવન આવતો હોય તેવી જગ્યાએ બેસાડવા તે પણ પરોપતાપ વિનાનો પરોપકાર કહેવાય; તેનાથી સત્ત્વમાં ઘણો વધારો થાય છે. સત્ત્વની સાથે સાથે પુણ્ય પણ વધે છે ગુણ પણ ખીલે છે. એમ ત્રિવિધ લાભ થાય છે. - પ્રજા ૨૨ $૪૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારાં સાધ્વીજી શ્રી કમલપ્રભાશ્રીજી તેમનું નામ. માળવાવાળા ઇન્દુશ્રીજીના શિષ્યા. તેમના તપોમય સાધ્વી-જીવનના ઉચ્ચ સંયમ-પાલનની વાત કરવી છે. તેમનો જન્મ એમ.પી.ના રાજગઢ ગામમાં વિ.સં. ૧૯૭૮માં થયેલો અને તેમના કાળધર્મનો દિવસ વિ.સં. ૨૦૪૫, આસો વદી ત્રીજ. કમલપ્રભાશ્રીજી કાળધર્મ પામ્યા ત્યારે તેમનો દીક્ષા પર્યાય ૩૬ વર્ષનો થયો હતો. એમની સરળતા જોઈને ઘણી દીક્ષાર્થી બહેનો તેમને શિષ્યા બનાવવા આગ્રહ કરે, છતાં શિષ્યા તો તેમણે કર્યા જ નહીં. કહે, મારામાં એવી યોગ્યતા નથી.” તેમની આ નમ્રતા જ દષ્ટાંતરૂપ હતી. એમની ગુરુ બહેનો અવારનવાર તેમની સેવામાં રહેતાં. છેલ્લા વર્ષોમાં સાધ્વીજી શ્રી વિશ્વપ્રજ્ઞાશ્રીજી તેમની સેવામાં હતાં. તેઓ ત્રણ ઠાણા હતાં. તેઓ ઘણી વાર ગમ્મત કરતાં કે હવે તમે જશો પછી અમે ત્રણના ત્રણ જ રહેવાનાં! ત્યારે કહે તમે ચાર થશો. ખરેખે બન્યું પણ એમ જ. એક દીક્ષાર્થી બહેન જે દીક્ષા લેવાનાં હતાં તેમને સ્વપ્નમાં બે વખત આશીર્વાદ આપી કહી આવ્યા કે તારે વિશ્વપ્રજ્ઞાશ્રીજી પાસે દીક્ષા લેવાની છે. એ બહેન મૂળ ચાણસ્માના પણ પાટણમાં રહ્યાં અને છેલ્લે મુંબઈ મરીનડ્રાઈવ રહેતાં, તેમની દીક્ષા થઈ અને તે શ્રી પૂર્ણિમાશ્રીજી છે. તેમનું જીવન ઘણું ઉચ્ચ હતું. તેમણે જીવનભર ડોળી કે વ્હીલચેર વાપર્યા નથી કે ક્યાંયે સ્થિરવાસ પણ કર્યો નથી. તેઓ ઉત્તમતપસ્વી હતાં. તેમણે કરેલી અનેક મોટી તપસ્યાઓમાં નોંધપાત્રતપસ્યા જેવી કે, ભદ્રતપ, મહાભદ્રતપ, દાનતપ, મહાદાનતપ, વર્ગતપ, સિદ્ધિતપ, શ્રેણિતપ, આ ઉપરાંત ખાસ તો ૧૦૦ ઓળી પૂર્ણ કરી અને તેમાં સળંગ ૧૨૦૦ આયંબિલ કર્યા. ૧૦૦મી ઓળીનું પારણું ચોમાસામાં જ રાખ્યું જેથી એમના સાંસારિક સગા વિરાધના કરીને આવે નહીં. તેમની આવી પાપ ભીરૂતા હતી. તેમણે સિદ્ધગિરિરાજની ૧૧૫ વખત ચોવિહાર છઠ્ઠ કરીને સાત જાત્રા કરી. એકી સાથે પાંચ-દશ ઉપવાસ તો રમતમાં કરતાં. જ્યારે કાળધર્મ પામ્યા ત્યારે પાંચ ઉપવાસના પચ્ચખાણ હતાં અને તેઓ ત્રીજે ઉપવાસે કાળધર્મ પામ્યાં! તેમના કાળધર્મ પછી અગ્નિદાહ સમયે તે વેળાના શ્રીફળ-બદામ-પૈસા એમના એમ જ રહ્યા. એને અગ્નિની આંચ પણ લાગી નહીં! અરે તેમનો એક કપડો પણ આંચ લાગ્યા વિનાનો એમને એમ રહ્યો. એ તો જુવાનિયાઓને થયું કે આ કેમ બળતો નથી, તેથી તે વારે વારે ભડભડ થતી ચિતામાં પરાણે નાંખ્યો તો ત્રીજા પ્રયત્ન તે બળ્યો. છતાં શ્રીફળ-બદામ-પૈસા તો એમને એમ જ રહ્યા. આ બધી વસ્તુઓહાલ રાજગઢમાં સચવાઈ છે. સાધ્વીજી હેમપ્રભાશ્રીજીના ગ્રુપના સાધ્વીજીઓને આફતના સમયે સહાય કરે છે. સાધ્વીજી શ્રી મુક્તિહર્ષાશ્રીજીને હાલમાં પણ સાધ્વીજીના વેષમાં દર્શન આપે છે. આ સ્વાધ્વીજી તેમની દર મહિનાની તિથિએ આયંબિલ કરે છે. પ્રસ્ત રિ ૬૪૧ WWW.jainelibrary.org Page #4 -------------------------------------------------------------------------- ________________ પત્ર – ૧. પત્રપાલ તત્ર, અંતરંગ ઉઘાડ માટે પૂછાવ્યું તો, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના જીવનમાંથી આપણે એટલે કે જૈનોએ, જૈન સાધુઓએ ખાસ, ધ્યેય સ્વરૂપે રાખવા જેવું છે. તેમણે વિ.સં.૧૭૩૭માં શ્રીપાળ-રાસ રચ્યો તે વેળાએ અંતરંગ ઉઘાડ થયો. બહુ ઓછા સર્જક એવા છે જે અનુભૂતિને શબ્દ દ્વારા અભિવ્યક્તિ આપી શકે. બાકી એમ લાગે કે અનુભૂતિ તો ઘણા આત્મ-સાધકોને થતી હશે. ઉપાધ્યાયજીના શબ્દો આ રહ્યા --- મારે તો ગુરુચરણ પસાથે અનુભવ દિલમાં પેઠો, ઋદ્ધિ સિદ્ધ પ્રકટી ઘરમાંહીં આતમરતિ હુઈ બેઠો : મુજ સાહિબ જગનો તૂક્યો. આ અભિવ્યક્તિને વારંવાર ટાંકવામાં આવે છે. આમાં આતમરતિ શબ્દ બહુ અગત્યનો છે. આતમરતિનો પ્રતિપક્ષ શબ્દ છે પુલરતિ. આપણે ભવોથી એક સંસ્કારવશ થઈને પુગલમાં રાચી-માચીને રહ્યા છીએ. વળી એ માટેની આપણી દૃઢ માન્યતા છે કે તેનાથી સુખ મળે છે. પુદ્ગલસિવાયની ભૂમિકાનો સ્પર્શ જ નથી; એવી કશી કલ્પના જ નથી. રંગારો જ્યારે કોઈપણ ભીંત કે લોખંડ-લાકડાના સાધનને રંગકામ કરે છે ત્યારે રંગ લગાડતાં પહેલાં એને ઘસી, સાફ કરીને પછી પ્રાઈમર' લગાડે છે, ત્યાર પછી જ રંગકામ કરે છે. આમ કરવાથી જ છેલ્લે કરેલ રંગની ચમક-દમક આવે છે, ઉપરાંત તે ટકાઉ પણ બને છે. આ સંસારમાં ડગલે ને પગલે જે હર્ષ અને શોક દેખાય છે તેનું કારણ ઉપરના આ દાખલાથી સમજવું સહેલું થઈ પડશે. જેના જેના જીવનમાં અધ્યાત્મના પ્રાઈમર' વિનાનો ઉપરછલો રંગ લાગ્યો છે તે ક્યારેય ટકાઉ બની શક્યો નથી. સંસાર હર્ષ-શોકના આટાપાટામાં લપેટાયેલો જ અનુભવાય છે તેનું કારણ આમ સ્પષ્ટ છે. વળી ભૂલો પોતાની હોય અને ટોપલો સંસાર પર ઢોળાતો હોય છે. ક્યાં રે જવું તું ને ક્યાં જઈ ચડ્યા ભવના મુસાફિર ભૂલા રે પડ્યા ! આપણે આ ભવમાં તો આતમરતિ થઈ શકીએ તેમ લાગતું નથી તો પણ આટલી સમજ આટલી જાગૃતિ છે તે પણ ઘણું છે. એમાં પણ થોડી સમજ ઉમેરી શકીશું. ૬૪૨. Page #5 -------------------------------------------------------------------------- ________________ આપણામાં છલોછલ અહંકાર ભરાયેલો પડ્યો છે એ આપણને પુગલરતિથી આમ-તેમ ખસવા દેતો નથી; આતમરતિ સુધી પહોંચવાની તો કલ્પના જ શી કરવી? છતાં આપણો નિર્ધાર હોઈ શકે કે આતમરતિ બનવું છે તે નક્કી જ. તે આત્મા સૂમ છે, અરૂપી છે વળી કેવળી નિરખીત છે તે વાત સાચી પણ અભ્યાસ ઘણો અગત્યનો છે. “રત સ્રરત મધ્યાન નર, નમતિ હોત સુન્નાન” આપણો મૂળ આશય તો તે જ રહ્યો છે. તેના માટે જ બધા સંબંધોને છેદીને માત્ર પ્રભુનો અને પ્રભુના વચનોનો સંબંધ. તેમને પ્રાપ્ત કર્યો છે. આત્માને માટે તેને ભજીએ છીએ. તે સત્ત્વ સમૃદ્ધ - પુણ્ય સમૃદ્ધ અને ગુણ સમૃદ્ધ છે. આપણે તો એ ત્રણેયમાં દરિદ્ર છીએ. આપણું સત્ત્વ તો અલ્પ જ. પુણ્ય અને ગુણની બાબતમાં પણ કાંઈ બતાવી શકીએ તેવું નથી. સમ્યકત્વની ઉત્કૃષ્ટ ભૂમિકા છે. પ્રાથમિક ભૂમિકાનું સમ્યકત્વ તો આપણી પાસે છે જ. પ્રયત્ન કરવાનો છે. પરિણામ આવવું તે તો બીજાના હાથમાં છે. પરમોપકારી, પરમહિત વત્સલ, આત્મીય પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મહારાજ સાહેબ..આદિ કાંદિવલીથી કુલચન્દ્ર વિજયની ભાવભરી વન્દના. આપનો પત્ર મળ્યો, અતીવ આનંદ થયો. એક એક શબ્દ હૃદયમાં ઊતરી જાય એવું થયું. આત્મરતિ અને પુદ્ગલરતિની વાત મનનીય અને સ્પર્શનીય છે. આ વિષયનું આપનું ખેડાણ અને ઊંડાણ હોય તો જ આટલી સ્પષ્ટતા પૂર્વક વાત જણાવી શકાય. આપનો નકશો તો સ્પષ્ટ થઈ ગયો અને આપે તો પુદ્ગલરતિ અને આત્મરતિ વચ્ચેનું અંતર ઘણું બધું ઓછું કરી નાખ્યું તેમાં શક નથી. આપનો કૃપાંશ અમારી જેવા પામરને મળતો રહે છે એ જ અમારું સૌભાગ્ય ! છતાં આટલાથી સંતોષ ન થાય તે સ્વાભાવિક છે. અંતરંગી ઉઘાડના ધબ્બા”ની હાલ તો પ્રતીક્ષા જ કરવાની રહી. એવી લાયકાતી ધન્યતા ક્યારે મળશે! ઋષભે પણ વન્દનાદિ જણાવ્યા છે. પૂજ્ય દિવ્યયશ મહારાજને પણ સારું હશે. તેને તો રોજ મિષ્ટાન્ન અનાયાસ મળતું હશે ! અમને ક્યારેક કિંચિત્ --એ જ. ४३ Page #6 -------------------------------------------------------------------------- ________________ પત્ર – ૨: અંશ “જે કાંઈ જાણો ભણો તે ભાર રૂપ “બોજા રૂપ મહેનત આત્માને જાણવા કરો. તેને જાણવા જે મહેનત કરીએ તેમાં પહેલ પ્રથમ આશ્રવ ત્યાગ કરવો પડે. બીજા બધા સંઘર્ષો ટાળવા પડે. માત્ર ને માત્ર આત્મખોજી બનવું પડે. ખોજી જે બને તેને આત્મખપી બનવું રહ્યું અને આના માટે ખાખી પણ બનવું પડે.” yemak પરમોપકારી, પરમહિત વત્સલ, આત્મીય પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મહારાજ સાહેબ..આદિ કાંદિવલીથી કુલચન્દ્ર વિજયની ભાવભરી વન્દના. ખરેખર ખોજી, ખપી અને ખાખી બનવાની ત્રિપદીએ અંતર મનને હલાવી દીધું. આપની કેટલી બધી સુક્ષ્મ અને પારદર્શક દષ્ટિ છે; જાણે સાધનાના મહાસાગરના તળિયેથી આ ત્રણ રત્નોની પ્રાપ્તિ સર્વ બંધનોને તોડવા સક્ષમ બની રહે તેમ બધું રહસ્ય છતું કરી દીધું. વળી આપની ખૂબી તો એ છે કે કુશળ કુંભારની જેમ પાત્રને અંદરથી તેમજ બહારથી એક સાથે સમગ્ર રીતે ઘડાય. આપની કૃપા સદેવ સ્મૃતિમાં રહેશે. નાદુરસ્તી વચ્ચે પણ યાદ કરી યત્કિંચિત રસાસ્વાદ માટે મને ઉત્કંઠિત કર્યો. આપની ઉદારતા - વિશાળતાનું સ્મરણ થયા કરે છે. અંક ૭૨ : “પાઠશાળા' ત્રૈમાસિક (ત્રણ વર્ષના રૂ. ૩૦૦/-) વધુ જાણકારી માટે નીચેના સ્થળોએ પણ સંપર્ક કરવો. સંદીપભાઈ શાહ, ૪૦ર-જય એપાર્ટમેન્ટ, ૨૯-વસંતકુંજ સોસાયટી,શારદા મંદિર રોડ, પાલડી અમદાવાદ-૩૮૦૦૦૭ ફોનઃ ૨૬૬૩૪૦૩૭. જિતુભાઈ કાપડિયા, અજંતા પ્રિન્ટર્સ, સત્તર તાલુકા સો., ૧૨, લાભ કોંપ્લેક્ષ, પોસ્ટ : નવજીવન, અમદાવાદ - ૩૮૦૦૧૪ ચિમનભાઈ દોશી, કાનપુર હાઉસ, ૨૮૧૮૭, નરશી નાથી સ્ટ્રીટ, ભાત બજાર - મુંબઈ ફોનઃ ૨૫૦૬૫૯૯૮ વિજય દોશી, સી-૬૦૨, દત્તાણી નગર, બિલ્ડીંગ નં.૩, વિવેકાનંદ માર્ગ, બોરીવલી(પશ્ચિમ),મુંબઈ-૯૨ - ફોનઃ ૯૩૨૦૪ ૭૫૨૨૨ શરદભાઈ શાહ, વી.ટી. ઍપાર્ટમેન્ટ, કાળા નાળા, ભાવનગર - ૩૬૪ ૦૦૧ ફોનઃ ૨૪૨૬૭૯૭ પ્રદીપભાઈ શાહ ૧૪, સરોજ એપાર્ટમેન્ટ, ૭૯, દહાણુકરવાડી, કાંદીવલી(પશ્ચિમ), મુંબઈ- ૪૭ - ફોનઃ૨૯૬૭૨૫૨૦ મુકુન્દભાઈ શાહ ૫૦૫૫૦૬, “બી' વીંગ, કૈલાસ, શ્રેયસ સિનેમા સામે, એલબીએસ માર્ગ, ઘાટકોપર (પશ્ચિમ) મુંબઈ-૮૬ ફોનઃ ૨૫૦૦૮૦૯, ૨૫૦૦૫૯૪૯, ૯૩૨૪૦૬૫૪૨૧ વાચકમિત્રોને: ‘પાઠશાળા' ત્રૈમાસિક માટે ત્રણ વર્ષના લવાજમની રકમના રૂ.૩૦૦/- જેમણે ભર્યા છે તે બધા વાચકમિત્રોને વિનંતિ કે અમારી યાદી સંપૂર્ણ થઈ શકે તે માટે અમને રકમ ભર્યાની તારીખ પત્ર લખીને અવશ્ય જણાવે. આભાર. email : ramesh_pathshala@yahoo.com pul shahrameshb@gmail.com પાઠશાળા'ના અંકો એક સાથે ઇન્ટરનેટ બ્લોગ rameshshah.wordpress.com પરથી વાંચવા તથા પ્રિન્ટ કાઢવા મેળવી શકાશે; અત્યારે અંક ૪૧ થી અંક ૬૯ સુધીના ઉપલબ્ધ છે ૬૪૪ Page #7 -------------------------------------------------------------------------- ________________ સૂતાં પહેલાં સાત લીટી જેણે જેણે જીવનમાં સફળતા સાધી, નિરાંતનો શ્વાસ લીધો, ધન્યતાનો અનુભવ કર્યો તેણે તેણે પોતાના જીવનનું કડક નિરીક્ષણ વારંવાર કર્યું છે અને એમ કરતાં જે જે દોષો જણાયા તે દૂર કરવા ભરચક પ્રયત્ન કર્યા છે. ઉત્તમ પુરુષોના જીવન, તેમની મનોવૃત્તિ અને વલણ સાથે પોતાના વૃત્તિ, વલણ અને વર્તન સરખાવતાં જે જે ઉણપ જણાય તે દૂર કરવા દિલથી કોશિશ કરી હોય છે. એમ કરતાં ક્રમે ક્રમે દોષો, દુષણો અને ઉણપો કાઢતાં વધુ ને વધુ ઉન્નત અને ઉત્તમ બનાવાય છે. આ બધું ત્યારે જ શક્ય બને જો વારંવાર અને સતત પોતાના જીવાતાં જીવન પર દષ્ટિપાત કરાતો હોય. એ કરવા માટે રોજિંદા જીવનની યાદી ‘ડાયરી’ રૂપે લખવી પડે. આવી રોજનિશી ત્રણ પ્રકારની હોય ઃ ૧. રોજ રોજની સ્થૂળ દિનચર્યા. ૨. વાંચતાં, સાંભળતાં જે જે શુભ વિચારો હૃદયમાં પ્રવેશતાં હોય તેની નોંધ. ૩. પોતાના જીવન પરનો કડક ચોકી પહેરો; સૂક્ષ્મ નિરીક્ષણની નોંધ. ત્રણેય પ્રકારમાં આપણે ત્રીજા પ્રકારની, નિરીક્ષણ નોંધની વાત જોઈએ. કોઈ ઘટના બની. તે આપણાં માનસમાં કેવી રીતે પ્રતિબિંબિત થઈ ? મનમાં સુખદ કે દુઃખદ પ્રતિભાવ જાગ્યા ? શું પ્રતિભાવો આવવા જોઈતા હતા ? આવા નિરીક્ષણ અને પરીક્ષણ પછી, એવા દોષો પુનઃ ન સેવાય તે માટેની જાગૃતિ થવી. આવા જાગૃત મનોમંથન કરતાં રહીએ તો દશ વખતના પ્રસંગોમાં ત્રણ વખત તો આપણી જ જીત થવાની ! અને આવા પ્રયત્નોના સાતત્યથી તો ત્રણના સ્થાને ચાર વખત, પાંચ વખત...એમ આપણી જીતના પોઈન્ટ વધતાં રહે. બિનજરૂરી ખરતું જાય. પછી શેષ રહે તેમાંથી મહાનતાનો પિંડ રચાય. આમ ઉત્તમતાના ઉઘાડ માટે, ઉત્તમતા વિકસાવવા માટે નિરીક્ષણ જરૂરી છે. ભાવનગરના શ્રેષ્ઠિવર્ય શ્રી ત્રિભોવન ભાણજી આવી ‘ડાયરી’ -રોજનિશી રાખતા. વીતી ગયેલા વખતનું વળતર મેળવતા. પોતાની નિર્બળતા તેમાં ઠાલવતાં અને એ નિર્બળતાને જીતવાનો પૂરો પ્રયત્ન કરતા. એને સહારે જીવનમાંથી નબળી વૃત્તિઓને નાથતા. અશોભનીય વર્તણુંકમાં ફેરફાર કરતા. એમ કરીને પોતાના જીવનને ઉમદાપણામાં લઈ ગયા. મોટો ફાયદો એ અનુભવ્યો કે જે કાંઈ બોલાતું હતું તેમાં બિનજરૂરી ઘણું છે એમ લાગ્યું એની જાણ થતાં વાણીનો દુર્વ્યય અટકી ગયો. વાણીમાં ઓજ અને તેજ પ્રગટ્યાં. રોજ ને રોજ, સૂતાં પહેલાં સાત લીટીનું આત્મનિરીક્ષણ કરવામાં આવે તો ઉન્નત જીવન હાથવેંતમાં મળી શકે. કરી જોવા જેવું છે ! રિ - ૪૫ Page #8 -------------------------------------------------------------------------- ________________ પુકારો ગમે તે સ્વરે, હું મળીશ જ; સમયના કોઈ પણ થરે હું મળીશ જ. ન ખૂલે ન તૂટે કટાયેલું તાળું; કોઈ હિજરતીના ઘરે હું મળીશ જ. હતો હું સુદર્શન સરોવર છલોછલ; હવે કુંડ દામોદરે હું મળીશ જ. નગારે પડે દાંડી પહેલી કે ચોરે; સમીસાંજની ઝાલરે હું મળીશ જ. બપોરે ઉપરકોટની સૂની રાંગે; અટૂલા કોઈ કાંગરે હું મળીશ જ. તળેટી સુધી કોઈ વ્હેલી સવારે; જશો તો પ્રભાતી સ્વરે હું મળીશ જ. કોઈ પણ ટૂંક જઈ જરા સાદ દેજો; સૂસવતા પવનના સ્વરે હું મળીશ જ. શિખર પર ચટકતી હશે ચાખડી નેધરીને કમંડલ કરે હું મળીશ જ. છતાં યાદ આવું તો કેદાર ગાજો; તરત આવીને ભીતરે હું મળીશ જ. શમે મૌનમાં શબ્દ મારા પછી પણ; કોઈ સોરઠ દોહરે હું મળીશ જ. હશે, કોક જણ તો ઉકેલી ય શકશે; શિલાલેખના અક્ષરે હું મળીશ જ. મને ગોતવામાં જ ખોવાયો છું આ, પત્યે પરકમા આખરે હું મળીશ જ. જૂનાગઢ, તને તો ખબર છે, અહીં હરઝરે, ઝાંખરે, કાંકરે હું મળીશ જ. થળપ્રીતિનું ગિરનારી મનોરાજય ૬૪૬ Page #9 -------------------------------------------------------------------------- ________________ વતનપ્રીતિની શૂલ કવિશ્રી રાજેન્દ્ર શુકલે કહેલું કે, “વર્ષો પહેલાં જૂનાગઢની કોઈ સાહિત્યિક સંસ્થાએ કાવ્ય-પઠનનો કાર્યક્રમ યોજેલો. હું અમદાવાદથી એસ.ટી.બસમાં જૂનાગઢ જઈ રહ્યો હતો ત્યારે જૂનાગઢ વીસેક કિલોમીટર દૂર રહ્યું હતું ત્યાં અચાનક આ કાવ્ય આવ્યું.” વળી ભાવનગરના મહેન્દ્રસિંહ પરમાર ઓડિઓ કેસેટ “ગઝલ ગિરનારથી”માં કાવ્ય-પઠનની પહેલાં તેઓ આ કાવ્યનું રહસ્ય ખુલ્લું કરે છે; અને વતન પ્રીતિની આ ગઝલની ૧૩ કડી સુધી વિસ્તરેલા કવિના ભાવો જોતાં એ વાત સાચી લાગે છે. “જૂનાગઢમાં જ ગિરનારની છાયા તળે મારી કવિચેતનાનો ઉદય થયો એટલે જૂનાગઢથી પૃથક ક્યારેય મારા હોવાને અનુભવી શક્યો નથી. મને એવું હતું કે કોઈ પણ માણસમાં હોય એવી વતન પ્રીતિ જૂનાગઢ માટે મને છે. પણ આ રચના રચાયા પછી મને ખબર પડી કે વાત એટલી સીધી નથી. આ સ્થાન સાથે મારે અનેક કાળમાં, અનેક જન્મમાં કોઈ રહસ્યમય સંવાદ રહેલો છે, એ આ રચનાની ઉપલબ્ધિ છે. જૂનાગઢમાં કોઈ પણ સમયે, કોઈ પણ કાળે મારા વિદ્યમાન હોવાનો અનુભવ આ રચનામાં પ્રગટ થયો તે આ રચના પૂર્વે મને પણ સ્પષ્ટ ન હતો.” ગઝલમાં ૧૩ શેરનું લંબાણ કવિએ કર્યું એ આ ભૂમિના કારણે છે. અધ્યાત્મની ઊંચાઈ અને ચિંતનની ઊંડાઈના દર્શન બારમા શેરમાં થાય છે : “મને ગોતવામાં જ ખોવાયો છું આ, પત્યે પરકમા આખરે હું મળીશ જ.” વાચકો ! બસ, આ મજાના કાવ્યને માણો.. ' – પ્ર૧ વરિ Page #10 -------------------------------------------------------------------------- ________________ કાળ મહારાજાની બલિહારી બધાએ સ્વીકાર્યું છે કે કાળ બદલાઈ ચૂક્યો છે. બધાજ ક્ષેત્રમાં બદલાવ આવી ચૂક્યો છે. એક ઉદાહરણ આપું : જૈનોની વસ્તી સૌથી વધુ હોય એવા અમદાવાદના દોશીવાડાની પોળના વિસ્તારમાં એક ખડકી છે જે શુકલની ખડકીના નામથી ઓળખાય છે. વર્ષો વિતતા ત્યાં જે બ્રાહ્મણ શુકલ રહેતા હતા તે જજ બન્યા. આજુબાજુના જૈનો હતા તે સંઘના આગેવાન બન્યા. કોઈ એવો પ્રસંગ બન્યો કે કારણવશાત્ આ જૈન આગેવાનો કોર્ટમાં ફરિયાદ કરનાર હતા અને પેલા શુકલ એ કોર્ટના જજ હતા. જજે વાત સાંભળી ચુકાદો આપ્યો. પછી આગેવાનોને કહ્યું કે જતી વખતે મારી ચેમ્બરમાં થઈને જજો. બધા ભાઈઓ તો વિમાસણમાં પડી ગયા! શું હશે? સંકોચથી જજની ચુંબરમાં તો ગયા; પણ નીકળ્યું જુદું. જજ સાહેબે એક એક જૈન આગેવાનને ઓળખી બતાવ્યા! પછી વાત લંબાવતાં તેઓએ કહ્યું કે મારા બા એમ કહેતાં કે બટાટા છોલીને તેની છાલ એક ડબામાં રાખી મૂકતી અને રાતનું અંધારું થાય અને આઠ વાગ્યા પછી એ નીચે મૂકી આવવી. જ્યાં આજુબાજુ જૈનો રહે છે ત્યાં કોઈને આ વિસ્તારમાં ફેંકાયેલી બટાટાની છાલ જોઈ એમ સમજે કે જેનો બટાટા ખાય છે તો અનર્થ થાય, માટે છાલ રાતે અંધારું થાય પછી મૂકી આવવી. કેટલી જાગૃતિ હતી! અને આજે..? ખુદ જૈનો જ બટાટા ખાય છે પછી કાંઈ કહેવાનું જ શું રહે? અરે ! નોનવેજ ન ખાવું એવું એવું પણ કહેવું પડે છે ! એટલે શુકલની ખડકીના આ પ્રસંગના અનુસંધાને આજનો બદલાવ ખેદ સાથે જોવો પડે છે. છતાં કાળા ડિબાંગ વાદળાં જેવી નિરાશાઓમાં પણ આશાનું કિરણ કિનાર બનીને ઝળકી ઊઠશે એવી અટલ શ્રદ્ધા છે. વર્ષો પહેલાનાં સંસ્કારની સુવાસ યાદ આવે છે. ઈષ્ટ તત્ત્વોની સાથે ગાઢ સંબંધો ઘરાવતા પરિવારો યાદ આવે છે. વહેલી સવારે ઘર-ઘરમાં આરતી પૂજા થતાં. એ રસ્તે નીકળીએ તો મંત્રોચ્ચારના અને ઘંટડીના મધુર તરંગો વાતાવરણમાં લહેરાતા. છેક નાનપણથી આ સંસ્કારો બાળમન પર ગાઢ બની અંકાઈ જતાં. આ બાળકો પંડિતની અદાથી શાસ્ત્રોના પાઠ કડકડાટ બોલી સંભળાવતા. ४८ Page #11 -------------------------------------------------------------------------- ________________ આજના દિવસનું વર્ણન પણ કરી ન શકાય એવું વરવું થતું જાય છે. પૂજાપાઠની વાત તો જવા દો, ખાન-પાનનાં રંગઢંગ તો નિયમોને નેવે મૂકી ક્યાંય આગળ નીકળી ગયા છે. એ તો કોઈના ઘરના ફ્રિજ ખોલીને જોઈએ તો દેખાઈ આવે. પહેલાનાં એ દિવસોમાં ખાદ્ય પદાર્થો ઘરમાં જ બનતા. મીઠાઈઓ પણ ઘરમાં બનતી. એમાં દરેકની રુચિ સચવાતી. આજે બધી વસ્તુઓ બહારથી લાવવાની થઈ ગઈ છે. ઘરમાં જમણવાર હોય તો મોટા ભાગની વસ્તુઓ બહારની જ હોય! આપણે જે કાંઈ ખાઈએ છીએ તેનું પાચન થઈને લોહી, માંસ-મજ્જા, વિર્ય બને છે. બહારની જે-તે વસ્તુઓ સ્વાદના ચટકાના કારણે ઘરમાં આવતી થઈ છે એટલે આહાર શુદ્ધિના નામે તો મોટું મીંડું જ! સહુ કોઈ જાણે છે કે જેવું અન તેવું મન.વિચાર અને આચારમાં જે માઠાં પરિણામ આવ્યાં છે એ સહુની જાણમાં છે. પરિવારો નાનાં થતાં ગયા અને ટુંકા પરિવારના મન પણ સંકુચિત અને ટુંકા જ થયાં. આપણા જૈનોના ઘરમાં પણ પૂછવું પડે. રસોઈની શુદ્ધતા માટે તો શંકા જ આવે. અરે, ખાખરા જેવી વસ્તુ ઘરમાં બનાવવાને બદલે બહારથી આવતી થઈ. વળી આ બધું બહારથી આવેલું ખાદ્યાન ફિજમાં - ડીપ ફ્રિજમાં દિવસો સુધી પડ્યું રહે છે. એની પાછળ ખોટું ગણિત મંડાય કે પૈસા બચે છે. આમ પતનનો ગ્રાફ ઊંચે ચડતો જાય છે! પહેલાં જે જોઈ નીચા જોણું થતું એ સેક્સ અને હિંસા આપણા સુસંસ્કૃત ગણાતા ઘરમાં આવી રહ્યા છે. આપણાથી આવું ન કરાય' --એવો વિચાર નાબૂદ થયો છે. કાળ બદલાયો છે. “આંધી ચડ્યા કરે છે, આંધી શમ્યા કરે છે, સમજુ જીવો સદા યે નિશ્ચલ ઊભા રહે છે.” આ આંધી છે. ગમે તેવી ભારે આંધી અંતે તો અમે જ છે. આ આંધી પણ શમવાની જ છે. મને એવી શ્રદ્ધા છે કે આજની બદબૂ ભરી હવા ખાતર બની જશે અને એમાંથી નવો સારો પાક લણવાની મોસમ આવશે જ. એ દિવસો દૂર નહીં હોય. શુકલાની ખડકીમાં બનેલી એક નાની લાગતી પણ મહત્ત્વની વાત પરથી આચિંતન પ્રગટ્યું તે તમારા બધાની પાસેથી સારા બનવાનું નિમિત્ત માંગી લે છે. પ્રક્રમા ૨ ૪૯ Page #12 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ પ્રવચનમાળા ઃ મુદ્દાઓ વન્દના ગ્રંથરાજ ઉપમિતિના સમગ્ર અક્ષરોને વન્દના કરું છું. સિદ્ધર્ષિ મહારાજ તથા તેમની ગુરુ પરંપરાને વન્દના કરું છું. સિદ્ધર્ષિ મહારાજનું પૂર્વજીવન કુલ પરંપરા બ્રાહ્મણ; તેઓ કવિ માઘના ભત્રીજા થાય. ઉપમિતિ જેવા મહાગ્રંથને પોતાના જીવનમાં સાંગોપાંગ અવતરણ કરનાર, ભાવનગરના શ્રી મોતીચંદ ગિરધર કાપડિયાનું સ્મરણ કરીએ. એમણે આ ગંથનું પૂર્ણ અધ્યયન કર્યું હતું. પરિચય કોઈ પણ વિષય એવો નથી કે જે ઉપમિતિમાં ન હોય ! તેના વિષયોની વિપુલતા જાણવા માટે એના અનુક્રમની માળા જોતાં જ મસ્તક ડોલી ઊઠે. માત્ર વિષયોના નિરૂપણને જ જોઈએ તો અનુભૂતિ થાય કે આ આખો ગ્રંથ પરમતત્તની કૃપાથી પ્રાપ્ત થયો છે. કોઈ સર્જક ગમે તેટલો પ્રજ્ઞાશાળી હોય તો પણ આવો ગ્રંથ રચવાનું તેનું ગજું નથી. આજે આવા પ્રાજ્ઞ વિદ્વાનોની મોટી ટીમ કામે લાગે કે કોઈ માતબર સંસ્થા આવો પ્રોજેક્ટ કરે તો પણ ઉપનિતિની જરાતરા નજીક આવી શકે તેવી રચના પણ ન થાય. આ રચના એવી અદ્ભુત અને ચિરંજીવી છે. એક વિચાર વિચાર તો એમ થાય છે કે, ભાગવત-રામાયણની જેમ ઉપમિતિ ગ્રંથનું સપ્તાહ બેસાડવું. બૌદ્ધિકોને, શ્રદ્ધાળુઓને અને સાહિત્ય-રસિકોને શ્રોતા તરીકે આમંત્રણ આપવું. જગતના ઉત્તમ સાહિત્યની હરોળમાં ગણના કરી શકાય, એ હરોળમાં ઉન્નત મસ્તકે ઊભું રહે તેવું આ પ્રદાન છે એવું દુનિયાના સાક્ષરોને જણાવવું જોઈએ. જૈન શાસનની આ અનોખી ઓળખ છે. ઉપમિતિગ્રંથમાં ચિંતનાત્મક વિચાર-રત્નો પાને પાને વેરાયાં છે. આ ગ્રંથની કંડિકાઓમાં રજુ થયેલી વાતો એ ગઈકાલનો ઇતિહાસ નથી, આજના તાજા સમાચાર જેવા આજે અને અત્યારે પણ પ્રસ્તુત છે ! આજના વિષમ (અને વિષમય પણ) થતાં જતાં સમયમાં પણ જીવનનાં અંધારા ઊલેચીને નવો પ્રકાશ આપે તેવા છે. ગ્રંથકાર મહાપુરુષ ગ્રંથના રચયિતા મહર્ષિ સિદ્ધર્ષિની પ્રતિભાના ગુણગાન કરતાં ન ધરાઈએ. સંસ્કૃત ભાષાનું અસાધારણ પ્રભુત્વ ધરાવનાર આ પ્રતિભાવંત ગદ્ય તથા પદ્યમાં ૫૦ Page #13 -------------------------------------------------------------------------- ________________ અકુતોભયવિચરણ કરી શકે છે. સત્યની પૂર્ણ રજુઆત, પરિપકવ જ્ઞાન પક્ષપાત, માનવમનના અગાધ ચિત્ત વિકારોનો પૂર્ણ અભ્યાસ --આ બધા તેમની સફળ શૈલીના અંગો છે. વિ.સં ૯દરની આસપાસના સમયની સામાજીક પરિસ્થિતિ, તે સમયના રીત-રિવાજો વગેરેનો અનૂઠો અભ્યાસ તેઓએ કેવો કર્યો હતો; સર્વાગીણ ચેતો વિસ્તાર તેઓએ કેવો સાધ્યો હતો તેનું જે દિગ્ગદર્શન છે તે આશ્ચર્યચકિત કરે તેવું છે. અહંનો સાધુ એકાંગી ન હોય પરંતુ તે સર્વાગીણ દષ્ટિવંત હોય તેનું આ આદર્શ ઉદાહરણ છે. વિક્રમના દશમા શતકમાં શ્રીમાળમાં આ ગ્રંથ-મણિની રચના થઈ તે પછી તેના અનુકરણરૂપે કુલવલયમાલા ગ્રંથ શ્રી સંઘને મળે છે. ઉપમિતિના સારોદ્ધાર સાર-સંક્ષેપ રૂપે તો સંસ્કૃત, પ્રાકૃત અને જુની ગુજરાતીમાં ઘણી રચનાઓ મળી છે. વર્તમાન શ્રી સંઘનું પરમ સૌભાગ્ય કહેવાય કે આવો ગ્રંથ અખંડ રૂપે આપણને સુલભ થયો. વળી ભાવનગરમાં તેનું વાચન-શ્રવણ થયું. ત્યાંના એક શ્રાવક તે ગ્રંથને ગુજરાતીમાં ઉતારે છે. તેમણે કરેલા અનુવાદમાં પંક્તિએ પંક્તિએ જોવા મળે છે કે અનુવાદક મુળ ગ્રંથ-કૃતિ અને ગ્રંથકાર પ્રત્યેના અહોભાવથી કેવા લથબથ છે. શ્રાવકો પણ સંસ્કૃત ભાષાના સુજાણ બને અને દુર્બોધ ગ્રંથની આરપાર આરાધના કરે. જો કે તે કાળ આ માટે જ હોય તેવા ઘણા નક્ષત્રો ત્યારે અહંતુ શાસન-ગગનમાં ચમકતા જોવા મળે છે. આજનો સમય એ વાતાવરણથી વિપરીત છે. આને શું કહેવું? વર્તમાન સંઘમાં શ્રમણ સંઘમાંથી અનેક સાધુ મહારાજ સાહેબો આમૂલ્યવાન ગ્રંથનું અધ્યયન કરે છે. પૂર્વે પણ ઘણા મુનિરાજ આ ગ્રંથના મર્મથી રંગાયા છે. સમગ્ર ગ્રંથમાંથી સહજ વૈરાગ્ય, સહજ સંવેગ પદે પદે નીતરે છે. આના વાચનશ્રવણ દ્વારા સંસારના મૂળ સ્વરૂપનો બોધ થાય છે અને મોક્ષનું લક્ષ્ય નિશ્ચિત થાય છે. આવા મૂલ્યવાન ગ્રંથને સભા સમક્ષ કઈ રીતે નિરૂપવો તેની મૂંઝવણ હતી. શ્રમણ સંઘને તેનો રસ્તો ત્રણસો વર્ષ પછી પાટણમાં મલધારી હેમચંદ્રસૂરિ મહારાજે સભા સમક્ષ તેની પ્રરૂપણા કરી ત્યારે ત્યાં વિદ્યમાન અનેક સાધુઓ માત્ર કેવી રીતે આનું ગુંફન થાય છે તે જાણવા પ્રત્યક્ષ સાંભળવા આવતા. ત્યારબાદ આ ગ્રંથ સભા સમક્ષ વંચાવા લાગ્યો. હજુ આજે પણ તેનું વાચન અને શ્રવણ બંને વિરલ ગણાય છે. આ ગ્રંથને પ્રબુદ્ધ તથા સામાન્ય શ્રોતાગણ એક સરખી રીતે સમજી શકે તેવા ભાગ-વિભાગ પાડીએ તો વર્ણનો, ઉપદેશ પંક્તિઓ, વ્યાકરણના અભ્યાસ માટેના ૫૧ Page #14 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાપદો વગેરે ભરપૂર સામગ્રીના ખજાનારૂપ કહો કે આણરૂપ આ ગ્રંથ છે. તેમાં અદ્ભુતરસ, હાસ્યરસ, શૃંગારરસ વગેરે ૨સોનું નિરૂપણ પુષ્કળ પ્રમાણમાં છે. આમ રસજ્ઞ જિજ્ઞાસુને જે જોઈએ તે આમાંથી મળી શકે તેમ છે. કુત્રિકા પણ કહેવાય તેવો આ ગ્રંથ છે. પૂજ્ય ઉદયસૂરિ મહારાજને, પૂજ્ય પદ્મસૂરિ મહારાજને આ ગ્રંથની ઘણી કંડિકાઓ કંઠસ્થ હતી. આમ કંઠસ્થ કરવાથી મૂળ ગ્રંથકાર સાથે પરોક્ષ સંબંધ સ્થપાય છે અને ગ્રંથકારનો અનુગ્રહ પણ પ્રાપ્ત થાય છે. આપણા શ્રી સંઘની પ્રત્યેક વ્યક્તિએ જીવનમાં એ · વાર તો શક્યતઃ મૂળ અથવા ગુજરાતી અનુવાદનું વાચન-શ્રવણ અવશ્ય કરવું જોઈએ. એના દ્વારા ગ્રંથકારની કૃપા અને અનુગ્રહનો લાભ થાય છે. - प्राईमरि } કથા-વાર્તા એ ઉપદેશનું પ્રબળ સાધન છે. કથાકાર જ્યારે ઉચ્ચ આદર્શો સાથે અપૂર્વ રસ રેડીને જે કથાનુયોગ આપી શકે છે તે શુષ્ક ઉપદેશ કરતાં વધુ અસર કરી જાય છે તે નિઃસંદેહ છે. આપણા દેશના કથા સાહિત્યમાં જૈન કથાનુયોગ અગ્રપદ ભોગવે છે. એમાં યે ‘ઉપમિતિ ભવ પ્રપંચ’ ગ્રંથ અવ્વલ છે. શ્રી સિદ્ધર્ષિગણિનો આશય ઉપમિતિ દ્વારા સંસારના સર્વ પ્રપંચ બતાવવાનો છે. વાર્તારૂપે સંસારના ગૂઢ રહસ્યો જેવા કે મનોવિકારો, દોષો અને ઇંદ્રિયો કેવી રીતે કામ કરે છે તે બરાબર બતાવી, તે દ્વારા ચિત્તને સંસારથી વિમુખ કરાવી યોગ્ય માર્ગે લઈ આવવાનું કાર્ય સરળ રીતે કરી શક્યા છે. મનોવિકારોનું ટીકાત્મક કે ઉપદેશાત્મક વર્ણન વાંચનારને કે શ્રોતાઓને શુષ્ક લાગે; ગ્રંથકર્તાએ સંભાળપૂર્વક અને સારી રીતે કહેવાનું કહી દીધું છે અને આશય સિદ્ધ કર્યો છે. શ્રી સિદ્ધર્ષિગણિએ ઉપદેશ પ્રસંગો એવી સુંદર રીતે પ્રયોજ્યા છે કે સાંભળનારને મગજ પર દબાણ ન કરતાં શાંતિ આપે અને ધાર્યું કામ બરાબર કરી આપે. સંસ્કૃત સાહિત્યમાં અદ્વિતીય એવો આ ગ્રંથ અદ્ભુત છે. આપણા સદ્ભાગ્યે આ ગ્રંથનો સરળ છતાં રસાળ એવો ગુજરાતી અનુવાદ ઉપલબ્ધ છે. એનું વાંચન અને મનન ચિત્તને સમજપૂર્વકની શાંતિ આપે તેવો છે. (અનુવાદક શ્રી મોતીલાલ ગીરધરલાલ કાપડિયાની પ્રસ્તાવનાનો અંશ.) પર Page #15 -------------------------------------------------------------------------- ________________ યાદગાર મનોરથમાળા સાક્ષાત્ શ્રી જિનદેવને નીરખશું, ક્યારે અહો! નેત્રથી, ને વાણી મનોહારી ચિત્ત ધરશું, ક્યારે કહો પ્રેમથી; શ્રદ્ધા નિશ્ચલ ધારશું જિનમતે, શ્રેણિકવતું કે સમે, ને દેવેન્દ્ર વખાણ પાત્ર થઈશું, ક્યારે સુપુણ્ય અમે! ક્યારે દેવ ચલાયમાન કરવા, મિથ્યામતિ આવશે! ને સમ્યકત્વ સુરત્નની અમ વિષે, સાચી પરીક્ષા થશે! ક્યારે પૌષધને ગ્રહી પ્રણયથી, સદ્ભાવના ભાવશું ને રોમાંચિત થઈ તપસ્વી મુનિને, ક્યારે પડિલાભશું સદ્ વૈરાગ્યરસે રસિક થઈને, દીક્ષેચ્છુ ક્યારે થશું ને દીક્ષા ગ્રહવા મુનીશ્વર કને, ક્યારે સુભાગ્યે જશું! સેવા શ્રી ગુરુદેવની કરી કદા, સિદ્ધાંતને શીખશું ને વ્યાખ્યાન વડે સમસ્તજનને, ક્યારે પ્રતિબોધશું! ગામે કે વિજને સુરેન્દ્રભવને, ને ઝૂંપડે ક્યું સમ! સ્ત્રીમાં કે શબમાં સમાનમતિને, ક્યારે ધરીશું અમે! સર્પ કે મણિમાળમાં કુસુમની શય્યા તથા ધૂળમાં, ક્યારે તુલ્ય થશું પ્રફુલ્લિતમને, શત્રુ અને મિત્રમાં. યોગાભ્યાસ રસાયણે હૃદયને, રંગી અસંગી બની, ક્યારે અસ્થિરતા ત્યજી શરીરની, વાણી તથા ચિત્તની; આત્માનંદ અપૂર્વ અમૃતરસે, હાઈ થશું નિર્મળા, ને સંસાર સમુદ્રના વમળથી, ક્યારે થઈશું વેગળા! ક્યારે સિદ્ધગિરિ પવિત્ર શિખરે, જઈ શાંતવૃત્તિ સજી, સિદ્ધોના ગુણનો વિચાર કરશું, મિથ્યા વિકલ્પો ત્યજી; વાસી ચન્દન કલ્પ થઈ પરિષહો, સર્વ સહીશું મુદા, આવી શાન્ત થશે અહો અમ કને, શત્રુ સમુહો કદા! શ્રેણી ક્ષીણ કષાયની ગ્રહી અને, ઘાતી હણીશું કદા, પામી કેવલજ્ઞાન કોણ સમયે, દેશું કદા દેશના! ધારી યોગનિરોધ કોણ સમયે, જાશું અહો મોક્ષમાં, એવી નિર્મળ ભાવના પ્રણયથી, ભાવો સદા ચિત્તમાં. કાવ્ય-આસ્વાદ પૂજ્યપાદ પીયૂષપાણિ આચાર્ય મહારાજશ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજની દીક્ષાના પહેલા વરસમાં (વિ.સં. ૧૯૭૧). આ મનોરથમાળાની રચના થઈ મૂળ બોટાદના દેસાઈ પરિવારમાં કવિત્વની હવા હતી. કવિ દામોદરદાસ ખુશાલદાસ બોટાદકરની સાથે બેઠક લક્ષ્મીચંદ ભવાન દેસાઈની કાપડની દુકાને હતી. નવાં નવાં કાવ્યો રચે અને દુકાને ઘરાકી ન હોય ત્યારે સંભળાવે. આમ કાવ્ય-રચનાની પ્રેરણા મળી રહેતી. મનોરથની સોપાનશ્રેણિના એક એક પગથિયાંની અહીં ક્રમશ: રજુઆત છે. પ્રભુ સાથે મેળાપ કરવાનો મનોરથ એ જીવનના સર્વોચ્ચ ધ્યેયરૂપે છે તેથી પ્રારંભનો મનોરથ છે. ક્યારે! શબ્દ બતાવે છે કે એવો દિવસ ક્યારે ઉગશે. સમવસરણમાં વિરાજિત સાક્ષાત પ્રભુને મન ભરીને જોવા છે, ક્યારે જોઈશું. જોયા પછી વાણી ચિત્તમાં ઘરીશું એવી શ્રદ્ધા તો હોય, પણ તે એવી નિશ્ચલ હોવી જોઈએ કે દેવોને પણ તે શ્રદ્ધાની નોંધ લેવી પડે! પ્રાચર ૫૩ WWW.jainelibrary.org Page #16 -------------------------------------------------------------------------- ________________ મેઘકુમાર રાજગૃહી નગરી, શ્રેણિકરાજા, ધારિણીદેવી, પુત્ર મેઘકુમાર. મેઘકુમારની અપ્સરાને શરમાવે એવી આઠ પત્ની. શ્રમણ મહાવીરની વાણી સાંભળી; વચનો ગમ્યા. સંસાર ન ગમ્યો ! દીક્ષા લીધી. મેઘકુમાર મુનિ થયા. પહેલો દિવસ: પ્રથમ રાત્રિએ ક્રમથી છેવટના સંથારા પર સૂતા; રાત્રિએ બહાર જતા આવતા મુનિઓના ચરણ વારંવાર શરીર સાથે અથડાતા. સંથારો ધૂળથી ભરાયો. નિમિત્ત મળતા ગઈકાલની રાત સાથે સરખામણી થઈ. બેચેન મન નિર્ણય પર આવ્યું આ ન પરવડે. આ કરતાં ઘર સારું. મહેલ સારો. શરીરની સુખાકારીનો વિચાર મુખ્ય ચો. જીવદળ ઉત્તમ તેથી નિર્ણયમાં વચ્ચે પ્રભુને રાખ્યા. પ્રભુને પૂછીને સવારે ઘેર સરણું. સવાર પડી. પ્રભુ પાસે ગયા. પ્રભુએ જ પહેલો પ્રશ્ન કર્યો H રાત્રે તમે જે વિચાર્યું તે બરાબર નથી. ગયા ભવમાં હાથીના અવતારમાં તમે ઘણું સહન કર્યું, આર્તભાવ વિના સહન કર્યું. એ બધા તો જાનવર હતા. આ તો બધા જગત પૂજ્ય. સંસારના ત્યાગને વરેલા સાધુઓની પવિત્ર ચરણરજથી સંથારો ભરાયો. એવા કારણથી મનને વ્યગ્ર ન કરવું. આકુળ વ્યાકુળ ન થવું. પ્રભુના વચનની અસર થઈ. લજ્જાથી શેરડા પડ્યા. વ્રતમાં સ્થિર થયા. ની માઠા વિચારનું મિથ્યાદુષ્કત કર્યું. મનમાં સંકલ્પ થયો. અભિગ્રહ લીધો. બે આંખ સિવાય કોઈ પણ અંગને ભલે ઈજા પહોંચે, મનમાં કોઈ અશુભ વિચાર નહીં કરું. (આધાર : ઉપદેશમાળા ગાથા 154 - વૃત્તિ હેયોપાદેયા) _ પ્રજા | ‘પાઠશાળા' ના આ અંકના સૌજન્યનો સાભાર સ્વીકાર કરનાર પૂજ્ય આચાર્યશ્રી નેમિસૂરિ મહારાજ સાહેબના સમુદાયના પૂજ્ય ચારિત્રશ્રીજી મહારાજ સાહેબના શિષ્યા પૂજ્ય હેમલતાશ્રીજી મહારાજ સાહેબના શિષ્યા પૂજ્ય જિતમોહાશ્રીજીની પ્રેરણાથી.. પુજ્ય મુદિતાશ્રીજી મહારાજ સાહેબની 100 મી ઓળી તથા પૂજ્ય જિનમિત્રાશ્રીજી મહારાજ સાહેબની ૯૦મી ઓળી નિમિત્તે... સૌજન્ય દાતા : વિમળાબહેન ધીરજભાઈ પુનાતર : ઇલાબહેન નરેન્દ્રભાઈ : ખુબુબહેન પારસભાઈ : કિંજલબહેન દેવાંગભાઈ વલસાડ 2 પ્રકાશક: બાપાલાલ મનસુખલાલ શાહ ટ્રસ્ટ વતી, રમેશ શાહ (સંપાદક) YTOTOM 703, નૂતન નિવાસ,ભટાર માર્ગ,સૂરત : 395 001 Phone: (0261)2240733 & 3054748 Mo.: 9427152203 પુસ્તક: 73 email : ramesh_pathshala@yahoo.com (તમારા તથા દેશ-વિદેશમાં વસતા તમારા સ્નેહીના ઇમેઇલ સરનામાં મોકલો અમે તેમને ‘પાઠશાળા'ના નવા-નવા અંકો મેઈલ કરીશું) 654