________________
અકુતોભયવિચરણ કરી શકે છે. સત્યની પૂર્ણ રજુઆત, પરિપકવ જ્ઞાન પક્ષપાત, માનવમનના અગાધ ચિત્ત વિકારોનો પૂર્ણ અભ્યાસ --આ બધા તેમની સફળ શૈલીના અંગો છે. વિ.સં ૯દરની આસપાસના સમયની સામાજીક પરિસ્થિતિ, તે સમયના રીત-રિવાજો વગેરેનો અનૂઠો અભ્યાસ તેઓએ કેવો કર્યો હતો; સર્વાગીણ ચેતો વિસ્તાર તેઓએ કેવો સાધ્યો હતો તેનું જે દિગ્ગદર્શન છે તે આશ્ચર્યચકિત કરે તેવું છે.
અહંનો સાધુ એકાંગી ન હોય પરંતુ તે સર્વાગીણ દષ્ટિવંત હોય તેનું આ આદર્શ ઉદાહરણ છે.
વિક્રમના દશમા શતકમાં શ્રીમાળમાં આ ગ્રંથ-મણિની રચના થઈ તે પછી તેના અનુકરણરૂપે કુલવલયમાલા ગ્રંથ શ્રી સંઘને મળે છે. ઉપમિતિના સારોદ્ધાર સાર-સંક્ષેપ રૂપે તો સંસ્કૃત, પ્રાકૃત અને જુની ગુજરાતીમાં ઘણી રચનાઓ મળી છે.
વર્તમાન શ્રી સંઘનું પરમ સૌભાગ્ય કહેવાય કે આવો ગ્રંથ અખંડ રૂપે આપણને સુલભ થયો. વળી ભાવનગરમાં તેનું વાચન-શ્રવણ થયું. ત્યાંના એક શ્રાવક તે ગ્રંથને ગુજરાતીમાં ઉતારે છે. તેમણે કરેલા અનુવાદમાં પંક્તિએ પંક્તિએ જોવા મળે છે કે અનુવાદક મુળ ગ્રંથ-કૃતિ અને ગ્રંથકાર પ્રત્યેના અહોભાવથી કેવા લથબથ છે. શ્રાવકો પણ સંસ્કૃત ભાષાના સુજાણ બને અને દુર્બોધ ગ્રંથની આરપાર આરાધના કરે. જો કે તે કાળ આ માટે જ હોય તેવા ઘણા નક્ષત્રો ત્યારે અહંતુ શાસન-ગગનમાં ચમકતા જોવા મળે છે. આજનો સમય એ વાતાવરણથી વિપરીત છે. આને શું કહેવું?
વર્તમાન સંઘમાં શ્રમણ સંઘમાંથી અનેક સાધુ મહારાજ સાહેબો આમૂલ્યવાન ગ્રંથનું અધ્યયન કરે છે. પૂર્વે પણ ઘણા મુનિરાજ આ ગ્રંથના મર્મથી રંગાયા છે. સમગ્ર ગ્રંથમાંથી સહજ વૈરાગ્ય, સહજ સંવેગ પદે પદે નીતરે છે. આના વાચનશ્રવણ દ્વારા સંસારના મૂળ સ્વરૂપનો બોધ થાય છે અને મોક્ષનું લક્ષ્ય નિશ્ચિત થાય છે.
આવા મૂલ્યવાન ગ્રંથને સભા સમક્ષ કઈ રીતે નિરૂપવો તેની મૂંઝવણ હતી. શ્રમણ સંઘને તેનો રસ્તો ત્રણસો વર્ષ પછી પાટણમાં મલધારી હેમચંદ્રસૂરિ મહારાજે સભા સમક્ષ તેની પ્રરૂપણા કરી ત્યારે ત્યાં વિદ્યમાન અનેક સાધુઓ માત્ર કેવી રીતે આનું ગુંફન થાય છે તે જાણવા પ્રત્યક્ષ સાંભળવા આવતા. ત્યારબાદ આ ગ્રંથ સભા સમક્ષ વંચાવા લાગ્યો. હજુ આજે પણ તેનું વાચન અને શ્રવણ બંને વિરલ ગણાય છે.
આ ગ્રંથને પ્રબુદ્ધ તથા સામાન્ય શ્રોતાગણ એક સરખી રીતે સમજી શકે તેવા ભાગ-વિભાગ પાડીએ તો વર્ણનો, ઉપદેશ પંક્તિઓ, વ્યાકરણના અભ્યાસ માટેના
૫૧ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only