________________
આ છે અણગાર અમારાં સાધ્વીજી શ્રી કમલપ્રભાશ્રીજી તેમનું નામ. માળવાવાળા ઇન્દુશ્રીજીના શિષ્યા. તેમના તપોમય સાધ્વી-જીવનના ઉચ્ચ સંયમ-પાલનની વાત કરવી છે.
તેમનો જન્મ એમ.પી.ના રાજગઢ ગામમાં વિ.સં. ૧૯૭૮માં થયેલો અને તેમના કાળધર્મનો દિવસ વિ.સં. ૨૦૪૫, આસો વદી ત્રીજ. કમલપ્રભાશ્રીજી કાળધર્મ પામ્યા ત્યારે તેમનો દીક્ષા પર્યાય ૩૬ વર્ષનો થયો હતો. એમની સરળતા જોઈને ઘણી દીક્ષાર્થી બહેનો તેમને શિષ્યા બનાવવા આગ્રહ કરે, છતાં શિષ્યા તો તેમણે કર્યા જ નહીં. કહે, મારામાં એવી યોગ્યતા નથી.” તેમની આ નમ્રતા જ દષ્ટાંતરૂપ હતી. એમની ગુરુ બહેનો અવારનવાર તેમની સેવામાં રહેતાં. છેલ્લા વર્ષોમાં સાધ્વીજી શ્રી વિશ્વપ્રજ્ઞાશ્રીજી તેમની સેવામાં હતાં. તેઓ ત્રણ ઠાણા હતાં. તેઓ ઘણી વાર ગમ્મત કરતાં કે હવે તમે જશો પછી અમે ત્રણના ત્રણ જ રહેવાનાં! ત્યારે કહે તમે ચાર થશો. ખરેખે બન્યું પણ એમ જ. એક દીક્ષાર્થી બહેન જે દીક્ષા લેવાનાં હતાં તેમને સ્વપ્નમાં બે વખત આશીર્વાદ આપી કહી આવ્યા કે તારે વિશ્વપ્રજ્ઞાશ્રીજી પાસે દીક્ષા લેવાની છે. એ બહેન મૂળ ચાણસ્માના પણ પાટણમાં રહ્યાં અને છેલ્લે મુંબઈ મરીનડ્રાઈવ રહેતાં, તેમની દીક્ષા થઈ અને તે શ્રી પૂર્ણિમાશ્રીજી છે.
તેમનું જીવન ઘણું ઉચ્ચ હતું. તેમણે જીવનભર ડોળી કે વ્હીલચેર વાપર્યા નથી કે ક્યાંયે સ્થિરવાસ પણ કર્યો નથી.
તેઓ ઉત્તમતપસ્વી હતાં. તેમણે કરેલી અનેક મોટી તપસ્યાઓમાં નોંધપાત્રતપસ્યા જેવી કે, ભદ્રતપ, મહાભદ્રતપ, દાનતપ, મહાદાનતપ, વર્ગતપ, સિદ્ધિતપ, શ્રેણિતપ, આ ઉપરાંત ખાસ તો ૧૦૦ ઓળી પૂર્ણ કરી અને તેમાં સળંગ ૧૨૦૦ આયંબિલ કર્યા. ૧૦૦મી ઓળીનું પારણું ચોમાસામાં જ રાખ્યું જેથી એમના સાંસારિક સગા વિરાધના કરીને આવે નહીં. તેમની આવી પાપ ભીરૂતા હતી. તેમણે સિદ્ધગિરિરાજની ૧૧૫ વખત ચોવિહાર છઠ્ઠ કરીને સાત જાત્રા કરી. એકી સાથે પાંચ-દશ ઉપવાસ તો રમતમાં કરતાં. જ્યારે કાળધર્મ પામ્યા ત્યારે પાંચ ઉપવાસના પચ્ચખાણ હતાં અને તેઓ ત્રીજે ઉપવાસે કાળધર્મ પામ્યાં!
તેમના કાળધર્મ પછી અગ્નિદાહ સમયે તે વેળાના શ્રીફળ-બદામ-પૈસા એમના એમ જ રહ્યા. એને અગ્નિની આંચ પણ લાગી નહીં! અરે તેમનો એક કપડો પણ આંચ લાગ્યા વિનાનો એમને એમ રહ્યો. એ તો જુવાનિયાઓને થયું કે આ કેમ બળતો નથી, તેથી તે વારે વારે ભડભડ થતી ચિતામાં પરાણે નાંખ્યો તો ત્રીજા પ્રયત્ન તે બળ્યો. છતાં શ્રીફળ-બદામ-પૈસા તો એમને એમ જ રહ્યા. આ બધી વસ્તુઓહાલ રાજગઢમાં સચવાઈ છે. સાધ્વીજી હેમપ્રભાશ્રીજીના ગ્રુપના સાધ્વીજીઓને આફતના સમયે સહાય કરે છે. સાધ્વીજી શ્રી મુક્તિહર્ષાશ્રીજીને હાલમાં પણ સાધ્વીજીના વેષમાં દર્શન આપે છે. આ સ્વાધ્વીજી તેમની દર મહિનાની તિથિએ આયંબિલ કરે છે. પ્રસ્ત રિ
૬૪૧ WWW.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only