SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ મેઘકુમાર રાજગૃહી નગરી, શ્રેણિકરાજા, ધારિણીદેવી, પુત્ર મેઘકુમાર. મેઘકુમારની અપ્સરાને શરમાવે એવી આઠ પત્ની. શ્રમણ મહાવીરની વાણી સાંભળી; વચનો ગમ્યા. સંસાર ન ગમ્યો ! દીક્ષા લીધી. મેઘકુમાર મુનિ થયા. પહેલો દિવસ: પ્રથમ રાત્રિએ ક્રમથી છેવટના સંથારા પર સૂતા; રાત્રિએ બહાર જતા આવતા મુનિઓના ચરણ વારંવાર શરીર સાથે અથડાતા. સંથારો ધૂળથી ભરાયો. નિમિત્ત મળતા ગઈકાલની રાત સાથે સરખામણી થઈ. બેચેન મન નિર્ણય પર આવ્યું આ ન પરવડે. આ કરતાં ઘર સારું. મહેલ સારો. શરીરની સુખાકારીનો વિચાર મુખ્ય ચો. જીવદળ ઉત્તમ તેથી નિર્ણયમાં વચ્ચે પ્રભુને રાખ્યા. પ્રભુને પૂછીને સવારે ઘેર સરણું. સવાર પડી. પ્રભુ પાસે ગયા. પ્રભુએ જ પહેલો પ્રશ્ન કર્યો H રાત્રે તમે જે વિચાર્યું તે બરાબર નથી. ગયા ભવમાં હાથીના અવતારમાં તમે ઘણું સહન કર્યું, આર્તભાવ વિના સહન કર્યું. એ બધા તો જાનવર હતા. આ તો બધા જગત પૂજ્ય. સંસારના ત્યાગને વરેલા સાધુઓની પવિત્ર ચરણરજથી સંથારો ભરાયો. એવા કારણથી મનને વ્યગ્ર ન કરવું. આકુળ વ્યાકુળ ન થવું. પ્રભુના વચનની અસર થઈ. લજ્જાથી શેરડા પડ્યા. વ્રતમાં સ્થિર થયા. ની માઠા વિચારનું મિથ્યાદુષ્કત કર્યું. મનમાં સંકલ્પ થયો. અભિગ્રહ લીધો. બે આંખ સિવાય કોઈ પણ અંગને ભલે ઈજા પહોંચે, મનમાં કોઈ અશુભ વિચાર નહીં કરું. (આધાર : ઉપદેશમાળા ગાથા 154 - વૃત્તિ હેયોપાદેયા) _ પ્રજા | ‘પાઠશાળા' ના આ અંકના સૌજન્યનો સાભાર સ્વીકાર કરનાર પૂજ્ય આચાર્યશ્રી નેમિસૂરિ મહારાજ સાહેબના સમુદાયના પૂજ્ય ચારિત્રશ્રીજી મહારાજ સાહેબના શિષ્યા પૂજ્ય હેમલતાશ્રીજી મહારાજ સાહેબના શિષ્યા પૂજ્ય જિતમોહાશ્રીજીની પ્રેરણાથી.. પુજ્ય મુદિતાશ્રીજી મહારાજ સાહેબની 100 મી ઓળી તથા પૂજ્ય જિનમિત્રાશ્રીજી મહારાજ સાહેબની ૯૦મી ઓળી નિમિત્તે... સૌજન્ય દાતા : વિમળાબહેન ધીરજભાઈ પુનાતર : ઇલાબહેન નરેન્દ્રભાઈ : ખુબુબહેન પારસભાઈ : કિંજલબહેન દેવાંગભાઈ વલસાડ 2 પ્રકાશક: બાપાલાલ મનસુખલાલ શાહ ટ્રસ્ટ વતી, રમેશ શાહ (સંપાદક) YTOTOM 703, નૂતન નિવાસ,ભટાર માર્ગ,સૂરત : 395 001 Phone: (0261)2240733 & 3054748 Mo.: 9427152203 પુસ્તક: 73 email : [email protected] (તમારા તથા દેશ-વિદેશમાં વસતા તમારા સ્નેહીના ઇમેઇલ સરનામાં મોકલો અમે તેમને ‘પાઠશાળા'ના નવા-નવા અંકો મેઈલ કરીશું) 654 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004568
Book TitleSattvasamruddha Sthulabhadra
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherPathshala Prakashan Surat
Publication Year2009
Total Pages16
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy