Book Title: Sattvasamruddha Sthulabhadra
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan Surat

View full book text
Previous | Next

Page 12
________________ ઉપમિતિ પ્રવચનમાળા ઃ મુદ્દાઓ વન્દના ગ્રંથરાજ ઉપમિતિના સમગ્ર અક્ષરોને વન્દના કરું છું. સિદ્ધર્ષિ મહારાજ તથા તેમની ગુરુ પરંપરાને વન્દના કરું છું. સિદ્ધર્ષિ મહારાજનું પૂર્વજીવન કુલ પરંપરા બ્રાહ્મણ; તેઓ કવિ માઘના ભત્રીજા થાય. ઉપમિતિ જેવા મહાગ્રંથને પોતાના જીવનમાં સાંગોપાંગ અવતરણ કરનાર, ભાવનગરના શ્રી મોતીચંદ ગિરધર કાપડિયાનું સ્મરણ કરીએ. એમણે આ ગંથનું પૂર્ણ અધ્યયન કર્યું હતું. પરિચય કોઈ પણ વિષય એવો નથી કે જે ઉપમિતિમાં ન હોય ! તેના વિષયોની વિપુલતા જાણવા માટે એના અનુક્રમની માળા જોતાં જ મસ્તક ડોલી ઊઠે. માત્ર વિષયોના નિરૂપણને જ જોઈએ તો અનુભૂતિ થાય કે આ આખો ગ્રંથ પરમતત્તની કૃપાથી પ્રાપ્ત થયો છે. કોઈ સર્જક ગમે તેટલો પ્રજ્ઞાશાળી હોય તો પણ આવો ગ્રંથ રચવાનું તેનું ગજું નથી. આજે આવા પ્રાજ્ઞ વિદ્વાનોની મોટી ટીમ કામે લાગે કે કોઈ માતબર સંસ્થા આવો પ્રોજેક્ટ કરે તો પણ ઉપનિતિની જરાતરા નજીક આવી શકે તેવી રચના પણ ન થાય. આ રચના એવી અદ્ભુત અને ચિરંજીવી છે. એક વિચાર વિચાર તો એમ થાય છે કે, ભાગવત-રામાયણની જેમ ઉપમિતિ ગ્રંથનું સપ્તાહ બેસાડવું. બૌદ્ધિકોને, શ્રદ્ધાળુઓને અને સાહિત્ય-રસિકોને શ્રોતા તરીકે આમંત્રણ આપવું. જગતના ઉત્તમ સાહિત્યની હરોળમાં ગણના કરી શકાય, એ હરોળમાં ઉન્નત મસ્તકે ઊભું રહે તેવું આ પ્રદાન છે એવું દુનિયાના સાક્ષરોને જણાવવું જોઈએ. જૈન શાસનની આ અનોખી ઓળખ છે. ઉપમિતિગ્રંથમાં ચિંતનાત્મક વિચાર-રત્નો પાને પાને વેરાયાં છે. આ ગ્રંથની કંડિકાઓમાં રજુ થયેલી વાતો એ ગઈકાલનો ઇતિહાસ નથી, આજના તાજા સમાચાર જેવા આજે અને અત્યારે પણ પ્રસ્તુત છે ! આજના વિષમ (અને વિષમય પણ) થતાં જતાં સમયમાં પણ જીવનનાં અંધારા ઊલેચીને નવો પ્રકાશ આપે તેવા છે. ગ્રંથકાર મહાપુરુષ ગ્રંથના રચયિતા મહર્ષિ સિદ્ધર્ષિની પ્રતિભાના ગુણગાન કરતાં ન ધરાઈએ. સંસ્કૃત ભાષાનું અસાધારણ પ્રભુત્વ ધરાવનાર આ પ્રતિભાવંત ગદ્ય તથા પદ્યમાં ૫૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16