Book Title: Sattvasamruddha Sthulabhadra
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan Surat

View full book text
Previous | Next

Page 10
________________ કાળ મહારાજાની બલિહારી બધાએ સ્વીકાર્યું છે કે કાળ બદલાઈ ચૂક્યો છે. બધાજ ક્ષેત્રમાં બદલાવ આવી ચૂક્યો છે. એક ઉદાહરણ આપું : જૈનોની વસ્તી સૌથી વધુ હોય એવા અમદાવાદના દોશીવાડાની પોળના વિસ્તારમાં એક ખડકી છે જે શુકલની ખડકીના નામથી ઓળખાય છે. વર્ષો વિતતા ત્યાં જે બ્રાહ્મણ શુકલ રહેતા હતા તે જજ બન્યા. આજુબાજુના જૈનો હતા તે સંઘના આગેવાન બન્યા. કોઈ એવો પ્રસંગ બન્યો કે કારણવશાત્ આ જૈન આગેવાનો કોર્ટમાં ફરિયાદ કરનાર હતા અને પેલા શુકલ એ કોર્ટના જજ હતા. જજે વાત સાંભળી ચુકાદો આપ્યો. પછી આગેવાનોને કહ્યું કે જતી વખતે મારી ચેમ્બરમાં થઈને જજો. બધા ભાઈઓ તો વિમાસણમાં પડી ગયા! શું હશે? સંકોચથી જજની ચુંબરમાં તો ગયા; પણ નીકળ્યું જુદું. જજ સાહેબે એક એક જૈન આગેવાનને ઓળખી બતાવ્યા! પછી વાત લંબાવતાં તેઓએ કહ્યું કે મારા બા એમ કહેતાં કે બટાટા છોલીને તેની છાલ એક ડબામાં રાખી મૂકતી અને રાતનું અંધારું થાય અને આઠ વાગ્યા પછી એ નીચે મૂકી આવવી. જ્યાં આજુબાજુ જૈનો રહે છે ત્યાં કોઈને આ વિસ્તારમાં ફેંકાયેલી બટાટાની છાલ જોઈ એમ સમજે કે જેનો બટાટા ખાય છે તો અનર્થ થાય, માટે છાલ રાતે અંધારું થાય પછી મૂકી આવવી. કેટલી જાગૃતિ હતી! અને આજે..? ખુદ જૈનો જ બટાટા ખાય છે પછી કાંઈ કહેવાનું જ શું રહે? અરે ! નોનવેજ ન ખાવું એવું એવું પણ કહેવું પડે છે ! એટલે શુકલની ખડકીના આ પ્રસંગના અનુસંધાને આજનો બદલાવ ખેદ સાથે જોવો પડે છે. છતાં કાળા ડિબાંગ વાદળાં જેવી નિરાશાઓમાં પણ આશાનું કિરણ કિનાર બનીને ઝળકી ઊઠશે એવી અટલ શ્રદ્ધા છે. વર્ષો પહેલાનાં સંસ્કારની સુવાસ યાદ આવે છે. ઈષ્ટ તત્ત્વોની સાથે ગાઢ સંબંધો ઘરાવતા પરિવારો યાદ આવે છે. વહેલી સવારે ઘર-ઘરમાં આરતી પૂજા થતાં. એ રસ્તે નીકળીએ તો મંત્રોચ્ચારના અને ઘંટડીના મધુર તરંગો વાતાવરણમાં લહેરાતા. છેક નાનપણથી આ સંસ્કારો બાળમન પર ગાઢ બની અંકાઈ જતાં. આ બાળકો પંડિતની અદાથી શાસ્ત્રોના પાઠ કડકડાટ બોલી સંભળાવતા. ४८ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16