Book Title: Sattvasamruddha Sthulabhadra Author(s): Pradyumnasuri Publisher: Pathshala Prakashan Surat View full book textPage 9
________________ વતનપ્રીતિની શૂલ કવિશ્રી રાજેન્દ્ર શુકલે કહેલું કે, “વર્ષો પહેલાં જૂનાગઢની કોઈ સાહિત્યિક સંસ્થાએ કાવ્ય-પઠનનો કાર્યક્રમ યોજેલો. હું અમદાવાદથી એસ.ટી.બસમાં જૂનાગઢ જઈ રહ્યો હતો ત્યારે જૂનાગઢ વીસેક કિલોમીટર દૂર રહ્યું હતું ત્યાં અચાનક આ કાવ્ય આવ્યું.” વળી ભાવનગરના મહેન્દ્રસિંહ પરમાર ઓડિઓ કેસેટ “ગઝલ ગિરનારથી”માં કાવ્ય-પઠનની પહેલાં તેઓ આ કાવ્યનું રહસ્ય ખુલ્લું કરે છે; અને વતન પ્રીતિની આ ગઝલની ૧૩ કડી સુધી વિસ્તરેલા કવિના ભાવો જોતાં એ વાત સાચી લાગે છે. “જૂનાગઢમાં જ ગિરનારની છાયા તળે મારી કવિચેતનાનો ઉદય થયો એટલે જૂનાગઢથી પૃથક ક્યારેય મારા હોવાને અનુભવી શક્યો નથી. મને એવું હતું કે કોઈ પણ માણસમાં હોય એવી વતન પ્રીતિ જૂનાગઢ માટે મને છે. પણ આ રચના રચાયા પછી મને ખબર પડી કે વાત એટલી સીધી નથી. આ સ્થાન સાથે મારે અનેક કાળમાં, અનેક જન્મમાં કોઈ રહસ્યમય સંવાદ રહેલો છે, એ આ રચનાની ઉપલબ્ધિ છે. જૂનાગઢમાં કોઈ પણ સમયે, કોઈ પણ કાળે મારા વિદ્યમાન હોવાનો અનુભવ આ રચનામાં પ્રગટ થયો તે આ રચના પૂર્વે મને પણ સ્પષ્ટ ન હતો.” ગઝલમાં ૧૩ શેરનું લંબાણ કવિએ કર્યું એ આ ભૂમિના કારણે છે. અધ્યાત્મની ઊંચાઈ અને ચિંતનની ઊંડાઈના દર્શન બારમા શેરમાં થાય છે : “મને ગોતવામાં જ ખોવાયો છું આ, પત્યે પરકમા આખરે હું મળીશ જ.” વાચકો ! બસ, આ મજાના કાવ્યને માણો.. ' – પ્ર૧ વરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16