Book Title: Sattvasamruddha Sthulabhadra Author(s): Pradyumnasuri Publisher: Pathshala Prakashan Surat View full book textPage 8
________________ પુકારો ગમે તે સ્વરે, હું મળીશ જ; સમયના કોઈ પણ થરે હું મળીશ જ. ન ખૂલે ન તૂટે કટાયેલું તાળું; કોઈ હિજરતીના ઘરે હું મળીશ જ. હતો હું સુદર્શન સરોવર છલોછલ; હવે કુંડ દામોદરે હું મળીશ જ. નગારે પડે દાંડી પહેલી કે ચોરે; સમીસાંજની ઝાલરે હું મળીશ જ. બપોરે ઉપરકોટની સૂની રાંગે; અટૂલા કોઈ કાંગરે હું મળીશ જ. તળેટી સુધી કોઈ વ્હેલી સવારે; જશો તો પ્રભાતી સ્વરે હું મળીશ જ. કોઈ પણ ટૂંક જઈ જરા સાદ દેજો; સૂસવતા પવનના સ્વરે હું મળીશ જ. શિખર પર ચટકતી હશે ચાખડી નેધરીને કમંડલ કરે હું મળીશ જ. છતાં યાદ આવું તો કેદાર ગાજો; તરત આવીને ભીતરે હું મળીશ જ. શમે મૌનમાં શબ્દ મારા પછી પણ; કોઈ સોરઠ દોહરે હું મળીશ જ. હશે, કોક જણ તો ઉકેલી ય શકશે; શિલાલેખના અક્ષરે હું મળીશ જ. મને ગોતવામાં જ ખોવાયો છું આ, પત્યે પરકમા આખરે હું મળીશ જ. જૂનાગઢ, તને તો ખબર છે, અહીં હરઝરે, ઝાંખરે, કાંકરે હું મળીશ જ. થળપ્રીતિનું ગિરનારી મનોરાજય ૬૪૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16