Book Title: Sattvasamruddha Sthulabhadra Author(s): Pradyumnasuri Publisher: Pathshala Prakashan Surat View full book textPage 5
________________ આપણામાં છલોછલ અહંકાર ભરાયેલો પડ્યો છે એ આપણને પુગલરતિથી આમ-તેમ ખસવા દેતો નથી; આતમરતિ સુધી પહોંચવાની તો કલ્પના જ શી કરવી? છતાં આપણો નિર્ધાર હોઈ શકે કે આતમરતિ બનવું છે તે નક્કી જ. તે આત્મા સૂમ છે, અરૂપી છે વળી કેવળી નિરખીત છે તે વાત સાચી પણ અભ્યાસ ઘણો અગત્યનો છે. “રત સ્રરત મધ્યાન નર, નમતિ હોત સુન્નાન” આપણો મૂળ આશય તો તે જ રહ્યો છે. તેના માટે જ બધા સંબંધોને છેદીને માત્ર પ્રભુનો અને પ્રભુના વચનોનો સંબંધ. તેમને પ્રાપ્ત કર્યો છે. આત્માને માટે તેને ભજીએ છીએ. તે સત્ત્વ સમૃદ્ધ - પુણ્ય સમૃદ્ધ અને ગુણ સમૃદ્ધ છે. આપણે તો એ ત્રણેયમાં દરિદ્ર છીએ. આપણું સત્ત્વ તો અલ્પ જ. પુણ્ય અને ગુણની બાબતમાં પણ કાંઈ બતાવી શકીએ તેવું નથી. સમ્યકત્વની ઉત્કૃષ્ટ ભૂમિકા છે. પ્રાથમિક ભૂમિકાનું સમ્યકત્વ તો આપણી પાસે છે જ. પ્રયત્ન કરવાનો છે. પરિણામ આવવું તે તો બીજાના હાથમાં છે. પરમોપકારી, પરમહિત વત્સલ, આત્મીય પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મહારાજ સાહેબ..આદિ કાંદિવલીથી કુલચન્દ્ર વિજયની ભાવભરી વન્દના. આપનો પત્ર મળ્યો, અતીવ આનંદ થયો. એક એક શબ્દ હૃદયમાં ઊતરી જાય એવું થયું. આત્મરતિ અને પુદ્ગલરતિની વાત મનનીય અને સ્પર્શનીય છે. આ વિષયનું આપનું ખેડાણ અને ઊંડાણ હોય તો જ આટલી સ્પષ્ટતા પૂર્વક વાત જણાવી શકાય. આપનો નકશો તો સ્પષ્ટ થઈ ગયો અને આપે તો પુદ્ગલરતિ અને આત્મરતિ વચ્ચેનું અંતર ઘણું બધું ઓછું કરી નાખ્યું તેમાં શક નથી. આપનો કૃપાંશ અમારી જેવા પામરને મળતો રહે છે એ જ અમારું સૌભાગ્ય ! છતાં આટલાથી સંતોષ ન થાય તે સ્વાભાવિક છે. અંતરંગી ઉઘાડના ધબ્બા”ની હાલ તો પ્રતીક્ષા જ કરવાની રહી. એવી લાયકાતી ધન્યતા ક્યારે મળશે! ઋષભે પણ વન્દનાદિ જણાવ્યા છે. પૂજ્ય દિવ્યયશ મહારાજને પણ સારું હશે. તેને તો રોજ મિષ્ટાન્ન અનાયાસ મળતું હશે ! અમને ક્યારેક કિંચિત્ --એ જ. ४३ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16