Book Title: Sattvasamruddha Sthulabhadra
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan Surat

View full book text
Previous | Next

Page 2
________________ સત્ત્વ સમૃદ્ધ બનીએ સામાન્ય રીતે એમ કહેવાય કે તીર્થકરોમાં મુખ્યત્વે ત્રણ સમૃદ્ધિ ભરપૂર પ્રમાણમાં હોય છે : પુણ્ય સમૃદ્ધિ, ગુણ સમૃદ્ધિ અને સત્ત્વ સમૃદ્ધિ આ ત્રણે સમૃદ્ધિનું મૂળ પરોપકાર છે, કરુણા છે. આપણે પણ સત્ત્વ સમૃદ્ધ બનવું હોય તો રોજ પરોપકારનું કામ કરવું જોઈએ અને પરોપતાપને સર્વથા વર્જવો જોઈએ. - આપણાં નાનામાં નાના કામમાંથી પરોપતાપને શુન્ય બનાવવો જોઈએ. દેરાસરમાં કે ઉપાશ્રયમાં કે અન્ય જાહેર સ્થળોમાં જઈએ ત્યારે બીજા જે લોકો પગરખાં વિના જ જે આવે તેને અગવડ રૂપ ન બનવું જોઈએ. બને ત્યાં સુધી આવા પવિત્ર સ્થળે જવાનું હોય ત્યારે પગરખાં વિના જ જવું જોઈએ. અગર ત્યાંથી પછી બજાર કે દુકાને જવું હોય તો પગરખાં એક બાજુએ સરખી રીતે અન્ય કોઈને નડે નહીં તેમ ઉતારવા જોઈએ. એ જ પ્રમાણે વિવેક સાચવીને, પ્રભુજીની આરતીનો આદેશ ઘી બોલીને લીધો હોય ત્યારે ત્યાં કોઈ વૃદ્ધ કે વડીલ કે કોઈ દીક્ષાર્થિ-દીક્ષાર્થીની હાજર હોય તો તેમને લાભ આપવો જોઈએ. - પર્યુષણ પર્વ વખતે ઘણા તપસ્વીઓ ત્યાં હોય તેમને પવન આવતો હોય તેવી જગ્યાએ બેસાડવા તે પણ પરોપતાપ વિનાનો પરોપકાર કહેવાય; તેનાથી સત્ત્વમાં ઘણો વધારો થાય છે. સત્ત્વની સાથે સાથે પુણ્ય પણ વધે છે ગુણ પણ ખીલે છે. એમ ત્રિવિધ લાભ થાય છે. - પ્રજા ૨૨ $૪૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16